અમેરિકા કોનો દેશ ? રેડ ઈન્ડિયનોનો. કોણે શોધ્યો ? કોલમ્બસે. ત્યાં પહેલા કોણ પહોંચ્યુ ? યુરોપિયનો. વર્ષો અગાઉ યુરોપના હજારો વતનીઓ દારુગોળો અને બંદૂકો લઈને અમેરિકા ગયા. તેમણે રેડ ઈન્ડિયનો કે જેમની પાસે તીર કામઠા અને ભાલા હતા તેમને મારી નાંખ્યા. અમુક લોકો રેડ ઈન્ડિયન છોકરીઓને પરણ્યા.
પછી તેઓ અમેરિકા જેવા વિશાળ દેશમાં ખેતી કરવા માટે આફ્રિકાથી હજારો સ્ત્રી-પુરુષોને ગુલામ તરીકે લાવ્યા. અશ્વેતો પરના આવા ખરાબ વર્તન વિશે ધ રૂટ્સ નામની ફિલ્મ બની છે. સલામ છે અબ્રાહમ લિંકનને કે જેમણે દુનિયાભરમાંથી ગુલામની નાબૂદ કરી.
અશ્ર્વેતો કે જેમના વડવાઓએ ઘણાં વખતથી અમેરિકા માટે તનતોડ મહેનત કરી હતી તેના જ લાડકવાયા નિર્દોષ પૌત્ર જ્યોર્જ ફ્લોયડને પોલીસે જે નિર્દયતાથી મારી નાખ્યો તે અસંખ્ય લોકોએ ટીવીમાં જોયું. અમેરિકાનો અંજામ શું આવ્યો ? તે્ના વિશે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસમાં વિપુલ પ્રમાણમાં લખાયેલી હકીકતો વાંચીને સૌનને દુઃખ થયું છે. ઈશ્વર એક નિર્દોષ અશ્વેત વ્યક્તિના આત્માને ચિર શાંતિ આપે તેવી આપણી બધાની ભગવાન પાસે પ્રાર્થના છે. અમેરિકામાં સરખી રીતે જીવવું હોય તો આવા ભેદભાવને નાબૂદ કરવો પડશે.