જમ્મુ અને કાશ્મીર સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવા સોમવાર 18 સપ્ટેમ્બરે APPG ફોર ઈન્ડો-પાસિફિકની બેઠક યોજાઈ હતી. આ જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના સંસદભવનમાં વિશેષ પાર્લામેન્ટરી બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. બીજા જ દિવસ એટલે કે મંગળવાર ગણેશ ચતુર્થીએ નવાં ભારત સંસદ ભવનમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બે પાર્લામેન્ટ, અંતરથી અલગ છે પરંતુ, તાજેતરના એકસમાન ઈતિહાસ, ભારત સંબંધિત મુદ્દાઓની ચર્ચા થકી જોડાયેલી છે.
APPG ફોર ઈન્ડો-પાસિફિકનું ધ્યેય ઈન્ડિયા-પાસિફિક ક્ષેત્રમાં સમગ્રતયા પરિદૃશ્ય પુરું પાડવાનું છે. તે જીઓ-પોલિટિક્સને સંબંધિત તમામ બાબતો અને સલામતી અને તેમની વૈશ્વિક અસર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રસપ્રદ બાબત એ છે કે તે નકલી પ્રચાર-પ્રોપેગન્ડાનો સામનો કરે છે અને સમાન વિચારો ધરાવતી લોકશાહીઓ વચ્ચે સહકારને વધુ ગતિશીલ બનાવવા આ ક્ષેત્ર વિશે માહિતી પુરી પાડે છે.
કદાચ ગણેશ ચતુર્થીના કારણે હાજરી ધારણા કરતાં ઓછી રહી હતી અને જે લોકો ઉપસ્થિત હતા તેઓ ભારે રસપ્રદ ચર્ચાના સાક્ષી બની રહ્યા. થેરેસા વિલિઅર્સે તાજેતરમાં ભારતમાં યોજાએલી G20 સમિટ (નમસ્તે G20)માંથી ઉદ્ભવેલા કેટલાક મુદ્દાઓ પરપ પોતાના નીરિક્ષણો સાથે સત્રનો આરંભ કરાવ્યો હતો. તેઓ એક બાબતે સ્પષ્ટ હતા કે વડા પ્રધાન મોદી માટે આ સમિટ બહુ મોટી રાજદ્વારી સફળતા હતી. ખાસ કરીને, શિખર પરિષદના પ્રથમ દિવસે જ સમિટના ઘોષણાપત્ર માટે અન્ય 19 દેશોની સહમતિ પ્રાપ્ત કરવી એ અતિ મહત્ત્વપૂર્ણ ઘટનાથી ઓછું ન આંકી શકાય. આની સાથોસાથ આફ્રિકન યુનિયન સાથે સંપર્ક અને તેને G20નો હિસ્સો બનાવવાનો માસ્ટસ્ટ્રોક નવો ઈતિહાસ રચવા સમાન હતો. જોકે, ચીન અને તેના વર્તન વિશે તેઓ સંચિત હતાં. પાયાની વાત એ હતી કે ચીન તાકાતવર બનતું જાય છે તેમ પશ્ચિમ વિશ્વ અને વિશેષતઃ યુકે માટે મોટું જોખમ બની રહ્યું છે. ચીને G20માં પ્રમુખકીય સ્તરે હાજરી નહિ આપીને બાલિશ રાજકારણ મારફત પોતાના જ ક્ષેત્રમાં ગોલ ફટકારી દીધો છે. મહત્ત્વપૂર્ણ નીરિક્ષણ રજૂ કરનારા અન્ય વક્તા બુર્ઝાઈન વાઘમાર હતા જેઓ સેન્ટર ફોર ઈરાનિયન સ્ટડીઝ અને સાઉથ એશિયા ઈન્સ્ટિટ્યૂટ એન્ડ સ્કૂલ ઓફ ઓરીએન્ટલ અન્ડ આફ્રિકન સ્ટડીઝ (SOAS) સાથે જોડાયેલા છે. બુર્ઝાઈને કાશ્મીર મુદ્દા પર ઊંડાણપૂર્વક વાત કરી. ખાસ કરીને વર્તમાન સંઘર્ષના મૂળ છેક વિભાજનકાળમાં હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું. મોટા ભાગના લોકો તો એ વાત જાણતા મજ નથી કે પાકિસ્તાન શરૂઆતથી જ કોઈ જનમત ઈચ્છતું ન હતું. હા, તમે સાચું વાંચ્યું છે. સ્વતંત્રતા પછી શરૂઆતના તમામ કોમ્યુનિકેશન્સમાંપાકિસ્તાને કદી જનમત-પ્લેબિસાઈટનો કોઈ જ ઉલ્લેખ કર્યો ન હતો. આ સમગ્ર વિચાર લોર્ડ માઉન્ટબેટનના દિમાગમાંથી ઉદ્ભવેલો હતો, તેમનું જ આ ‘બ્રેઈનચાઈલ્ડ’ હતું. મિત્રો, એમ જણાય છે કે બ્રિટિશરો ખરેખર ભારતને વિશાળ અરાજકતાના વાતાવરણમાં છોડી જવા માગતા હતા.
કાશ્મીરની વાત થઈ રહી છે અને જરા વિચારો તો ખરા, પાર્લામેન્ટની મુલાકાતે કોણ આવ્યું હતું? આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય શ્રી સુશીલ પંડિત ઉપસ્થિત હતા. કાશ્મીરનો વિષય હોય ત્યારે અગાધ જ્ઞાનના સ્રોત અને અનુભવ ધરાવતા વ્યક્તિવિશેષ છે. તેમની રજૂઆતો આ ચર્ચાને તદ્દન અલગ સ્તર પર લઈ ગઈ હતી. શું તમે જાણો છો કે જમ્મુ અને કાશ્મીરના રજવાડાના તત્કાલીન રાજવી મહારાજા હરિ સિંહ ભારત સાથે જોડાઈ જવા ઈચ્છતા હતા. તેમણે આમ થઈ શકે તે માટે અનેક પ્રયાસો પણ કર્યા હતા. પરંતુ, આ જોડાણમાં અવરોધ ઉભો કરનારા જ નેહરુ હતા. જમ્મુ અને કાશ્મીર તો હંમેશાંથી અને નેહરુ અને માઉન્ટબેટન જેવા લોકોએ આ પ્રક્રિયાને રુંધવાના તમામ પ્રયાસો કર્યા ત્યારે પણ ભારતનો અવિભાજ્ય હિસ્સો હતો. જો તમારે વધુ જાણવાની ઈચ્છા હોય તો તમારે આ પુસ્તક ‘ટ્રુથ અબાઉટ કાશ્મીરઃ સ્ટોરી ઓફ કાશ્મીર એન્ડ કાશ્મીરી હિન્દુઝ’ અવશ્ય વાંચવું જોઈએ.
APPG ફોર ઈન્ડો-પાસિફિકનો અવાજ બરાબર સંભળાય તેમ કરવું જરૂરી છે. તેનો પ્રભાવ વ્યાપક છે પરંતુ, વિવાદાસ્પદ મુદ્દાઓ પર પણ તે ચોક્કસ વલણ દર્શાવે નિહાળવાનું પણ સારું ગણાય. આ બધુ લાંબા સમય સુધી ચાલી શકે છે પરંતુ, આપણે જાણીએ છીએ કે તુષ્ટિકરણ કદી કામ કરતું નથી. મને ચોક્કસપણે ખાતરી છે કે તમારા બધા તરફથી સહકારને તેઓ આવકારશે.
વાંચકો માટે રસપ્રદ નોંધઃ તાજેતરમાં આપણે વંશાવલી વિશે ચર્ચા કરી હતી અને આપણે કેટલી પેઢીઓ સુધી પૂર્વજોને યાદ રાખી શક્યા છીએ તેના વિશે મેં પૂછ્યું હતું. આ રીતે મારું આખું નામ આમ લખી શકાયઃ કપિલ શાંતિલાલ અમરતલાલ રામજી કુરજી વાલજી કરશનજી ધનજી ડોસાભાઈ વસ્તાજી સમતાજી હમીરજી માંડલજી રણમલજી હીરાભાઈ પાંચાલભાઈ દુદાજી ચંદ્રાજી દૂદકીઆ. આ રીતે મારી 18 પેઢી થાય છે અને તેનું પગેરું આશરે 1650CE સુધી પહોંચે છે.
જોકે, મારે તો કિશોરસિંહ ડી. જાડેજાને પગે લાગવું જોઈએ. તેમણે મને પોતાનું આ નામ લખી મોકલ્યું છેઃ કિશોરસિંહ દેવીસિંહજી સામતસિંહજી ખીમાજી ભાભણીઆજી દુદાજી માલજી મેરુજી સાંઘાજી માનજી માંડરિકજી રણમલજી જાખરાજી વિક્રમસિંહ મોઢજી બાબરજી હિંગોરાજી કન્હૈયાજી ધુનિઆજી રાયધણજી હાલોજી ગજાનજી રાયધણજી લાખાજી જામદાદા. આ તો 25 પેઢી થઈ છે તેનું પગેરું આશરે 1500CE સુધી પહોંચે છે. ભારે આશ્ચર્યજનક.
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)