ભારતની આઝાદીઃ અધ્યાય બીજો, જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ

તારેક ફતેહ Wednesday 14th August 2019 03:09 EDT
 
 

ભારતના મુસ્લિમ બહુમતી ધરાવતા એક માત્ર રાજ્ય જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને ભારત સરકારે નાબૂદ કરી દેવાની સાથે જ ભારતીય ઉપખંડમાં મહત્ત્વનો બદલાવ આવ્યો છે. આમ કરવામાં ભારતે ૧૦૦૦ વર્ષોના આરબ, તુર્કી, પર્શિયન અને અફઘાન ઈસ્લામિક આક્રમણો તેમજ અળસિયાની હાલતમાં ફેરવી દેનારા પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને બ્રિટિશ સંસ્થાનવાદ પછી તેની વજ્ર છાતીનું પ્રદર્શન કર્યું છે. ભારતે આજે હિમાલય જેવાં ઉન્નત મસ્તક સાથે બંગાળ ટાઈગર જેવી રોબદાર ચાલ દર્શાવી છે.

પાકિસ્તાને અપેક્ષા મુજબ જ ભારતના ઈસ્લામવાદીઓના બની બેઠેલા ગોડફાધરની જેમ જ આ પગલા સામે જોરદાર વિરોધ દર્શાવ્યો છે. દેશની મિલિટરીનું સમર્થન ધરાવતા વડા પ્રધાન ઈમરાન ખાને તો ભારત પોતાની સાર્વભૌમ ધરતી પર લીધેલા પગલાને રદ ન કરે તો આડકતરી રીતે અણુહુમલાની ખોખલી ધમકી પણ આપી દીધી હતી. ખાને પાકિસ્તાની પાર્લામેન્ટના સંયુક્ત સત્ર સમક્ષ ગર્જના સમાન ખોંખારીને કહ્યું હતું કે,‘જો આપણે લોહીના આખરી બુંદ સુધી યુદ્ધ ખેલીશું તો તે યુદ્ધમાં કોણ જીતશે? તેમાં કોઈનો વિજય થવાનો નથી અને આ યુદ્ધથી સમગ્ર વિશ્વ માટે ગંભીર પરિણામો સર્જાશે.’ વિશ્વવ્યાપી અણુપ્રલયની પોતાની ધમકીને હળવી બનાવતા હોય તેવા સૂરમાં ખાને ભારપૂર્વક ઉમેર્યું હતું કે, ‘આ આણ્વિક બ્લેકમેઈલ નથી.’ જોકે, તેમની આવી ધમકીથી કોઈ મૂર્ખ બન્યું હોય તેમ જણાતું નથી.

આ પછી ખાન વંશીય કાર્ડ ખેલવામાં પાછા પડ્યા નથી. તેઓ કહે છે,‘ તેમણે (ભારત સરકારે) કાશ્મીરમાં જે કર્યું તે પોતાની કટ્ટર વિચારધારા હેઠળ જ કર્યું છે. તેમની વિચારધારા રેસિસ્ટ છે... જે હિન્દુઓને અન્ય ધર્મોથી પણ ઉપર મૂકે છે અને અન્ય ધાર્મિક સમૂહો પર દમનકારી રાજ્યની સ્થાપના કરવા ઈચ્છે છે.’

ભારતની કાર્યવાહી તેના બંધારણના બે આર્ટિકલ્સમાં બદલાવ મારફત કરવામાં આવી છે જેને દેશની પાર્લામેન્ટના બંને ગૃહમાં સંમતિ પણ પ્રાપ્ત થઈ છે. પાકિસ્તાનને અણુયુદ્ધની ધમકી આપવા તરફ દોરી જનારી આ હકીકત જ આપણને જણાવે છે કે શા માટે પાકિસ્તાનને વિશ્વ શાંતિ સામે ગંભીર ધમકી સમાન આતંકવાદનો સત્તાવાર સ્પોન્સર ગણવામાં આવે છે. એટલું જ નહિ, આ દેશના લશ્કરી શાસન હેઠળ એક સમયના સ્વતંત્ર દેશ બલોચિસ્તાનમાં તે પોતાના જ નાગરિકોનો નરસંહાર કરનારો પણ છે.

ભારતના ઈતિહાસની એક વિલક્ષણતા છે. સમગ્ર વિશ્વમાં ૭મી અને ૮મી સદીઓમાં ઈસ્લામિક વિસ્તારવાદના પગલે ભાંગી પડેલી પર્શિયન અને ઈજિપ્શિયન સભ્યતાઓથી વિપરીત ભારતનો હિન્દુ સમાજ પોતાનું અસ્તિત્વ જાળવી શક્યો છે. આરબ લૂંટારા મુહમ્મદ બિન કાસિમ અને તે પછી તામેરલેન અને મોગલ જેવા આક્રમણકારી લૂંટારાઓના હાથે ૫૦૦૦ વર્ષ પ્રાચીન સિંધુ ખીણ (ઈન્ડસ વેલી) સભ્યતામાંથી હિંદુત્વનું નામનિશાન મિટાવી દેવાયાના પ્રયાસો થયા તેમજ તે પછીના સમયમાં બ્રિટિશરો દ્વારા ભારતની સમૃદ્ધિ અને અમૂલ્ય સ્રોતોની લૂંટ ચલાવાયા છતાં આમ થઈ શક્યું છે.

આખરે ૧૯૪૭માં ભારતને છોડી ગયા ત્યારે બ્રિટને ભારતની પ્રાચીન ભૂમિને ત્રણ હિસ્સામાં વિભાજિત કરી નાખી, જેના પગલે પશ્ચિમ અને પૂર્વ દિશાની સરહદે પાકિસ્તાનના ઈસ્લામિક રાષ્ટ્રનો ઉદ્ભવ થયો હતો. દેખીતી રીતે, કાગળ પર તો ભારતને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે આઝાદી પ્રાપ્ત થઈ હતી પરંતુ, વાસ્તવમાં પ્રાચીન લૂંટાયેલી ભૂમિને પાંચ ઓગસ્ટ, સોમવારે જ આઝાદી હાંસલ થઈ છે.

પોતાની મુસ્લિમ લઘુમતી પ્રજા તરફ કલ્યાણની ભાવના અને સદવર્તન સાથે ભારતને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બનાવવા સાથે હિન્દુ નેતાઓએ પોતાની જાતને તેમના વારસા-ધરોહરથી અળગી રાખી હતી. નોંધવાલાયક બાબત તો એ છે કે ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન પયગમ્બર મોહમ્મદના પ્રત્યક્ષ વંશજ હોવાનો દાવો કરતા મક્કાના એક પરિવારમાંથી આવ્યા હતા.

વાસ્તવમાં, ભારત એકમાત્ર એવી મોટી સભ્યતા ધરાવતું રાષ્ટ્ર છે જ્યાં તમને વ્યવસ્થિતપણે પોતાની જ સભ્યતાની ધરોહરની ઘૃણા કરવાનું અને તેનો વિનાશ કરવા આવેલા આક્રમણખોરોનો મહિમા ગાવાનું શીખવવામાં આવે છે. અને આ મૂર્ખતા કે વિચિત્રતાને ‘સેક્યુલારિઝમ’ નામે ઓળખવામાં આવે છે.

ભારતની આદિકાલીન અને સ્વદેશી વસ્તીના હિન્દુ વારસાના અધિકારો માટે અવાજ ઉઠાવનારા, પોતાના પ્રાચીન વેદિક શાસ્ત્રોનું ગૌરવ ધરાવનારાઓના માથા પર ‘અતિ જમણેરી-કટ્ટર હિન્દુ રાષ્ટ્રવાદી’નું કલંકિત લેબલ લગાવી દેવાય છે. બીજી તરફ, ‘ગાઝવા-એ-હિન્દ’ના આરબ સિદ્ધાંત હેઠળ ભારતના સંપૂર્ણ ઈસ્લામિકરણની તેમજ દરેક હિન્દુ મંદિરોને તોડી પાડવા સાથે વિનાશ કરવાની હિમાયત અથવા પ્રચાર કરનારાઓને પોતાના ધર્મનું પાલન કરવાના ‘અધિકાર’ હોવાની દલીલ હેઠળ આવી ઘૃણા કરવાની છૂટ મળે છે.

પરંતુ, બોબ ડાયલનના શબ્દોમાં કહીએ તો ‘સમય, હવે પરિવર્તન પામે છે.’ ભારતે આખરે તેની ધરોહરની ખરાબ મશ્કરી કરનારા અને તેને નુકસાન પહોંચાડનારા તત્વોની સાંકળોમાંથી આઝાદી હાંસલ કરી છે.

આ નવી આઝાદી હેઠળ ભારતના હિન્દુઓ, મુસ્લિમો, શીખો અને ખ્રિસ્તીઓ કાયદાની સમક્ષ એકસમાન બની રહેશે અને ‘વિશેષ દરજ્જા’ના પડદા પાછળ સંતાઈ શકશે નહિ.

(તારેક ફતેહ પાકિસ્તાની-કેનેડિયન જર્નાલિસ્ટલેખકબ્રોડકાસ્ટરસેક્યુલારિસ્ટ અને ઉદારવાદી કર્મશીલ હોવા સાથે સમલૈંગિકોના અધિકારોશરીઆ કાયદાના વિરોધ તેમજ ઈસ્લામના ઉદાર અને પ્રગતિશીલ ચહેરાના પ્રખર હિમાયતી છેતેઓ પોતાની ઓળખ ‘પાકિસ્તાનમાં જન્મેલા ભારતીય અને ઈસ્લામમાં જન્મેલા પંજાબી’ તરીકે આપે છેઆ લેખ કેનેડાના ટોરોન્ટો સન અખબારમાં ‘’India wins freedom 2.0 ના મથાળા સાથે પ્રસિદ્ધ કરાયો હતો.

મુસ્લિમ કેનેડિયન કોંગ્રેસના સ્થાપકકોમ્યુનિકેશન ઓફિસર અને પ્રવક્તા તારેકે ઓન્ટારિયો ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી સાથે સંકળાઈને પ્રીમિયર બોબ રાએના સ્ટાફમાં પણ કામ કર્યું છે અને ૧૯૯૫ની પ્રાંતિય ચૂંટણીમાં સ્કારબરો નોર્થમાંથી ઉમેદવારી કરી હતી પરંતુસફળ થયા ન હતાતારેક ભારતની ઝી ન્યૂઝ ચેનલ પર હિન્દી ટોક શો ‘ફતેહ કા ફતવા’ના હોસ્ટ રહ્યા છેજેમાં મુસ્લિમો દ્વારા ઈસ્લામિક માન્યતા-રીતરિવાજોઈસ્લામિક ત્રાસવાદ સહિતના મુદ્દાઓ પર પેનલ ચર્ચા થતી હતીરુઢિચૂસ્ત મુસ્લિમો દ્વારા શો બંધ કરાવવા કાનૂની કાર્યવાહીઓફતેહના માથા સાટે ઈનામ સહિતની ધમકીઓ પછી આ શો બંધ કરાયો હતોપાકિસ્તાનની ખુલ્લેઆમ ટીકા કરવા માટે જાણીતા તારેકને તે દેશમાં જાહેર પ્રવચનો કે લેક્ચર આપવા પર પ્રતિબંધ ફરમાવાયેલો છે. )


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter