નાઈફ ક્રાઈમની મહામારીનો સામનો કરવાનો નવતર અભિગમ

નીતિન મહેતા Tuesday 10th October 2023 00:34 EDT
 
 

ક્રોયડનની સ્કૂલમાં જઈ રહેલી યુવાન બાળાના કરૂણ મોતથી દેશની ચેતના હલબલી ગઈ છે. લગભગ 20 વર્ષથી સેંકડો યુવા લોકોએ ચાકુ અથવા તીક્ષ્ણ ધારવાળા સાધનને સાંકળતી ઘટનાઓમાં પોતાના જીવ ગુમાવ્યા છે. યુવા જીવનને કરૂણપણે ગુમાવવા સાથે તેમના પરિવારો પર થતી અસરો નિઃશંકપણે અસહ્ય બની રહે છે. માતા, પિતા, ગ્રાન્ડપેરન્ટ્સ, ભાઈબહેન, આન્ટીઝ અને અંકલ્સ તેમજ મિત્રોના જીવન પણ નષ્ટ થઈ જાય છે. સેંકડો પરિવારો આવા આઘાતમાંથી પસાર થતા રહે છે. જ્યારે પણ કોઈ મોત થાય છે ત્યારે રાજકારણીઓ કોમ્યુનિટીની મુલાકાત લે છે અને કોઈ કાર્યવાહી કરવાની ખાતરી-વચન આપે છે પરંતુ, મોત તો રોક્યા રોકાતાં નથી.

લંડનમાં જ 2022/23ના ગાળામાં ચાકુને સાંકળતા 12,786 અપરાધો નોંધાયા છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં 80 હોમિસાઈડ્સ નોંધાયા છે જેમાં 16 તરુણોનો સમાવેશ થાય છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા પોલીસમાં નોંધાયેલા અપરાધના આંકડા નાઈફ અને આક્રમક શસ્ત્રોના અપરાધોની સંખ્યામાં 21 ટકાનો વધારો દર્શાવે છે. સપ્ટેમ્બર 2021ના પુરાં થતાં વર્ષમાં 37,706 ઘટનાઓ વધીને સપ્ટેમ્બર 2022ના પુરાં થતાં વર્ષમાં 45,639ની થઈ છે. માર્ચ 2022 સુધીના વર્ષમાં 10માંથી આશરે 4 હોમિસાઈડ -માનવહત્યાના કેસ, કુલ 282 કેસ નાઈફ અથવા તીક્ષ્ણ ધારવાળા સાધનના ઉપયોગ થકી હતા. જે તેની અગાઉના વર્ષની સરખામણીએ 19 ટકાનો વધારો સૂચવે છે અને ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના વિશ્લેષણ મુજબ 1946માં રેકોર્ડ્સ રાખવાની શરૂઆત થઈ ત્યારથી સૌથી ઊંચા વાર્ષિક આંકડા દર્શાવે છે. લોકલ કાઉન્સિલ્સ હિંસક હુમલાઓનો શિકાર બનનારાને તાકીદે મદદ કરવા મહત્ત્વના વિસ્તારોમાં બ્લીડ કન્ટ્રોલ કિટ્સ ગોઠવી રહેલ છે. આપણા સમાજમાં આવી કરૂણાંતિકાઓ બનતી રહી છે તેના માટે તૂટતાં ઘર, ડ્રગ્સ, પ્રાદેશિક હરીફાઈઓ અને ગેંગ્સ સહિત ઘણા કારણો અપાઈ રહ્યા છે. કોર્ટ્સ દ્વારા અપાતી દંડનીય સજાઓ પણ કામ કરી રહેલ નથી.

હવે કાંઈક નવતર વિચારવાની આવશ્યકતા છે. મારો પ્રસ્તાવ એ છે કે શાળામાં અબ્યાસ કરતા 10થી 12 વર્ષની વયના બાળકોને તેમની સાલામાંથી જેલની મુલાકાતે લઈ જવા જોઈએ. તેમને જેલની પરિસ્થિતિઓ બતાવવી જોઈએ અને પાગલપણાની એક ક્ષણે યુવા વ્યક્તિને વર્ષો સુધી જેલમાં રહેવા માટે મજબૂર બનાવી દીધો હશે તે પણ દેખાડવું જોઈએ. હું દૃઢપણે માનું છું કે આનાથી ઘણા ભાવિ હત્યારાઓ થતા અટકી જશે. મારી બીજી દરખાસ્ત એવી છે કે દરેક સ્કૂલમાં દર સપ્તાહે કમ્પેશન ક્લાસ હોવો જોઈએ. બાળકોને માત્ર માનવીઓ પ્રત્યે જ નહિ, પ્રાણીઓ તરફ પણ સહાનુભૂતિ અને કરૂણા દર્શાવતા શીખવવું જોઈએ, પ્રોત્સાહિત કરવા જોઈએ. બાળકોને પ્રાણી અભયારણ્યોની મુલાકાતે લઈ જવાં જોઈએ જ્યાં, બાળકો તમામ પ્રાણીઓ પ્રત્યે કરૂણા દર્શાવવાનું શીખી શકે.

હું તમામ જવાબદાર લોકોને આ દરખાસ્તો વિચારવા હાકલ કરીશ જેથી આપણે સમસ્યાનો યોગ્ય ઉકેલ શોધી ન શકાય ત્યાં સુધી કશુંક અલગ, નવતર વિચારવાનો પ્રયાસ કરીએ.

નીતિન મહેતા

www.nitinmehta.co.uk


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter