ભારતમાતાના ગૌરવની રક્ષા માટે સજ્જ સંતાનો

રુચિ ઘનશ્યામ Wednesday 26th May 2021 06:04 EDT
 
 

મેં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળના ભાગ તરીકે વિદેશમાં સત્તાવાર મુલાકાતોમાંની એક મુલાકાતમાં એક રસપ્રદ કથા સાંભળી હતી. આ વાત ભારતીય મૂળના નિવૃત્ત રાજકીય નેતાએ વર્ણવી હતી. કેટલાક વર્ષો અગાઉ, બંધબારણે યોજાએલી એક બહુપક્ષીય (અનેક દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ સાથેની) બેઠકમાં ભારતની પશ્ચિમના પડોશીના પ્રતિનિધિએ અતિ બદનક્ષીકારક પણ ભારતના ખોટા ઉલ્લેખ સાથે ટીપ્પણી કરી હતી. બેઠકમાં ઉપસ્થિત ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી બાજપાઈએ ઉત્તરના અધિકાર માટેનો પોતાનો ફ્લેગ ઊંચો કર્યો નહિ પરંતુ, અન્ય ત્રણ દેશના પ્રતિનિધિઓએ ઉત્તર વાળવા પોતાના ફ્લેગ ઊંચા કર્યા તથા સંતોષકારક અને વિસ્તૃત પ્રતિભાવો આપ્યા. બેઠક પછી આ ત્રણ દેશના પ્રતિનિધિઓ અટલજી પાસે આવ્યા અને તેમણે ભારતવિરોધી ટીપ્પણીનો પ્રતિભાવ શા માટે ન આપ્યો તેવો પ્રશ્ન કર્યો. અટલજીએ સુંદર ઉત્તર આપતા કહ્યું કે, ‘ભારતમાતાના ઘણા પુત્રો (અને પુત્રીઓ) તેના ગૌરવનું રક્ષણ કરવા તૈયાર છે.’

ગત થોડાં મહિના દરમિયાન મેં કોવિડ-૧૯ના આક્રમણ સામે લડવા ભારતમાં કરી રહેલા પ્રયાસોમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાન વિશે ઘણી વખત લખ્યું છે. પોતાની માતૃભૂમિથી બહાર વસતા ભારતમાતાના સંતાનો આ લડાઈમાં મૂક પ્રેક્ષક કે દર્શક બની રહ્યા નથી. મહામારીની શરુઆતમાં હું લંડન હતી. યુકેમાં લોકડાઉન લદાયા પછી તરત મને મારાં ડોક્ટર તરફથી ફોન આવ્યો હતો. ગુજરાતમાં મૂળ ધરાવતા આ નિષ્ણાત ફીઝિશિયનને યુકે અને ભારત વચ્ચે સહકાર અને માહિતીના આદાનપ્રદાન થઈ શકે તે માટે ઈમ્પિરિયલ કોલેજ ઓફ યુકેના સંશોધકો અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સંબંધિત નિષ્ણાતો વચ્ચે કડી સાધવામાં મારી મદદની જરુર હતી. મેં BAPIO અને ભારતીય કોમ્યુનિટીની સંસ્થાઓની ભૂમિકા વિશે પણ લખ્યું છે.

ભારતમાં કોવિડની બીજી લહેરમાં કેસીસમાં ભારે ઉછાળો અને પરિણામસ્વરુપ હેરાનગતિ-ત્રાસના સમયમાં ભારતીય ડાયસ્પોરા મહામારી સામે ભારતના પ્રયાસોમાં સાથ આપવા આગળ આવ્યા છે. ચેરમેન લોર્ડ કરણ બિલિમોરિયાની આગેવાનીમાં કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીઝ (CBI) પણ આ પ્રયાસોમાં સાથ આપી રહેલ છે. ગ્લોબલ રિકવરી મૂળ સ્વરુપમાં આવે તેની ચોકસાઈ રાખવા CBI યુકે બિઝનેસીસ અને વેપારી સંગઠનોને ભારતીય કંપનીઓને સપોર્ટ કરવા એક કરી રહેલ છે. કટોકટીમાં યુકેમાં તેમણે જે કર્યું તેવી જ રીતે સમગ્રતયા પ્રયાસોમાં જોડાવા સંખ્યાબંધ કંપનીઓ અને વેપારી સંગઠનોના સંપર્કમાં છે. તેમણે કહ્યું હતું કે CBIનું લક્ષ્ય સમગ્રતયા પ્રતિભાવને વધારવામાં મદદ કરવાનું અને ભારતની જરુરિયાતોને સુસંગત ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ પ્રયાસમાં CBI બ્રિટિશ એશિયન ટ્રસ્ટ સાથે મળીને કાર્યરત છે.

ભારતીયો સદીઓથી સમુદ્રો પર વહાણવટું કરતા આવ્યા છે. સિંધુ ખીણ અને હડપ્પા સંસ્કૃતિ મારફત દૂરદૂરની ભૂમિમાં વેપાર કરાતો હોવાના પુરાવાઓ પણ સાંપડ્યા છે. ભગવાન બુદ્ધના ઉપદેશો છેક જાપાન સુધી ફેલાયા છે. સમુદ્રોની પેલે પાર વેપાર કરનારા ભારતીય વેપારીઓ થકી આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે સાઉથઈસ્ટ એશિયામાં હિન્દુઈઝમનો પ્રસાર થયો હતો.

દક્ષિણ ભારતમાં પલ્લવ અને ચોલા સામ્રાજ્યોએ સાઉથઈસ્ટ એશિયામાં ભારતીય સંસ્કૃતિના પ્રસારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચોલા વંશનું નૌકાદળ સમગ્ર એશિયામાં મજબૂત દરિયાઈ અને રાજદ્વારી શક્તિ હતું અને તેના શિખરકાળે નીલાં જળમાં અદ્વિતીય ક્ષમતાઓ સાથે સૌથી મોટું નૌકાદળ હતુ અને કહેવાય છે તેમ તેના નાવિકો-કર્મચારીની સંખ્યા દસ લાખની હતી. હજુ થોડા વર્ષો અગાઉ જ ભારતીયોને મહાસાગરોની પાર, પૂર્વના ફિજીથી પશ્ચિમમાં  ગુયાના અને સુરિનામ સુધી દૂરસુદુરની ભૂમિ પર વેઠિયા મજૂરો તરીકે લઈ જવાયા હતા. આધુનિક કાળમાં ભારતીયો વધુ સમૃદ્ધિની શોધમાં સ્થળાંતર કરતા રહ્યા છે. સમગ્ર ઈતિહાસમાં ભારતીયો વેપાર, કામ અથવા તો સારા જીવન માટે સમગ્ર વિશ્વનું ખેડાણ કરતા રહ્યા હોવાનું જણાય છે. આજે ભારતીય ડાયસ્પોરા સમગ્ર વિશ્વમાં મજબૂત હાજરી ધરાવે છે.

યુકેમાં ભારતીય ડાયસ્પોરા વિધેયાત્મક ઊર્જાના સતત પ્રવાહ મારફત બે દેશોને જોડતા ‘જીવંત સેતુ’નું નિર્માણ કરે છે. હાઈ કમિશન ઓફ ઈન્ડિયા અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના સહયોગમાં ગ્રાન્ટ થોર્નટન યુકેના ૨૦૨૦ના રિપોર્ટમાં જણાવાયું છે કે ૧૦૦,૦૦૦ પાઉન્ડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ૬૫૪ કંપનીઓએ સંયુક્ત વાર્ષિક ૩૬.૮૪ બિલિયન પાઉન્ડના ટર્નઓવર સાથે યુકેમાં ૧૭૪,૦૦૦થી વધુ લોકોને નોકરીઓ પૂરી પાડી હતી.

અટલજીએ આ વૈશ્વિક ડાયસ્પોરાનો ઉલ્લેખ ‘ભારતમાતાના સંતાનો’ તરીકે કર્યો હતો. વિશ્વના કોઈ પણ હિસ્સાને તેઓ ઘર કહેતા- માનતા હોઈ શકે પરંતુ, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂળિયાં માટે તેમની નજર ભારત તરફ જ રહેશે. માતૃભૂમિથી અલગ થયાને કેટલી પેઢીઓ વીતી ગઈ હશે તેને ધ્યાનમાં રાખ્યા વિના જ બહુમતી લોકો આજે પણ ભારતમાં તેમના ભાઈબહેનોના દુઃખ અને પીડાને અનુભવી શકે છે. આજ લાગણી આવા સહાયક પ્રયાસોને ગતિશીલ બનાવે છે.

ભારત તેના ડાયસ્પોરા માટે મજબૂત છે, મજબૂતપણે તેમના સાંસ્કૃતિક વારસા સાથે મૂળથી જોડાયેલું છે.

 (રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter