ભારત માટે ભારતીયો

- રુચિઘનશ્યામ Tuesday 21st December 2021 13:14 EST
 
 

કહેવાય છે કે ભારતીયને ભારતની બહાર લઈ જઈ શકાય, પરંતુ, ભારતીયમાંથી ભારતને દૂર કરી શકાય નહીં. આ વાત અન્ય દેશોમાં રહેતા ભારતીયો જે સુખી રેસિડેન્ટ્સ અને સિટીઝન્સ છે તેમના માટે પણ સાચી છે. દરેક ભારતીય પોતાની સાથે ભારતની વીરાસત અને સંસ્કૃતિ લઈને જાય છે. તેઓ ભારતીય સંગીત, નૃત્ય, કળા અથવા બોલિવુડ અને બીજું કશું ન હોય તો ભારતીય વાનગીઓ. તેઓ કદાચ દુનિયાના બીજા હિસ્સાને ઘર કહે. પરંતુ, ભારતમાં વતનની મુલાકાત લેવાનું, પરિવાર અને મિત્રોને મળવાનું તેઓ ઈચ્છતા હોય છે અને જે નસીબદાર હોય છે તે . ખરીદી કરવા માટે, ખાસ કરીને લગ્નગાળામાં ભારતની મુલાકાતે જતા હોય છે.

ભારતીયોને વિદેશમાં ભારતીય ઉત્સવોની ઉજવણી કરતા, ભારતીય પરંપરાનું પાલન કરતા, મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાનું નિર્માણ કરતા, ઈન્ડિયન એસોસિએશનની રચના કરતા અને પોતાના વતનમાં પણ વિકાસના કામોમાં રસ લેતા જોવાનું હૃદયસ્પર્શી હોય છે.

વિદેશમાં આપણા દેશના લોકો ભારતમાં પણ સંગઠિત અને વિભાજીત હોય છે. ઘણાં દેશમાં ઈન્ડિયન એસોસિએશન હોય છે જે તમામ ભારતીયો અને મૂળ ભારતીય લોકોને આવકારે છે. થોડા વર્ષ અગાઉ એક દેશમાં આવેલું ઈન્ડિયન એસોસિએશન સાઉથ એશિયન એસોસિએશન જેવું હતું. તેમાં પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશવાસીઓનો સમાવેશ થતો હતો. તેમની સંખ્યા ઓછી હતી, પરંતુ તેઓ અન્ય ભારતીયો સાથે મળીને આનંદ કરતા હતા તે જોઈને મને ખુશી થઈ હતી. બંગાળી, ઉડિયા, તમિળ વગેરે લોકો તેમના તહેવારો પણ ઉજવતા હોય છે અને ભાગ્યેજ કેટલાંક કિસ્સામાં આ વિભાજન જાતિ આધારિત હોય છે.

સમગ્ર ખંડોમાં વસતા ભારતીય મૂળના લોકોમાં ભારતની પ્રગતિ અને વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધતા જોવા મળે છે. આમ, જ્યારે ભારતમાં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરાયું ત્યારે દક્ષિણ આફ્રિકામાં આપણા સંખ્યાબંધ લોકો ભારતના જુદાજુદા ભાગોમાં તેના અમલીકરણમાં રસ લેતા જણાયા હતા. વ્યક્તિગત ધોરણે પણ કેટલાંક ઈનોવેટિવ પ્રયાસો જોવા મળ્યા હતા. સંખ્યાબંધ ખાનગી વ્યક્તિઓ અને તેમના ટ્રસ્ટોએ ભારતમાં છોકરીઓ અને વિધવાઓના કલ્યાણ સહિત મહિલાઓ અને બાળકોના કલ્યાણ, શિક્ષણ અને હેલ્થકેર, સ્કીલ ડેવલપમેન્ટ અને અન્ય હેતુસરના કાર્યોને સહાય કરી હતી.

હકીકતે, મારા પતિ અને ભારતીય મૂળના તેમના મિત્ર TOPYA દ્વારા યુવાનોને શારિરીક સક્રિય બનાવવાના પ્રયાસમાં જોડાયેલા છે. આ કંપની તેના ઓનલાઈન પ્રોગ્રામ દ્વારા તેને પ્રોત્સાહન આપે છે.

અગાઉ ડિસેમ્બરમાં, આવાજ એક પ્રયાસમાં થઈ રહેલી પ્રગતિને જોઈને હું ખુશ થઈ હતી. હું લંડનમાં BAPIO ટ્રેનિંગ એકેડમી સ્થાપવાના પ્રયાસોથી વાકેફ થઈ હતી. તે બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરીજીન (BAPIO)નું એસોસિએટ અને ભારતીય મૂળના ડોક્ટરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. યુકેની યુનિવર્સિટીઓ અને ભારતીય સંસ્થાઓના સહયોગથી BAPIOએ ભારતીય MBBS ડોક્ટરોની ક્ષમતા અને કુશળતા વધારવાના હેતુસર બે વર્ષની ટ્રેનિંગ ભારતમાં અને બે વર્ષની ટ્રેનિંગ યુકેમાં આપવા સાથે વિવિધ સ્પેશિયાલિટિઝ સાથે ઈન્ડો યુકે ફેલોશિપ પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેનો હેતુ તે ભારત પાછા આવીને સારી રીતે સેવા કરી શકે તેવો છે.

ઘણાં દેશોમાં વૈશ્વિકરણ અને સામાજિક સંબંધો પર તેની અસરને લીધે હેલ્થ સિસ્ટમ્સ પર દબાણ આવતા BAPIOના ડોક્ટરો અટવાઈ ગયા હતા. તત્કાલીન સમાજના ઘડતરમાં હેલ્થ સિસ્ટમ મુખ્ય ઘટક છે પરંતુ, તે માગને અને બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવામાં નેશનલ હેલ્થ કવરેજના ધોરણનું કાર્ય આપી શકતા નથી. ખર્ચ વધી રહ્યો છે અને હેલ્થ સિસ્ટમ્સ અપેક્ષાઓને પહોંચી વળવામાં અયોગ્ય હોવા છતાં આ પ્રકારની દરમિયાનગીરીની તાકીદે જરૂર છે. મહામારીએ લગભગ દરેક જગ્યાએ હેલ્થ કેર સિસ્ટમની અશક્તિઓને ખૂલ્લી પાડી છે. હેલ્થના ક્ષેત્રે વધુ ખર્ચની જરૂરિયાત વિશે કોઈ પ્રશ્ર નથી. પરંતુ, મહામારીને લીધે લદાયેલા લોકડાઉન હેઠળ અર્થતંત્રો સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે નાગરિકોએ આગળ આવવાની જરૂર છે.

ડોક્ટરો, નર્સિસ અને અન્ય નોન – ફિઝિશિયન ક્લિનિકસ ઔદ્યોગિકરણ થયેલા તેમજ વિકાસ કરી રહેલા દેશોમાં વધુ કામગીરી કરી શકે. દરેક હેલ્થ કેર સિસ્ટમ પાસે પૂરતી સંખ્યામાં ટ્રેઈન્ડ ડોક્ટર્સ અને ક્લિનિશિયન્સ હોવા જોઈએ તેની જરૂરિયાત પર હાલની મહામારી દર્શાવે છે.

ઉજાલા સિગ્નસ ચેઈન ઓફ હોસ્પિટલોમાં સહકાર સાથેના પ્રયાસ શરૂ થશે. ઉજાલા ખાતે કામ કરી રહેલા અને આ કાર્યમાં રસ ધરાવતા ડોક્ટરોના ગ્રૂપની આ પ્રોગ્રામમાં ભરતી કરાશે અને MSc in Acute Medicine માં તેમને પ્રવેશ અપાશે. તેમાં તેમને જ્ઞાનની સાથે ક્લિનિકલ ટ્રેનિંગ અને યુકે સ્થિત ફેકલ્ટી દ્વારા નક્કી કરાયેલી મેડિસિનની ટ્રેનિંગ અપાશે. પ્રથમ પ્લોટમાં ૪૦ ટ્રેઈનીને પ્રવેશ અપાશે.

આ ઉમેદવારો યુકેની ત્રણ રોયલ કોલેજ એક્ઝામમાંથી એક પરીક્ષા આપી શકશે. તેમાં રોયલ કોલેજ ઓફ જનરલ ફિઝિશિયન્સની MRCGP (UK), તેમાં રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સની MRCP (Acute Medicine) અને રોયલ કોલેજ ઓફ ઈમરજન્સી મેડિસિનની MRCEM (UK) સામેલ છે.

BAPIOના ઘણાં ડોક્ટરો અને પ્રોફેશનલ્સને ગયા વર્ષે કોરોનાની પહેલી લહેર દરમિયાન યુકેમાં લોકડાઉનમાં ફસાઈ ગયેલા સંખ્યાબંધ ભારતીયોની મદદ કરતા અમે જોયા છે. આ પ્રોગ્રામ ભારતના મેડિકલ ડોક્ટરોનું કૌશલ્ય વધારવામાં અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે દર્દીઓની સારવાર કરવા માટે નોલેજની વૃદ્ધિ કરવામાં મદદરૂપ થશે તેવી આશા છે, જે ભારતના વિકાસ માટે ભારતીયો દ્વારા થઈ રહેલા કાર્યનું વધુ એક ઉદાહરણ છે.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.

twitter @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter