મારે કંઈક કહેવું છે - વિદેશમાં મારા ૫૦ વર્ષ

- સુરેશ પટેલ, મારખમ કેનેડા Wednesday 24th March 2021 06:15 EDT
 

હું કેનેડામાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની તા.૬.૩.૨૧ના ઓનલાઈન એડીશન વાંચતો હતો અને ૬ માર્ચ તારીખ વાંચવાની સાથે જ હું ૫૦ વર્ષ અગાઉમી સ્મૃતિમાં સરી ગયો. તે દિવસે હું ભારતથી સ્ટુડન્ટ વિઝા પર આશા અને સ્વપ્નો સાથે અમેરિકા જતો હતો ત્યારે બે દિવસ માટે લંડનમાં રોકાઈ ગયો હતો. મેં કોલેજની ફી ભરવા અને અન્ય ખર્ચ માટે બેંકમાંથી લોન લીધી હતી.
પહેલી વખત હું પશ્ચિમના કોઈ દેશમાં જતો હતો અને પ્લેન એરપોર્ટ પર ઉતર્યું ત્યારે પહેલી વખત મેં બરફથી ઢંકાયેલા મકાનો અને રસ્તા જોયા હતા. હું જ્યારે ઉતર્યો ત્યારે રાત્રિનો સમય હતો. લંડનમાં રહેતા મારી પત્નીના કાકાને ફોન કરવા માટે મારી પાસે બ્રિટિશ નાણાં ન હતા. પરંતુ, મારા મનમાં ચાલતી દ્વિધાને એક ગુજરાતી સજ્જન પારખી ગયા. તેમણે મારા માટે ફોન કર્યો અને મારી પત્નીના પિતરાઈ મને લેવા આવ્યા. ખૂબ ઠંડી હતી અને મેં પહેરેલા સૂટ સિવાય મારી પાસે કોઈ ઓવરકોટ ન હતો. ડિનર કરીને હું ઠંડીથી કાંપતો બેડ પર ગયો. પરંતુ, ટાઈમ ડિફરન્સને લીધે હું થોડાં કલાકો માટે જ સૂઈ શક્યો.      
હું લંડનમાં સ્ટ્રેધામ રોડ પર તારાપુરના ચતુરભાઈ પટેલને ત્યાં રોકાયો હતો. બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટ પછી તેમના પુત્રે કામ પરથી બે દિવસની રજા લીધી અને મને બસમાં સિટી ટુર કરાવી. ઓવરકોટ ખરીદવા સાથે કેટલુંક શોપિંગ પણ કરાવ્યું.  
રાત્રે મારા પત્નીના બીજા કઝીન તેમની કાર લઈને આવ્યા અને મને રાત્રિના સમયનું લંડન બતાવ્યું. હું તે જોઈને દંગ રહી ગયો. બીજા સંબંધી પશ્ચિમી જીવન શૈલીથી વાકેફ કરવા મને પબમાં લઈ ગયા. મારા આતિથ્યથી હું ખૂબ પ્રભાવિત થયો હતો અને મારા પરિવારને ભારતમાં છોડીને આવ્યો હતો. તેને લીધે થયેલી હોમ સીકનેસ થોડા સમય માટે ભૂલી ગયો. હું મારા પત્ની અને પુત્રીને, માતા તથા ભાઈને ભૂલી ગયો હતો.
મેં જ્યારે અમેરિકા જવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણાં લોકોએ હું જે નોકરી કરતો હતો તે સારી હોવાનું કહીને મને નિરુત્સાહ કર્યો હતો. ૮ માર્ચ,૧૯૭૧ હજુ પણ મને યાદ છે તે દિવસે ન્યૂયોર્કમાં મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં જો ફ્રેઝિયર અને મોહમ્મદ અલી વચ્ચેની ‘સદીની ફાઈટ’નું પરિણામ યાદ છે. તેમાં ૧૫ રાઉન્ડની ફાઈટ પછી જો ફ્રેઝિયર વિજેતા થયો હતો. તે પછી તો સમય વીતતો ગયો.      


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter