મારે કંઈક કહેવું છેઃ ભારતના મહાન રાજપૂત રાજામહારાજાઓ

- નિરંજન વસંત ઈમેલ દ્વારા Tuesday 03rd November 2020 13:18 EST
 

ભારતની સંસ્કૃતિ અને પ્રણાલિકા મુજબ હજારો વર્ષથી ક્ષત્રિય કુળના શુરવીર, બહાદુર, પ્રતાપી, પરાક્રમી, નૈતિક અને ધર્મપરાયણ રાજાઓએ શાસન કરી રાષ્ટ્રમાં સુખ, શાંતિ, ન્યાય, સંપત્તિ અને સમૃદ્ધિ સમપર્ણ કરી તેઓનો ધર્મ સંપૂર્ણપને નિભાવ્યો છે. તેઓના શાસન દરમયાન ભારતમાં સોનેરી યુગનો ઉદય થયો હતો. ભારતની જાહોજલાલી જોઈ, બારમી સદીમાં પરદેશી આક્રમણખોરોએ તેને નિશાન બનાવ્યું અને ચળાઈ કરી જેમાના ક્રૂર, ઘાતકી,ભયંકર મુસલમાન આક્રમણખોરોએ લૂંટફાટ, બળાત્કારી, ધર્માંતર જેવા જુલમો આદરી દેશમાં મુકામ જમાવ્યો અને ભારતને લગભગ છસો વર્ષ સુધી ગુલામ રાખ્યું. ત્યાર પછી,અંગ્રેજોએ આશરે અઢીસો વર્ષ ગુલામ રાખ્યું. આમ લગભગ આઠસો વર્ષનીગુલામી પછી પણ હિન્દૂ ધર્મ અને સંસ્કૃતિ જળવાઈ રહી તે એક મહાન સિદ્ધિ ગણાય. એનો યશ ભારતના રાજાઓ જેવાકે પૃથ્વીરાજ ચૌહાણ , મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને અન્ય શીખ રાજાઓ અને ગુરુઓને ફાળે જાય છે. ઉલ્લેખનીય છે કે આજનું કહેવાતું ઈરાન એક વખત પર્સીયા તરીકે ઓળખાતું હતું, જ્યાં જોરાષ્ટ્રીયન ધર્મ પળાતો અને સંસ્કૃતિ, સાહિત્ય, કળા વિગેરેમાં એક સમૃદ્ધ, વિકસિત દેશ ગણાતો. આરબ ના આક્રમણ પરાજય પછી, આ દેશ માં મુસ્લિમ રાજ સ્થાપાયું અને થોડા સમયમાં તેનો ધર્મ અને સંસ્કૃતિ નાબૂદ થઇ ગયા. આપણા રાજામહારાજાઓ જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે. અફસોસની વાત છે કે ભારતીય લોકોને આપણા ઇતિહાસની પુરી જાણકારી નથી અને માહિતીથી વંચિત રાખવામાં આવ્યા છે. શાળાઓમાં આપનો ગૌરવશાળી ઇતિહાસ શીખવાય, ફિલ્મો બને તે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ઇચ્છનીય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter