વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રેસિડેન્ટ બાઈડને ભારત સાથેના તેમના સંબંધને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમના પરદાદા ભારતમાં સ્થાયી થયા હતા અને તેઓ ભારતીયને પરણ્યા હતા. ભારત સાથે પોતાના મૂળ હોવાનો દુનિયાના વિવિધ ભાગોના ઘણાં રાજકારણીઓ દાવો કરે છે તેમાં બાઈડન પણ એક છે. સદીઓથી ભારતીયોએ દુનિયાના વિવિધ ભાગોમાં મોટા પાયે કરેલા જંગી માઈગ્રેશનની આ વીરાસત છે.
કેરેબિયન દેશો તરફ શ્રમિકોના સ્થળાંતરથી લઈને હાલના સમયમાં દુનિયાના ઘણાં ભાગોમાં સ્થાયી થતાં હાઈલી સ્કીલ્ડ પ્રોફેશનલ્સ સહિત દુનિયામાં ભારતીય ડાયસ્પોરાની સંખ્યા ૩૨ મિલિયન છે. ભારતથી દર વર્ષે વધારાના ૨.૫ મિલિયન લોકો દર વર્ષે માઈગ્રેટ થાય છે. ફીજી ટાપૂ પર ૩૮ ટકા ભારતીયોની વસતિ છે. તેઓસુગર પ્લાન્ટેશન્સ પર કામ કરવા માટે બ્રિટન દ્વારા લવાયેલા શ્રમિકોના વંશજો છે. રાજકારણમાં પણ હાલ ભારતીય વંશજોના ઘણાં ફીજી લોકો છે. ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન મહેન્દ્ર ચૌધરી પહેલા ઈન્ડો - ફીજીયન વડા પ્રધાન હતા. કેરેબિયન ટાપૂ ગિઆનામાં પણ ભારતીયોની વસતિ ૪૦ ટકા જેટલી છે. ચેદ્દી જગન અને ભરત જગદેવ વડા પ્રધાન પદે રહ્યા છે. કોમનવેલ્થના ભૂતપૂર્વ સેક્રેટરી
શ્રીદાર્થ રામફાલભારતીય મૂળના ગિઆનાવાસી છે. ટ્રિનિદાદ અને ટોબેગોમાં પણ ભારતીય મૂળના લોકોની વસતિ ૩૭ ટકા છે. કમલા પ્રસાદ બિસ્સેસ્સાર ૨૦૧૦થી ૨૦૧૫ સુધી દેશના વડા પ્રધાનપદે રહ્યા હતા. દક્ષિણ અમેરિકાના નાના દેશ સૂરીનામમાં ભારતીયોના વસતિ ૨૭ ટકા કરતાં વધુ છે અને તે દેશમાં સૌથી મોટું વંશીય જૂથ છે. પ્રિઆપ રાધાકૃષ્ણ ભૂતપૂર્વ વડા પ્રધાન હતા અને રામસેવક શંકર ૧૯૮૮થી ૧૯૯૦ વચ્ચે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ હતા. ચાન સંતોખી દેશના હાલના વડા પ્રધાન છે. જમૈકામાં પણ ભારતીયો મોટીં સંખ્યામાં વસી રહ્યા છે. કમલા જીન ગોપી ભારતીય મૂળના જમૈકાવાસી છે. તે કેનેડામાં જાણીતા રાજકીય કાર્યકર છે. અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના પિતા જમૈકન છે અને માતા ભારતીય છે.
હિંદ મહાસાગરના મોરેશિયસ ટાપૂ પર ભારતીય મૂળના લોકોની વસતિ લગભગ ૬૦ ટકા છે. ત્યાં કેટલાંક ભારતીયો વડા પ્રધાન અને પ્રેસિડેન્ટ બન્યા હતા. સુખદેવ બિસિન્દોયાલ મોરેશિયસના સ્તાપકો પૈકી એક હતા. હિંદ મહાસાગરમાં બીજો ટાપૂ ફ્રેન્ચ ઓવરસિઝ ટેરીટરી છે. તેની કુલ વસતિ ૮૦૦,૦૦૦ છે તેમાં મુખ્યત્વે તમિળો સહિત ૨૦૦,૦૦૦ ભારતીય મૂળના છે. હિંદ મહાસાગરનો સેશેલ્સ ટાપૂ પર પણ ભારતીય મૂળના લોકોની વસતિ સારા પ્રમાણમાં છે. વર્તમાન પ્રેસિડેન્ટ વેવેલ રામકલવન મૂળ ભારતના બિહાર રાજ્યના હોવાનું જણાયું છે.
થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા, મ્યાંમાર, લાઓસ અને દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે ભારતનું હજારો વર્ષ પહેલાનું મજબૂત ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણ છે. આ તમામ દેશોમાં હિંદુ ધર્મગ્રંથ રામાયણ ખૂબ લોકપ્રિય રહ્યો છે. મલેશિયામાં સંખ્યાબંધ રાજકારણીઓ ભારતીય મૂળના છે. સિંગાપોરમાં પણ કેટલાંક પ્રેસિડેન્ટ ભારતીય મૂળના હતા.
કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા જેવા પૂર્વ આફ્રિકાના દેશોમાં પણ ભારતીય મૂળની વસતિ સારા પ્રમાણમાં છે અને તેઓ આ દેશોના આર્થિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ દેશોની આઝાદીની લડતમાં પણ ભારતીય મૂળના લોકોએ મહત્ત્વની કામગીરી કરી હતી. કોન્સ્ટિટ્યુશન ઓફ કેન્યા રિવ્યૂ કમિશનનું નેતૃત્વ યશપાલ ઘાઈએ સંભાળ્યું હતું. તેમના માતાપિતાએ બ્રિટિશ કોલોનિયલ શાસન દરમિયાન ભારતથી સ્થળાંતર કર્યું હતું. ૨૦૧૦માં દેસ સમક્ષ રિવ્યૂ રજૂ કરાયો હતો અને તેને મોટાભાગના કેન્યન્સે સ્વીકાર્યો હતો. નવા બંધારણથી કેન્યામાં લોકશાહી વધુ મજબૂત થઈ છે. જેન્ડર ઈક્વાલિટીને પ્રોત્સાહન મળ્યું છે અને લઘુમતીના હક્કોને સુરક્ષિત કરાયા છે.
દક્ષિણ આફ્રિકામાં અંદાજે ૧.૩ મિલિયન લોકો ભારતીય મૂળના છે અને મહાત્મા ગાંધી પણ આ દેશમાં સ્થાયી થયા હતા. આઝાદીના લડવૈયા પર તેમનો પ્રભાવ પડ્યો હતો અને તેઓ માનવ ઈતિહાસને બદલવામાં મદદરૂપ થયા હતા. નાઈજીરીયા અને ઘાનામાં પણ નોંધપાત્ર પ્રમાણમાં મૂળ ભારતીયોની વસતિ છે.
અમેરિકા, કેનેડા, યુનાઈટેડ કિંગ્ડમ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના રાજકારણીઓ છે. અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, યુકેના ચાન્સેલર ઓફ એક્સચેકર રીશી સુનાક અને યુકેના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ કેટલાંક મહત્ત્વના હોદ્દા સંભાળે છે.
આયર્લેન્ડનાં છેલ્લાં વડા પ્રધાન લીઓ વરદકર હતા. તેમના પિતા ભારતના મહારાષ્ટ્રના છે. પોર્ટુગલના હાલના વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટા પણ મૂળ ભા્રતીય છે. તેમના પિતાનો પરિવાર ગોવાનો છે. નેધરલેન્ડ અથવા હોલેન્ડમાં ભારતીય મૂળના લગભગ ૨૪૦,૦૦૦ લોકો છે. તેમાંનાં ઘણાં સૂરીનામની ડચ કોલોનીના છે. હંગેરી, પોલેન્ડ, ઝેક રિપબ્લિક અને ક્રોએશિયા જેવા રસિયા અને યુરોપિયન દેશોને હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ખૂબ રસ છે. આગામી વર્ષોમાં આ દેશોને ભારત સાથે પણ મજબૂત સંબંધો હશે. મેક્સિકો, ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને પનામા જેવા લેટિન અમેરિકન દેશોમાં ભારતની હાજરી વધી રહી છે.
ઈઝરાયલમાં ભારતીય મૂળના અંદાજે ૯૦,૦૦૦ યહૂદીઓ રહે છે. ભારત માટે તેમને ખૂબ સ્નેહ છે. યુનાઈટેડ આરબ અમીરાતમાં ભારતીય મૂળનાં ૩,૪૨૯,૦૦૦ લોકો છે જે કુલ વસતિના ૩૮ ટકા જેટલાં છે.
આ તમામ દેશોમાં ટોચના રાજકારણીઓ ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં મૂળ ભારતીય લોકો મિનિસ્ટરો, એમ્બેસેડર્સ તરીકે અને અન્ય ઘણાં ક્ષેત્રોમાં ફરજ બજાવે છે.
ઉપસંહાર
ભારત વૈશ્ર્વિક સત્તા તરીકે ઉભરી રહ્યું છે તેવામાં ભારતીય ડાયસ્પોરા દેશના એમ્બેસેડર્સ છે અને રહેશે. ભારત અને ડાયસ્પોરા વચ્ચેની આ ભાગીદારી જે દેશોમાં ડાયસ્પોરા રહે છે તેના ભોગે નહીં હોય. ભારતીયો જે સિદ્ધાંતો પર કાર્ય કરશે તે વસુધૈવ કુટુંબકમ – સમગ્ર વિશ્વ એક પરિવાર છે તેવી ભાવના પર આધારિત હશે. વડા પ્રધાન મોદીની સરકાર ડાયસ્પોરા કોમ્યુનિટી સાતે મજબૂત મૈત્રી બનાવવામાં ખૂબ આગળ નીકળી ગઈ છે અને ડાયસ્પોરાએ પણ તેટલું જ આગળ વધીને સારો પ્રતિભાવ આપ્યો છે. ભારતીય ડાયસ્પોરા દ્વારા દર વર્ષે ભારતમાં મોકલવામાં આશરે ૭૮.૬ બિલિયન ડોલર મોકલવામાં આવે છે. ઈતિહાસને બદલવા માટે આપણને મજબૂત વિઝનની જરૂર છે અને તેને માટેનો સમય આવી ગયો છે. કદાચ NRI શબ્દને પડતો મૂકીને વિશ્વ ભારતીય કરવો જોઈએ.

