ઈન્ડો - કેનેડિયન હોવાથી અને લીબરલ પાર્ટીના આજીવન સમર્થક હોવાના નાતે મને દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતની આંતરિક બાબતોમાં દખલ દેવા બદલ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સામે સખત વાંધો છે. ભારતની સરકારને તેના મતદારોએ બહુમતીથી ચૂંટેલી છે. ટ્રુ નોર્થ જર્નાલિઝમ તરીકે ૧૨ જૂન, ૨૦૨૦ની ન્યૂઝ સ્ટોરી મુજબ વડા પ્રધાન ટ્રુડોનું વલણ બેવડું અને શરમજનક છે. તેમણે કેનેડાના ખેડૂતોની પરિસ્થિતિની અવગણના કરી છે. પહેલા તો તેમણે કેનેડાના અનાજ ઉગાડતા ખેડૂતોની દશા પર ધ્યાન આપવું જોઈએ.
મહામારી દરમિયાન વિવિધ ઉદ્યોગોને મદદ કરવા માટે જંગી રકમનો ખર્ચ થયો હોવા છતાં ઓન્ટારિયોના ખેડૂતોનો દાવો છે કે તેમને ખૂબ નુક્સાન જવાનો અંદાજ હોવા છતાં ટ્રુડો સરકારે તેમને કોઈ મદદ કરી નથી. ખેડૂતોની હાલત પર ધ્યાન આપવાની ટ્રુડો સરકારની કોઈ ઈચ્છા ન હોવાનું જાણીને ગ્રેઈન ફાર્મર્સ ઓફ ઓન્ટારિયોના ચેર માર્કસને આઘાત લાગ્યો હતો. ભારતીય ખેડૂતો માટે જે લોકો ટોરોન્ટોમાં વિરોધ દેખાવો કરે છે તે ક્યાં છૂપાઈ ગયા હતા અને કેનેડાના પોતાના ખેડૂતો માટે કેમ કદી વિરોધદેખાવો ન કર્યા.
માનનીય વડા પ્રધાન પહેલા તો કેનેડા તરફ જુઓ અને સરકાર, RCMP, પોલીસ ફોર્સ, આર્મી, સ્પોર્ટ્સ અને મોટા કોર્પોરેશનોમાં ઉંચો હોદ્દો ધરાવતા લોકો અને રાજકીય સત્તા ધરાવતા લોકો દ્વારા તમામ સ્તરે થઈ રહેલા ભેદભાવ, મહિલાઓ – યુવતીઓ પરના જાતીય અત્યાચારથી ભરેલા કેનેડાને સ્વચ્છ કરવાની જરૂર છે. લઘુમતી જૂથો, સુશિક્ષિત ઈમિગ્રન્ટ્સ. ડોક્ટરો, કેબ ચાલકો, ફેક્ટરીઓમાં કામ કરતા અન્ય લોકો સાથે ભેદભાવ, ઓછા વેતનની નોકરીઓ, ગુરુદ્વારા, મસ્જિદો, મંદિરો, સિનેગોગ્સને નુક્સાન અને દીવાલો પર રંગભેદને લગતા ચિતરામણો, ત્રીજા વિશ્વના દેશો કરતાં પણ ખરાબ હાલતમાં જીવતા લોકોની વણકહી ગાથા, માત્ર નફા ખાતર ચાલતા ખાનગી માલિકોની માલિકીના સિનીયર સિટીઝન્સ હોમમાં બેદરકારીને લીધે કોવિડ-૧૯થી વડીલોના થતાં મૃત્યુ, ગેરકાનૂની ડ્રગ્સ, ગન્સની દાણચોરી, દેહ વ્યાપાર, હોમલેસ લોકોની સંખ્યામાં ભારે વધારો, ગરીબી, ફૂડ બેંક્સ પર નિર્ભરતા, ઘરેલુ અત્યાચાર, આપઘાતનો દર, નશીલા પદાર્થને લીધે લોકોના મૃત્યુ આ બધી બાબતો પર ધ્યાન જરૂરી છે.
કેનેડાના પ્રથમ ભૂતપૂર્વ મહિલા એટર્ની જનરલ જૂડી વિલ્સન-રેબોલ્ડોએ રેમેડિએશન એગ્રીમેન્ટ કરવા માટે કેનેડાની કંપની પર દબાણ ન કર્યું એટલે તમે તેમને હાંકી કાઢ્યા. તેઓ તેમના સિદ્ધાંતોને વળગી રહ્યા તેથી હું તેમને નમન કરું છું. તમારા ‘We Charity’ અને અન્ય કૌભાંડોને લીધે મને તમારા પર અને તમારી સરકાર પર જે માન હતું તે ઘટી ગયું છે.
ઘણાં દાયકા અગાઉ તમારા પિતા સ્વ. પીયરે ટ્રુડો ચૂંટણી પ્રચાર માટે ટોરોન્ટો આવ્યા હતા. તેઓ ખૂબ નમ્ર અને મિલનસાર સ્વભાવના હતા. સમગ્ર દુનિયાને તેમના માટે માન હતું. જ્યારે ફેબ્રુઆરી ૨૦૧૮માં તમારી બોલિવુડ સ્ટાઈલની ભારત મુલાકાત સંપૂર્ણ નિષ્ફળ હતી. તે જ તમારા અને તેમના વચ્ચેનો ભારે તફાવત દર્શાવે છે. તમારામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરમાં ટીકા કરવાની હિંમત ન હતી.
પહેલા તો તમે જો કરી શકતા હો તો કેનેડાના બેકયાર્ડ (વાડા) ની સાફસૂફી કરો. તેમાં વર્ષો લાગશે. તે પછી બીજાના વાડામાં જુઓ.
ભારતના વડા પ્રધાન, પ્રધાનો, રાજકારણીઓ અને અધિકારીઓએ પણ કેનેડાથી ક્યૂબેકની આઝાદીને સમર્થન આપ્યું. વડા પ્રધાન તમારી સરકાર લઘુમતિ છે અને તમારું નિવેદન આગામી સંઘીય ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક ચોક્કસ સમુદાયને ખૂશ કરવાની રાજનીતિ પર આધારિત છે.

