‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના ઘણાં વાંચકો અને અન્ય લોકોને ખબર નહીં હોય કે દર વર્ષે ૧૪મી જાન્યુઆરીએ હિંદુઓનો પવિત્ર તહેવાર મકર સંક્રાંતિ આવે છે. દુનિયામાં ઘણાં રુઢિચુસ્ત ક્રિશ્ચિયનો જ્યોર્જિયન કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ ઉજવતા હોય છે. તેઓ દર વર્ષે ૭મી જાન્યુઆરી અથવા તેની નજીકની તારીખે ક્રિસમસ ઉજવે છે અને પ્રાર્થના કરવા અથવા ઓર્થોડોક્સ ક્રિસમસ ડેએ ચર્ચ જતા હોય છે.
મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ પાવન ગણાય છે કારણ કે સૂર્યના ઉત્તર તરફના ભ્રમણનો તે પ્રથમ દિવસ છે. આ પર્વની દર વર્ષે ઉજવણી કરાય છે અને તે સૂર્યદેવને સમર્પિત કરાય છે. કેટલાંક લોકો તે દિવસે ભગવાનને ધરાવવા ખીચડો બનાવતા હોય છે. વધુમાં, લણણીનું વર્ષ સમૃદ્ધ રહે તે માટે ભગવાનની કૃપા મેળવવા ચોખા, મસુર અને હળદર પણ ધરાવે છે. પછી તે ખીચડો ભક્તો તથા અન્યોને પ્રસાદ તરીકે અપાય છે.
ગુજરાત અને ભારતના ઘણાં ભાગોમાં આ દિવસે પતંગ ઉડાડવામાં આવે છે. તેમાં નાનાથી માંડીને મોટા સૌ કોઈ સવારથી સાંજ સુધી ધાબા અથવા છાપરા પર જઈને પતંગ ચગાવવાનો અને જલેબી, ફાફડા જેવી સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનો આનંદ લે છે. જીવનના બધા ટેન્શનો અને તણાવ બાજુએ મૂકીને તેઓ ખાસ કરીને હિંદી ફિલ્મી ગીતો અને સંગીત સાંભળે છે. આ દિવસે કરેલા દાનનો અન્ય દિવસોના દાન કરતાં વિશેષ મહિમા હોય છે. મહિલાઓ ગુગરી તૈયાર કરીને ગાયોને ખવડાવે છે.
ઘણાં વર્ષોથી પતંગ ચગાવવાના ઉત્સવ તરીકે ઉજવણી કરવાની થીમ બદલાઈ ગઈ છે અને તેનું વધુ કોમર્શિયલાઈઝેશન થયું છે. ખાસ કરીને રાત્રે લોકો રેસ્ટોરન્ટ્સ અને અન્ય સ્થળોએ જઈને આ તહેવારની ઉજવણીના પવિત્ર મહત્ત્વને ભૂલી જઈને પાર્ટી કરે છે.
અંતમાં, ભારતનો પ્રજાસત્તાક દિવસ પણ નજીક આવી રહ્યો છે. તેથી ભારત અને વિદેશમાં વસતા ભારતીયોને તેની શુભકામના.














