૧૫મીએ સરદાર વલ્લભભાઈની પુણ્યતિથિ છે. તો એમને યાદ કરીએ. સરદાર એકતાના પ્રતીક હતા. તે લોખંડી સરદાર કહેવાતા. તેઓ પ્રેરણા ધૈર્ય, આત્મવિશ્વાસ અને તાકાતની મૂર્તિ હતા. ઘણાં ચાલ્યા ગયા. આપણે જોયા છે પણ તેમાં સરદાર સૌથી શ્રેષ્ઠ છે.
નહેરુ આકાશના તારા હતા અને સરદાર ધરતીનું ફૂલ હતા.
અનેક સિદ્ધિઓના સ્વામી, તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભા ધરાવતા પ્રખર ધારાશાસ્ત્રી, અજોડ નેતૃત્વ શક્તિ ધરાવતા નેતા, કાબેલ રાજપુરુષ, બારડોલી સત્યાગ્રહના સેનાની સરદાર, છતાં મહાત્મા ગાંધી બાપૂના નમ્ર અનુચર, બાપૂને ચરણે ધરીને બેસી ગયેલા નમ્ર સેવક સરદારને સરખાવી શકાય તો અબ્રાહમ લિંકન સાથે જ. બન્ને નિઃસ્પૃહી અને લોકોને કડવી વાતો કહેવાની જરૂર પડે તો કહી શકે તેવા. બન્નેમાં ઉદારતા, નીડરતા અને દ્રઢ નિશ્ચયબળ ભરેલા હતા
સરદાર એટલે સરદાર એમના માટે જેટલું લખીએ તે ઓછું છે.
શસ્ત્ર વિનાની લડતો લડતો, ભારત લાડીલો એ,
રાજાઓના તાજ ઉતાર્યા, પ્રબળ બુદ્ધિ પ્રભાવે,
બનાવ્યું અખંડ ભારતને બાપૂને પગલે ચાલીને..

