મારે કંઈક કહેવું છે - પરિવારનો મજબૂત આધાર

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા Tuesday 15th June 2021 14:18 EDT
 

હંમેશા સૌની કાળજી અને સંભાળ રાખનારા તથા પ્રેમાળ. જોકે, ગુરુઓ, પાદરીઓ, મુલ્લા, કથાકાર, લેખકો અને સમાજે તેમની ઓછી નોંધ લીધી છે. તે અપ્રસિદ્ધ હીરો એટલે કે અનસંગ હીરો છે. તેઓ પોતાના નિઃસ્વાર્થ ત્યાગ અને બલિદાનોના બદલામાં કદીયે પ્રશંસા કે કોઈ વળતા ઈનામની અપેક્ષા રાખતા નથી.

તેમના અંતરમાં પરિવાર માટે હંમેશા અપાર લાગણી હોય છે જે જોઈ શકાતી નથી. પરંતુ, અનુભવી શકાય છે.

તેઓ કદી તેમના પરિવાર માટે માન કે આદરભાવની માગણી કરતા નથી, પરંતુ, માન આપવા માટે આદેશ કરે છે. કોઈ તેમના પરિવારનું અપમાન કરવા પરિવાર પર કીચડ અથવા ગંદકી ઉછાળે તો તેઓ તેનો બચાવ કરે છે, હિમાલયની માફક પરિવારનું રક્ષણ કરે છે અને મહાભારતના અર્જૂનની માફક વળતી લડત આપે છે.

આ દુનિયામાં જીવિત અથવા હયાત નથી તેવા તમામ પિતાને હેપ્પી એન્ડ હોલી ફાધર્સ ડે.

આપના માતા અને પિતાના ચરણોમાં સ્વર્ગ રહેલું છે. ખૂબ મોંઘી ભેટ ખરીદીને ફાધર્સ ડેના કોમર્શિયલાઈઝેશનમાં ફસાશો નહીં. તેને બદલે માત્ર ફાધર્સ ડે પર જ નહીં પરંતુ, આપને જ્યારે પણ ફુરસદ મળે ત્યારે પિતા સાથે યાદગાર સમય વીતાવવો જોઈએ.

ફાધર્સ ડેની એક દિવસના પ્રસંગ તરીકે ઉજવણી કરવી જોઈએ નહીં. પરંતુ, તેની ઉજવણી વર્ષના તમામ ૩૬૫ દિવસ અને 24 x 7 થવી જોઈએ. પિતા દૂર હોય અથવા વિદેશમાં રહેતા હોય તો ફોન કોલ, વોટ્સએપ અથવા ફેસટાઈમ દ્વારા તેમની સાથે વાત કરવી જોઈએ અને તેમાં બાળકોને પણ સામેલ કરવા જોઈએ.

તેમ કરવાથી તેઓ ખૂબ રાજી થશે અને તેમના અંતરના આશીર્વાદ આપશે જે આપના ભવિષ્યના સુખી, તંદુરસ્ત અને શાંતિપૂર્ણ જીવન માટે અમૂલ્ય રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter