પૂર્વ લોર્ડ નઝીર અહેમદને કર્મનાં ફળ મળી જ ગયા

નઝીર અહેમદ પાકિસ્તાન સરકાર સાથે તેમના સંબંધો તેમજ યુકે પાર્લામેન્ટમાં પાકિસ્તાન વતી તથાકથિત કાશ્મીર મુદ્દા વિશે તેમના લોબિઈંગ વિશે વધુ જાણીતા છે.

રુચિ ઘનશ્યામ Wednesday 16th December 2020 00:27 EST
 
 

યુકે પાર્લામેન્ટની હાઉસ ઓફ લોર્ડ્સ કન્ડક્ટ કમિટીએ સૌપ્રથમ વખત જાતીય હુમલાના આરોપસર પાકિસ્તાની મૂળના લોર્ડ નઝીર અહેમદની ઉમરાવપદેથી હકાલપટ્ટી કરવાની ભલામણ કરી છે. આ રિપોર્ટ પ્રસિદ્ધ થાય તે અગાઉ જ તેમણે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. આમાં એવું પુનરાવર્તન જોવા મળ્યું છે કે તેમણે પાકિસ્તાનમાં ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં કથિતપણે યહુદીવાદવિરોધી (એન્ટિસેમિટિક) ટીપ્પણી કરી હોવાં બાબતે ૨૦૧૩માં લેબર એક્ઝિક્યુટિવ કમિટી સમક્ષ ઉપસ્થિત થવાનું હતું તેના બે દિવસ અગાઉ જ લેબર પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. યુકેના રાજકારણમાં નઝીર અહેમદ ભારતવિરોધી વ્યક્તિ અને પાકિસ્તાની એસ્ટાબ્લિશમેન્ટ સાથે ગાઢપણે સંકળાયેલા હોવા તરીકે જાણીતા છે.

હાઉસ ઓફ લોર્ડ્સના કમિશનર ફોર સ્ટાન્ડર્ડ્સને જણાયું હતું કે,‘ લોર્ડ અહેમદે ગૃહના સભ્ય તરીકે જાહેર જનતાના સભ્યને મદદ કરવાની પોતાની પોઝિશનનો ઉપયોગ કરવાની સંમતિ સાથે પોતાની સંસદીય પ્રવૃત્તિઓનું વહન કરવાની અંગત જવાબદારી પૂર્ણ કરવા બાબતે કોડ ઓફ કંન્ડક્ટનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ફરિયાદી પર જાતીય આક્રમણ કરી, ફેઈથ હીલર દ્વારા શોષણ બાબતે મેટ્રોપોલીટન પોલીસને ફરિયાદ કરવામાં પોતાના ઈરાદા મુદ્દે ફરિયાદી સાથે અસત્ય બોલી, ફરિયાદી અસલામત હોવાનું જાણવા છતાં તેનું જાતીય અને લાગણીશીલ રીતે શોષણ કર્યું છે.’ તેમણે પોતાની પોઝીશનનો દુરુપયોગ કર્યાના આક્ષેપો નકારી કાઢ્યા હતા પરંતુ, તેમની અપીલને પણ ફગાવી દેવાઈ હતી. હાઉસ ઓફ લોર્ડ્સે સત્તાવારપણે તેમને અપાયેલા તમામ વિશેષાધિકારો પરત ખેંચી લીધા હતા.

નઝીર અહેમદ વિરુદ્ધ ઔચિત્યભંગનો આ પ્રથમ આક્ષેપ નથી. માર્ચ ૨૦૧૯માં તેમની વિરુદ્ધ બળાત્કારના પ્રયાસના બે ગુના તેમજ ૧૯૭૧-૧૯૭૪ના ગાળામાં ૧૩ વર્ષથી ઓછી વયના છોકરા અને બાળા સાથે અશ્લીલ હુમલાનો એક ગુનાના ચાર્જ લગાવાયા હતા. તેમના બે ભાઈઓ વિરુદ્ધ પણ ૮ અને ૧૧ વર્ષ જેટલા નાના બાળકો પર અશ્લીલ હુમલાના આરોપ લગાવાયેલા છે. મીડિયાના અહેવાલો અનુસાર અહેમદ વિરુદ્ધ આ વર્ષના આરંભમાં જ ટ્રાયલ ચાલવાની હતી પરંતુ, કોરોના વાઈરસ મહામારીના કારણે ટ્રાયલ મુલતવી રખાઈ હતી.

નઝીર અહેમદનો વિવાદો સાથે જૂનો નાતો છે. નજીર અહેમદ ૨૦૦૭માં જીવલેણ કાર અકસ્માતમાં સંડોવાયા હતા જેના માટે તેમને જેલની સજા થઈ હતી અને કહેવાય છે કે તેમણે જેલમાં ઘણા થોડા દિવસ વીતાવ્યા હતા. દેખીતી રીતે, આ પછીના ઈન્ટરવ્યૂઝમાં તેમણે ખોટી રીતે જણાવ્યું હતું કે તેમનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી અને તેમની સજા રદ કરાઈ હતી. તેમની અગાઉની કથિત એન્ટિસેમિટિક ટીપ્પણીઓને દોહરાવતા લંડનના ધ ટાઈમ્સ ન્યૂઝપેપર દ્વારા જાહેર કરાયું હતું કે તેમણે પોતાની ડ્રાઈવિંગમાં સજા કરાયાની બાબતે જ્યૂઈશ ષડયંત્રને દોષિત ઠરાવ્યું હતું.

એમ જણાય છે કે નઝીર અહેમદ વિચિત્ર-હાસ્યાસ્પદ દાવાઓ કરવામાં માહિર છે. તેમણે ૨૦૧૨માં એવો દાવો કર્યો હતો કે તાલિબાનને અપજશ અપાવવા પાકિસ્તાનમાંના કેટલાક અજાણ્યા તત્વો દ્વારા મલાલા યુસુફઝાઈ પર હુમલો કરાયો હોઈ શકે. જોકે, તેમણે પાછળથી સ્વીકાર્યું હતું કે ખરેખર શું થયું હતું તેના વિશે તેમને કોઈ ખબર નથી!

નઝીર અહેમદે લેબર પાર્ટી તરફથી સ્થાનિક કાઉન્સિલર તરીકે રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો હોવાં છતાં, તેઓ પાકિસ્તાન સરકાર સાથે તેમના સંબંધો તેમજ યુકે પાર્લામેન્ટમાં પાકિસ્તાન વતી તથાકથિત કાશ્મીર મુદ્દા વિશે તેમના લોબિઈંગ વિશે વધુ જાણીતા છે. તેમણે કાશ્મીર મુદ્દા સંબંધે લેબર પાર્ટીની નીતિમાં પરિવર્તન લાવ્યાનો તેમજ જસ્ટિસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કોન્ફરન્સનાી પ્લોર પર તેની ચર્ચા કરાવ્યો પણ દાવો કરેલો છે. યુએસ સત્તાવાળાઓ દ્વારા આ સંસ્થાના તત્કાલીન ડાયરેક્ટર ગુલામ નબી ફાઈની ગેરકાયદે લોબિઈંગ અને જાસૂસી બદલ ધરપકડ કરાઈ હતી. કહેવાય છે કે યુકે, યુએસએ અને સાઉદી અરેબિયામાં જસ્ટિસ ફાઉન્ડેશનના કાશ્મીર સેન્ટર્સ પાકિસ્તાન સરકાર અને તેની ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ એજન્સીના ઈશારે ચલાવાતા હોવાના આક્ષેપ પણ યુએસ પ્રોસીક્યુટર્સે લગાવ્યા હતા.

હાઈ કમિશન ઓફ ઈન્ડિયાની બહાર દેખાવો તેમજ આવા કહેવાતા વિરોધ પ્રદર્શનોમાં ભીડ એકત્ર કરવાના આયોજનોમાં નઝીર અહેમદ મોખરે રહેતા હતા અને આ દેખાવો પાકિસ્તાનના ઈશારે યોજાતા હોવાનું પણ મનાય છે. ભારતમાંથી મહાનુભાવોની મુલાકાતો, ભારતનો સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિન જેવા મહત્ત્વના પ્રસંગોને ખાસ લક્ષ્ય બનાવાતા રહ્યા છે. લંડનમાં ભારતના ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ના સ્વાતંત્ર્ય દિને ઈન્ડિયા હાઉસની બહાર આ પ્રસંગની ઉજવણી કરી રહેલા નિર્દોષ ભારતીયોના જૂથ પર હુમલો કરનારા વિશાળ અને હિંસક ટોળાંને એકત્ર કરવામાં અહેમદ સંડોવાયેલા હતા.

આ તેમના એકતરફી રાજકારણ અને તેમની આસપાસ વીંટળાયેલી કુખ્યાતિને ધ્યાનમાં લેતાં હાઉસ ઓફ લોર્ડ્સમાં તેમની કોઈ ખોટ વર્તાર્શે નહિ. જોકે, પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સીઓને અવશ્ય ખોટ વર્તાશે. આ ઘટનાક્રમ ભારત જેવી લોકશાહીમાં લોકશાહીવાદી સંસ્થાઓની બદનામી-નિંદા કરવામાં યુકે પાર્લામેન્ટ અથવા તેના સભ્યો ઘણી વખત અપનાવે છે તેવી ઊચ્ચ નૈતિક ભૂમિકાની યોગ્યતા સામે ગંભીર પ્રશ્નો ઉભાં કરે છે.

(શ્રીમતિ રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter