ભારતનું નવું સંસદ ભવનઃ ભારતવર્ષ બનવા તરફ આગેકદમ

કપિલ દૂદકીઆ Tuesday 30th May 2023 14:44 EDT
 
 

આ દિવસ હતો 2023ની 28 મેનો જ્યારે ઈન્ડિયાએ આખરે ભારતવર્ષ બનવા તરફ પ્રથમ કદમ ઉઠાવ્યું. ભારતના ઈતિહાસમાં આ કેવો અતુલનીય દિવસ હતો જ્યારે સમગ્ર રાષ્ટ્ર નવા પાર્લામેન્ટ બિલ્ડિંગ – સંસદ ભવનના ભવ્ય ઉદ્ઘાટનનુ સાક્ષી બની રહ્યું. જેઓ આ ઉદ્ઘાટનને જીવંત નિહાળવા સદનસીબ રહ્યા તેમના માટે હું એક બાબત ચોક્કસપણે કહી શકીશ કે તમારા દરેકના દિલની ધડકનો વંદે માતરમના તાલ સાથે તાલ મિલાવી રહી હશે.

બ્રિટિશર્સ પાસેથી સ્વતંત્રતા હાંસલ કર્યાના 75 વર્ષ પછી ભારતે દિલ્હી પરની સંસ્થાનવાદી પકડનો આખરે અંત લાવી દીધો છે. લૂટ્યેનવાળા તો બેબાકળા, પરેશાન થઈ ગયા પરંતુ, ભારતવાસીઓ આખરે એ જાણકારી સાથે ઉન્નત મસ્તકે ઉભા રહી શકશે કે ધાર્મિક લોકશાહીની સાચી બેઠકે એવું સ્થાન મેળવ્યું છે જે તેની પૈતૃક ધરોહરને સુસંગત હોય. આ દિવસ પણ ઘણો વિશિષ્ટ જ હતો. શું તમે જાણો છો કે આ જ દિવસે 1964માં નેહરુના અંતિમ સંસ્કાર કરાયા હતા અને આ જ દિવસે 1883માં વીર સાવરકરનો જન્મ થયો હતો? મારા મિત્રો, ઈતિહાસ જ્યારે આવશ્યકતા જણાય ત્યારે કર્મને સમતોલ કરવાનો માર્ગ શોધી જ લે છે.

જર્મનીથી પ્રોફેસર એન જ્હોન કામે તેને સરસ રીતે સમજાવતું ટ્વીટ કર્યું છે કે, ‘ભારતની નવી સંસદ સત્તાવાર રીતે નેહરૂ યુગનો અંત લાવવા સાથે જ આધુનિક, શક્તિશાળી અને આત્મનિર્ભર ભારતના નવા યુગના આરંભનું પ્રતીક છે. હું આ મહાન પળ અને સમૃદ્ધ ભવિષ્ય માટે પ્રત્યેક ભારતીયને અંગત રીતે અભિનંદન પાઠવું છું. આગળ વધો અને જગત પર શાસન કરો.’

આપણા ઘરઆંગણે, FISIUK (ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસા ઈન્ટેલ યુકે - Friends of India Soc Intl UK) દ્વારા ટ્વીટ કરાયું છે કે, ‘નવી પાર્લામેન્ટ નવા ભારત સાથે રણકાર કરે છે. ભારતને લાંબા સમયથી મહાનતાની ઊંચાઈએ પહોંચાડવામાં યોગદાન આપનારા પ્રત્યેક ભારતીયના સખત પરિશ્રમનું તે પ્રતિબિંબ પાડે છે. આપણે ઈચ્છીએ કે લોકશાહીનું આ મંદિર વડા પ્રધાન મોદી દ્વારા પ્રેરિત -ગતિશીલ સાચા લોકશાહી મૂલ્યો સાથે સમગ્ર વિશ્વને પ્રકાશિત કરતા રહેવાનું યથાવત રાખે.’

આ ઈવેન્ટ એટલો જબરજસ્ત હતો કે ખુદ શાહરૂખ ખાનને પણ માનવીય સંવદનાઓનાં મોજાં-લહેરો પર સવાર થવાની ફરજ પડી. તેણે ટ્વીટ કર્યું છે કે, ‘આપણા બંધારણની મર્યાદા જાળવતા તેમજ આ મહાન રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરતા અને દેશના લોકોની વૈવિધ્યતાનું રક્ષણ કરતા લોકો માટે આ નવું સદન કેવું ભવ્ય છે. પાર્લામેન્ટનું આ નવું સદન નવા ભારત માટે છે એટલું જ નહિ ભારતના ગૌરવના સદીઓ પુરાણા સ્વપ્ન સાથેનું છે. જય હિન્દ!’ શાહરૂખ ખાન તમને પણ જય હિન્દ અને હવે તમારા હોઠ પર જય હિન્દ રમતું રહે તેવી આશા.

લોર્ડ રેમી રેન્જરે ટીપ્પણી કરી છે કે, ‘આની સાથે સંસ્થાનવાદી ભૂતકાળનો અંત આવે છે અને નૂતન ભારતનો આરંભ થાય છે. સાર્વભૌમ રાષ્ટ્ર દ્વારા નિર્મિત ઈમારત ભારતના ઉજ્જ્વળ અને આશાપૂર્ણ ભારતના ભવિષ્યની કથા કહેશે.’

મિડવેસ્ટ ભારત માટે ઈઝરાયેલના કોન્સલ જનરલ કોબી શોશાનીએ સરસ કહ્યું હતું કે, ‘નવા પાર્લામેન્ટ ભવનના ઉદ્ઘાટન બદલ ભારતના લોકો અને વડા પ્રધાાન મોદીને હાર્દિક અભિનંદન. આ ભવ્ય સમારોહમાં જ્યુઈશ પ્રાર્થનાઓનું પઠન થતું જોઈને ભારે રોમાંચ થયો. લોકશાહી અમર રહો.’

મને જરા પણ આશ્ચર્ય નથી થયું કે આપણે માત્ર ભારતમાં જ આવા ગૌરવનું પ્રદર્શન નિહાળી રહ્યા નથી, સમગ્ર વિશ્વમાં તેનું પ્રદર્શન થઈ રહ્યું છે. એક વાત યાદ રાખશો, ભારત માટે આ પ્રભાવશાળી દિવસની અવમાનના થાય, નીચાજોણું થાય તે માટે શ્રેષ્ઠ પ્રયાસો કરનારા લોકો પણ હંમેશાં જોવા મળશે. પરંતુ, આપણા જેવા સાચા ભારતીય માટે તો એ દેશ માટે ભવ્ય ગૌરવ જ રહેશે જેણે તેના અતિ ભવ્ય ભૂતકાળમાં ધરબાઈ ગયેલાં ઉજ્જવળ ભવિષ્યની ખોજ તરફ આગેકદમ માંડ્યા છે. મને ભય છે કે જે લોકોએ આ ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનું પસંદ કર્યું છે તેઓ માટે તેમની વિવેકબુદ્ધિની હંમેશાં યાદ રહેનારી ભૂલ બની રહેશે પરંતુ, ઈતિહાસ તેમની અને તેમના સંબંધિત પક્ષોની દેશ પ્રત્યે દ્રોહ-દગાબાજીની અવશ્ય નોંધ લેશે.

સંસદ ભવનના ઉદ્ઘાટન દરમિયાન, મહાનતા, પ્રભાવ અને શાન દર્શાવતી ઘણી પળો હતી પરંતુ, એક ક્ષણ હંમેશાં માટે મારા દિલોદિમાગમાં જડાયેલી રહેશે. જ્યારે વડા પ્રધાન મોદીએ અત્યંત આદર, સંપૂર્ણ પ્રતિબદ્ધતા અને રાષ્ટ્ર પ્રતિ નિરપેક્ષ સમર્પણભાવ દર્શાવવા ‘સેંગોલ’ની સમક્ષ ‘સાષ્ટાંગ પ્રણામ’ કર્યા એ પળ યાદગાર બની રહી. મારા માટે આ એ વડા પ્રધાન હતા જેમના જીવનના પ્રત્યેક શ્વાસ રાષ્ટ્રને સમર્પિત છે.

હવે કોઈકનું પ્રસિદ્ધ કથન જોઈએ, ‘ભારત તો માનવજાતનું પારણું છે, માનવ વાણીનું જન્મસ્થળ છે, ઈતિહાસની માતા છે, દિગ્ગજોની દાદીમા છે અને પરંપરાઓની પરદાદી છે. માનવજાતના ઈતિહાસમાં આપણી સૌથી મૂલ્યવાન અને સૌથી વધુ જ્ઞાનોપદેશક સાહિત્યસામગ્રીનો ખજાનો માત્ર ભારતમાં જળવાયેલો છે.’

આજે આ ઈન્ડિયાએ તેનો ભારત વર્ષનો વારસો શોધી પુનઃસ્થાપિત કર્યો છે. જય હિન્દ.

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter