દુનિયામાં એક માત્ર દેશ કેનેડા દ્વારા ક્વિન વિક્ટોરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમનો જન્મ ૨૪ મે ૧૮૧૯ના રોજ થયો હતો. તેમના જન્મદિનની ઉજવણીએ નેશનલ હોલિડે હોય છે. આ દિવસથી કેનેડામાં બિનસત્તાવાર રીતે સમર શરૂ થાય છે અને હિમપાતવાળી રાત્રિઓ શરૂ થાય તે પહેલા મોટાભાગે હૂંફાળા વાતાવરણમાં વ્યાવહારિક નિયમ પ્રમાણે ગાર્ડનિંગ, ફૂલો, શાકભાજી વગેરે વાવવાના હોય છે. તમે તે સમય પહેલા ગાર્ડનિંગ કરીને ફૂલ – શાકભાજી વાવો તો તે નાશ પામે છે. May Two – Four લાંબુ વીકેન્ડ કેનેડિયન 24 bottles of bear કરતાં તદ્દન અલગ છે. તેની ઉજવણી મોટાભાગે બીયરથી થાય છે.
પાર્ક, બીચ પર જવાનું, કેમ્પિંગ, પીકનીક, કોટેજમાં જવાનું અને ટ્રાવેલિંગ જેવી મોટાભાગની આઉટડોર એક્ટિવિટી આ તારીખથી શરૂ થઈ જાય છે. પરંતુ, ગયા વર્ષે અને આ વર્ષે કોવિડ – ૧૯ મહામારી અને લોકડાઉનને લીધે આ પ્રવૃત્તિઓ ખૂબ મર્યાદિત પ્રમાણમાં જોવા મળી હતી. અનઓફિસિયલ સમર અને વોર્મ વેધરની અનુભુતિ લોકોને ખુશ અને આનંદી બનાવે છે.
સૌને હેપી ક્વિન વિક્ટોરિયા ડે..

