ભારતની કર્ણાટક હાઈ કોર્ટે શાળાના યુનિફોર્મ મુદ્દે શૈક્ષણિક સંસ્થાની જાહેર કરાયેલી નીતિથી વિરુદ્ધ મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાનો અધિકાર છે કે કેમ તે મુદ્દે અભૂતપૂર્વ ચુકાદો આપીને ઈતિહાસ રચ્યો છે. હાઈ કોર્ટનો ચુકાદો સ્પષ્ટ હોવાં સાથે દૂરદર્શી પણ છે. નામદાર જજીસે ચુકાદો આપ્યો છે કે હિજાબ પહેરવો તે ‘ઈસ્લામ ધર્મમાં આવશ્યક ધાર્મિક પ્રથા કે રિવાજ-વ્યવહાર નથી’ અને આ સાથે તેમણે મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરાયેલી અનેક પિટિશન્સ ફગાવી દીધી હતી. ઘણા ઈસ્લામિક વિદ્વાનો જે કહેતા આવ્યા છે કે ઈસ્લામમાં સ્ત્રીઓ માટે આવાં વસ્ત્રો-ગારમેન્ટ્સ પહેરવાં પડે તેવી કોઈ જ જરૂરિયાત નથી તેને આ ચુકાદો સમર્થન આપે છે. વાસ્તવમાં હિજાબ પહેરવાની બાબતને મિડલ ઈસ્ટમાં કેટલીક કોમ્યુનિટીઝમાં પાળવામાં આવતી સાંસ્કૃતિક પ્રથા સાથે વધુ સંબંધ છે.
આ ચુકાદો ભારતમાં કટ્ટરવાદીઓ માટે મોટા ફટકા સમાન છે જેઓ વેરઝેર કે ઉશ્કેરણીના બીજ વાવવાં માટે ધર્મનો ઉપયોગ કરતા રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે આ મુસ્લિમ વિદ્યાર્થિનીઓની વિશાળ બહુમતી વર્ષો સુધી હિજાબ ધારણ કર્યા વિના જ અભ્યાસ કરતી આવી છે. હકીકત તો એ પણ છે કે હિજાબ માટે લડત ચલાવી રહેલી કેટલીક છોકરીઓ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઈટ્સ પર પોતાનું ખુલ્લું-હિજાબ વિના પ્રદર્શન કરતી રહી છે. ઘણી છોકરીઓએ લોકોમાં આકર્ષણ ઉભું કરવાં પોતાની લેટેસ્ટ હેરસ્ટાઈલ્સ, મેકઅપ લગાવવાની ટિપ્સ તેમજ વેસ્ટર્ન હોલીવૂડ સ્ટાર્સની માફક પોઝ આપેલી સંખ્યાબંધ સેલ્ફીઓ પણ મૂકેલી છે.
આ જ છોકરીઓ અચાનક જ એક દિવસ જાગી ગઈ અને તેમને સમજાયું કે તેમણે તો હિજાબ પહેરવો જ જોઈએ! આ છોકરીઓ દ્વારા નૈતિક અને વ્યાવહારિક રીતે નાદારીપૂર્ણ આ કાર્યનો અર્થ એટલો જ છે કે તેમણે પોતાનાં જ પગ પર કુહાડો મારીને પોતાનું ભવિષ્ય રોળી નાખ્યું છે. તેમણે ગુલામ બનવાનું સ્વીકારી પોતાની જાતને કેટલાક મુસ્લિમ પુરુષોને હવાલે કરી દીધી જેઓ તેમની સ્ત્રીઓ પર નિયંત્રણ રાખી તેઓ ચોક્કસ પ્રકારનું વર્તન કરે તેવો આદેશ આપતા રહે છે. તેઓ હંમેશા સ્ત્રીઓનું શોષણ કરવા અને તેમને ગુલામ બનાવી રાખવા પોતાની સત્તા કે પદનો દુરુપયોગ કરતા રહેલા મુલ્લાઓની માગણીઓ સામે ઘૂંટણીએ પડી ગઈ.
ભારતીય ડાબેરી મીડિયા (અને તેમના લાઉડસ્પીકર્સ બની રહેલા આંતરરાષ્ટ્રીય સાથી-સહયોગીઓ)ને તો ગમતું મળ્યું અને તેઓ આ બેન્ડવેગન-બાજાબારાતમાં જોડાઈ ગયા. મુસ્લિમ મત હાંસલ કરવાનો એક માત્ર રસ ધરાવતા કેટલાક રાજકારણીઓ પણ શા માટે પાછળ રહે, તેઓ પણ સામેલ થઈ ગયા.
સ્વાભાવિકપણે આ મુદ્દો કોર્ટ સમક્ષ જવાનો જ હતો અને માનનીય જજીસે તેમના 129 પેજના જજમેન્ટમાં સ્પષ્ટ કરી જ દીધું કે હિજાબ પહેરવો તે ઈસ્લામનું આવશ્યક કે અંગભૂત તત્વ ‘નથી’.
વેસ્ટર્ન વોક્સ- કહેવાતા જાગૃતો પોતાની ગેરમાહિતીનો ધોધ વહાવવાના પ્રયાસોમાં લાગી જાય તેના સંદર્ભમાં આ જાણી લેવું આવશ્યક છે. ઓસ્ટ્રિયા, ફ્રાન્સ, બેલિજિયમ, ડેનમાર્ક, બલ્ગેરિયા, ધ નેધરલેન્ડ્સ (પબ્લિક સ્કૂલ્સ, હોસ્પિટલ્સ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં), જર્મની (કેટલાક રાજ્યોમાં અંશતઃ પ્રતિબંધ), ઈટાલી (કેટલાક વિસ્તારોમાં), સ્પેન (કેટેલોનિયાના કેટલાક વિસ્તારોમાં) અને યાદી લાંબી છે તેવા યુરોપિયન દેશોમાં બુરખા પર સંપૂર્ણ અથવા અંશતઃ પ્રતિબંધો દાખલ કરેલા છે. વાસ્તવમાં, ખુદ યુરોપિયન કોર્ટે પણ આવા પ્રતિબંધો કાયદેસર હોવાનો ચુકાદો આપ્યો છે.
હિજાબ મુદ્દે પ્રસરેલા ગાંડપણની કોઈ સીમા નથી. શું તમને એ ખબર છે કે ‘વર્લ્ડ હિજાબ ડે-World Hijab Day’ જેવું પણ કશું છે! હા, તમે પ્રયાસ કરો તો પણ આ બાબતે કશું કરી શકો નહિ. આંતરરાષ્ટ્રીય સમુદાય મુસ્લિમ મહિલાઓને ગુલામ બનાવવા એકસંપ થઈ ગયો છે અને આવી ગુલામીની ઉજવણી પણ કરે છે. સદ્નસીબે આવા પાગલપન સામે લડનારા પણ કેટલાક લોકો છે. ‘વર્લ્ડ હિજાબ ડે’નો પ્રતિસાદ આપવા કેનેડાના માનવાધિકાર કેમ્પેઈનર યાસ્મિન મોહમ્મદે ‘હિજાબને દૂર કરવા સામાજિક નિંદા અને સત્તા-સ્ટેટની ઉપેક્ષા કે સામનો કરનારી મહિલાઓને બિરદાવવા’ માટે 2018માં #NoHijabDay કેમ્પેઈન શરુ કર્યું હતું.
ભારતીય અદાલતોએ પોતાના ચુકાદાઓમાં (જેમ કે ટ્રિપલ તલાકના કાયદા) પુરુષોની ગુલામીની જુલ્મી-દમનકારી નિશાની નહિ પહેરવાને કાનૂની સમર્થન પુરું પાડી મુસ્લિમ મહિલાઓને સશક્ત બનાવી છે. આ એક સાદા ચુકાદા સાથે તેણે લાખો મુસ્લિમ મહિલાઓને આઝાદી બક્ષી છે.
મહિલાઓને ચૂપ કરાવવાની સંસ્કૃતિ અને સમુદાયની સાંકળોને સ્ત્રીઓ દ્વારા કરાયેલી પસંદગી તરીકે નિહાળવી ન જોઈએ. સેંકડો વર્ષોના બ્રેઈનવોશિંગ પછી તેઓ હિજાબ પહેરે છે કારણકે તેમના પુરુષોએ તેમને પોતાની માલિકીની ચીજો બનાવી દીધી છે.
યાસ્મિન મોહમ્મદના શબ્દોમાં કહીએ તો,‘બધા મુસ્લિમો સંસ્કૃતિના સહભાગી છે તેવો કરાતો વ્યાપક વિચાર દુઃખની બાબત છે. ના, તેઓ સહભાગી નથી. તેમના દરેક પાસે અલગ સંસ્કૃતિ છે જેના પર ઈસ્લામનું આવરણ છવાયેલું છે એ જ રીતે જ્યારે દરેક છોકરીનું વ્યક્તિત્વ હિજાબથી ઢંકાઈ જાય છે જેથી તેઓ બધા એકસમાન દેખાવા લાગે.’
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


