મેઘાલયના પાટનગર શિલોંગના ચિત્તાકર્ષક કન્વેન્શન સેન્ટર ઓફ શિલોંગ ખાતે ગ્લોબલ ડાયલોગ ફોરમ ઓફ ગ્લોબલ ડાયલોગ રિવ્યૂ દ્વારા ૨૪ અને ૨૫ નવેમ્બરે ૨૦૨૧ ગ્લોબલ ડાયલોગ સિક્યુરિટી સમિટનું આયોજન કરાયું હતું. તેનો વિષય ‘મેનેજિંગ સાયબર સ્પેસ ઈન ધ ઈન્ડો પેસેફિક’ હતો. કોનરાડ એડેનૌર શિફ્ટુંગ ફાઉન્ડેશને આ ઈવેન્ટને સપોર્ટ કર્યો હતો. હું અને મારા પતિ આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે શિલોંગ ગયા હતા.
શિલોંગની આ મારી પહેલી મુલાકાત હતી અને શિલોંગની મુલાકાત માટેની રૂપરેખા તૈયાર થઈ તે પહેલાથી જ હું ખૂબ રોમાંચિત હતી કારણ કે શિલોંગમાં ઓક્ટોબર – નવેમ્બરમાં ચેરી બ્લોસમ ફેસ્ટિવલ યોજાય છે.
ગયા વર્ષે કોવિડ – ૧૯ને લીધે ફેસ્ટિવલનું આયોજન થઈ શક્યું ન હતું. સારું છે આ વર્ષે ૨૫ નવેમ્બરે શિલોંગના વોર્ડ્સ લેક ખાતે મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ કે સંગ્મા અને ભારત ખાતેના જાપાનના એમ્બેસેડરે આ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું.ચેરી બ્લોસમ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ સંગીત, કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે.
સ્થાનિક મ્યુઝિશિયન્સ અને કલાકારોએ તેમની કૃતિઓ રજૂ કરી ત્યારે રાજ્યભરના પ્રતિભાશાળી કલાકારોએ એકસાથે તેમની પ્રશંસા કરી હતી. આ મહોત્સવ દરમિયાન અન્ય સ્પર્ધાઓ સાથે ગીતો ગાવાની, નૃત્ય, ફેશન શો, લોકલ વાઈન મેકિંગની સ્પર્ધા યોજાઈ હતી. આ ફેસ્ટિવલની સાથે શિલોંગ સાહિત્ય મહોત્સવના પ્રથમ આયોજન સાથે આ વર્ષનો ત્રિદિવસીય મહોત્સવ વિશિષ્ટ બની ગયો હતો.
ચેરી બ્લોસમના વૃક્ષો સાથેના સુંદર વોર્ડ્સ લેક પાર્કમાં રંગબેરંગી કાગળના ફાનસની રોશનીથી રાત્રે ઝગમગી ઉઠ્યો હતો. ઘણાં લોકો ગીતો ગાવા અને ડાન્સ કરવા માટે આવતા હોવાથી ફૂડ સ્ટોલ્સને પણ સારો બિઝનેસ થયો હતો. શિલોગંના લોકો પરંપરા પ્રમાણે રાત્રે વહેલા સૂઈ જતા હોય છે. પરંતુ, ફેસ્ટિવલને લીધે લોકોની અવરજવર ચાલુ રહેવાથી મોડી રાત્રે પણ તે વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ચેરી બ્લોસમ શિલોગંમાં કેવી રીતે આવ્યું તે જાણવા હું ખૂબ આતુર હતી. અત્યાર સુધી તો આપણે એમ જ માનતા હતા કે ચેરી બ્લોસમ જાપાનમાં અને વોશિંગ્ટનમાં જ જોવા મળે છે. સીમા રાજપાલે Edex Liveમાં તેમના લેખમાં જણાવ્યું કે ઓડ્શામાં જન્મેલા પ્રો. દીનબંધુ સાહૂ ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ બાયોરિસોર્સિસ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ડિરેક્ટર તરીકે ચેરી બ્લોસમને શિલોંગ લાવ્યા હતા.
શિલોંગની મુલાકાત દરમિયાન ચેરી બ્લોસમનું એક વૃક્ષ જોતાં તેમણે આ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. તેમાં વોર્ડ્સ લેકના આસપાસના વિસ્તારમાં ચેરી બ્લોસમના ૫,૦૦૦ વૃક્ષ વાવવામાં આવ્યા હતા. તેમના આયોજન પ્રમાણે ૨૦૨૨ સુધીમાં તેના ૨૦,૦૦૦ વૃક્ષ રોપવામાં આવશે. શિલોંગના મોટાભાગના વિસ્તારો ચેરી બ્લોસમના વૃક્ષો સાથે ગુલાબી
દેખાય છે. તેને શિલોંગ બહાર ગ્રામીણ વિસ્તારોમાંથી પણ જોઈ શકાય છે. આયોજકોને આશા છે કે વધારાના વૃક્ષો રોપવાની સાથે શિલોંગ ‘ન્યૂ પિંક સિટી’ બની જશે. ઉત્તરપૂર્વના અન્ય રાજ્યો પણ તેમના પ્રદેશમાં આ પ્રકારનું ઈકો ટુરિઝમ વિક્સાવવા કાર્યવાહી કરી રહ્યા છે.
શિલોંગ બહાર ગુવાહાટી તરફ જતા રોડ પર ઉમિઅમ લેક (સ્થાનિકોમાં ડેમ સેઈટ તરીકે જાણીતું) આવેલું છે. તે શિલોંગથી ૧૫ કિ.મી. ઉત્તરમાં પર્વતોમાં આવેલું જળાશય છે. ૧૯૬૦ના દસકાની શરૂઆતમાં ઉમિઅમ નદી પર ડેમના નિર્માણ વખતે તેની રચના થઈ હતી. લેક અને ડેમનો ઉપરવાસનો મુખ્ય વિસ્તાર ૨૨૫ ચો. કિ.મી.માં ફેલાયેલો છે. આ લેક પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. તે કાયાકિંગ, વોટર સાઈકલિંગ, સ્કૂટીંગ અને બોટિંગ જેવી વોટર સ્પોર્ટ્સ માટે લોકપ્રિય સ્થળ છે.
અમે ત્રિપૂરા કાસલ હોટલની હેરિટેજ ક્લબમાં રોકાયા હતા. તેનું નિર્માણ ૧૯૨૦ના દસકાની શરૂઆતમાં ત્રિપૂરાના મહારાજાએ કરાવ્યું હતું. આ કાસલ માણિક્ય વંશના શાહી પરિવાર માટે ઉનાળામાં આનંદપ્રમોદ કરવા માટેનું સ્થળ બની ગયું હતું. ધ હેરિટેજ ક્લબ – ત્રિપૂરા કાસલ આ પ્રદેશની એકમાત્ર હેરિટેજ હોટલ છે. તેના મહારાજા સ્વીટ્સનો બેડ મહોગની લાકડામાંથી તૈયાર કરાયેલા છે. લાંબા સમયના રોકાણ અને શાહી પરિવારની ચાર પેઢીઓ સાથેના ગાઢ સંબંધો દરમિયાન ભારતના પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે તેનો ઉપયોગ કર્યો હતો.
તે સિવાય તેઓ કાસલમાં રહેતા ત્યારે જે ડેસ્ક પર લખતા હતા તે ડેસ્કનો ઉપયોગ કરવાનું અમને સદભાગ્ય સાંપડ્યું હતું. આ સ્વીટમાં તે સમયના મહારાજા સાથે રવિન્દ્રનાથ ટાગોર અને ટાગોરના હાથમાં હસ્તલિખિત ટેલીગ્રામનો ફ્રેમમાં મઢેલો ફોટો છે. ટાગોરની ‘રાજર્ષિ’ અને ‘મુકુટ’ કૃતિઓ માણિક્ય વંશ પર આધારિત છે. યુરોપમાં હોય છે તેવું પ્રાચીન વિશ્વનું સૌંદર્ય ધરાવતા આ કાસલ કાર્યદક્ષ અને મૈત્રીપૂર્ણ સર્વિસ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
અમે મેઘાલયના પ્રવાસન આકર્ષણની તમામ સ્થળોની મુલાકાત લઈ શક્યા નહીં. અમે બાંગ્લાદેશ સરહદે આવેલા દાવકીની એક દિવસની મુલાકાતે ગયા હતા. આ સ્થળે ઉમનગોટ નદી એક તળાવને મળે છે. તેનું પાણી સ્થિર અને સ્વચ્છ છે. સરોવરમાં ફરતી બોટો જાણે કાચના વિશાળ ટૂકડા પર ફરતી હોય તેમ લાગે છે. ઘણાં સ્થળોએ તળાવનું તળિયું સ્પષ્ટપણે દેખી શકાય છે. તળાવના તળિયે આવેલા ગોળ પથ્થરોની ઉપર બોટનું પ્રતિબિબ જોવાનું ખૂબ આહલાદક લાગે છે. તળાવની નજીક આવેલી ટેકરીઓ પણ ખૂબ સુંદર લાગે છે. ઘણાં પ્રસહેલાણીઓ આ સ્થળની મુલાકાતે આવતા હોવા છતાં સમગ્ર સ્થળ તદન સ્વચ્છ હોય છે. હકીકતે, અમે જે સ્થળોની મુલાકાત લીધ તે તમામ સ્થળો આશ્ચર્યજનક રીતે એકદમ સ્વચ્છ હતા. ક્યાંય કોઈપણ પ્રકારનો કચરો ન હતો. અમે જે કાર ભાડે લીધી હતી તેના ડ્રાઈવરે અમને કહ્યું કે સ્થાનિક લોકોતરત જ ગુસ્સે થઈ જાય તેવા છે. કોઈ વ્યક્તિ કચરો ફેંકતી દેખાય તો લોકો તરત જ તેને ચેતવી દે છે.
શિલોંગથી દાવકી ૯૦ કિ.મીના અંતરે આવેલું છે અને ત્યાં પહોંચવા માટે સામાન્યપણે ત્રણ કલાક લાગે છે. જોકે, સમયનો ચોક્કસ આધાર ટ્રાફ્કિ પર રહે છે. હાલમાં રસ્તાઓ પહોળા કરવામાં આવતા હોવાથી અમને ત્યાં પહોંચતા થોડો વધુ સમય લાગ્યો હતો. થોડા સમયમાં શિલોગંથી દાવકીનો રસ્તો ફોર લેન હાઈવે બની જશે
દાવકીથી સાત કિ.મી દૂર નાનું પણ રમણીય શ્નોન્ગપડેંગ નામનું ઓછું જાણીતું ગામ આવેલું છે. તે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. ત્યાં રહેવા માટે કેમ્પ, ટેન્ટ, હોમસ્ટે અને બામ્બુ કોટેજ ઉપલબ્ધ છે.
સહેલાણીઓમાં આકર્ષણરૂપ સ્નોરકેલિંગ, સ્કૂબા ડાઈવિંગ, ક્લીફ જમ્પીંગ, કાયકિંગ અને સ્વીમીંગ જેવી એડવેન્ટર સ્પોર્ટ્સ તેમજ એડવેન્ચર કંપનીઓ દ્વારા પણ વિવિધ એડવેન્ટર સ્પોર્ટ્સ ુપલબ્ધ છે. આ સ્થળે પણ નદીનું સ્વચ્છ અને પારદર્શક પાણી બોટ જાણે હવામાં તરતી હોય તેવું દ્રશ્ય ઉભું કરે છે. અહીં માત્ર જળધોધનો અને પહાડોમાંથી આવતા પવનના સૂસવાટાનો અવાજ સંભળાય છે. તે સિવાય ખૂબ શાંતિ હોય છે. આ વાતાવરણ લગભગ આધ્યાત્મિક અને ધ્યાન ધવા જેવો અનુભવ કરાવે છે. ૧૯૩૨માં બંધાયેલો દાવકી સસ્પેન્શન બ્રીજ નજીકમાં આવેલું આનંદ આપતું સ્થળ છે.
દાવકી જતી વખતે પર્યાવરણની દ્રષ્ટિએ સંપૂર્ણપણે સભાન મોવલીનોન્ગની મુલાકાત લઈ શકાય. આ ગામ એશિયાનું સૌથી સ્વચ્છ ગામ જાહેર થયું હતું. આ ગામથી માત્ર ત્રણ કિ.મીના અંતરે સ્થાનિક લોકો દ્વારા વૃક્ષોના મૂળિયાના ઉપયોગથી બનાવવામાં આવેલો રુટ બ્રીજ છે. સિંગલ લેવલનો સજીવ મૂળિયાનો બ્રીજ અકલ્પનીય દ્રશ્ય અને કુદરતના માનવી દ્વારા એન્જિનિયરિંગની એક કૃતિ છે. આ બ્રીજ પર ચાલવા માટે સંપૂર્ણ ફિટનેસ હોવી જરૂરી છે કારણ કે તેમાં દસ મિનિટ જેટલું સીધું અને આડું અવળું ચડાણ અને ઉતરાણ છે. પાછા ફરતી વખતે પણ તેવું જ ચડાણ અને ઉતરાણ છે.
અત્યાર સુધી સમગ્ર દુનિયામાં સોથી વધુ વરસાદ મેળવતા સ્થળ તરીકે જાણીતા અતિ સુંદર ચેરાપૂંજી શહેરની નજીકમાં આવેલા સંખ્યાબંધ જળધોધ અને ગુફાઓ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અમને આશા છે કે ફરી ક્યારેક અમે તેની મુલાકાત લઈશું.
શિલોંગ જવું હોય તો ગુવાહાટી થઈને જવું શ્રેષ્ઠ છે. આમ તો દિલ્હી અને શિલોંગ વચ્ચે વીક્લી ફ્લાઈટ છે. જોકે, ગુવાહાટીથી ફ્લાઈટના વધુ વિકલ્પ ઉપલબ્ધ છે. તેના એરપોર્ટથી માર્ગ દ્વારા શિલોંગ પહોંચતા ત્રણ કલાકથી ઓછો સમય લાગે છે. રસ્તામાં ખૂબ સુંદર અને સ્વચ્છ રેસ્ટ સ્ટોપ આવે છે. અમે પાછા ફરતી વખતે એક જાણીતી વેજિટેરિયન રેસ્ટોરન્ટમાં ખૂબ સ્વાદિષ્ટ સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ લીધો હતો. અમારા પ્રવાસમાં અમે રાત્રિરોકાણ માટે ગુવાહાટીમનાં રોકાયા હતા. અમે કામાખ્યા દેવીના ખૂબ પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિરે દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. બ્રહ્મપુત્રા નદીનો સાદ સાંભળીને નદી પરના અતિ સુંદર સૂર્યાસ્તને જોવા માટે બોટમાં સહેલની તક ઝડપી લીધી હતી. અમારા લિસ્ટમાં કાઝીરંગા વન્યજીવન અભયારણ્યની મુલાકાત બાકી છે. આ અભયારણ્યમાં એક શિંગડાવાળા ૩,૦૦૦ ગેંડામાંથી ૨,૦૦૦ ગેડા વસવાટ કરે છે.
ભારતીય રાજદ્વારીઓ તરીકે અમે દુનિયાના જુદા જુદા ભાગોમાં વર્ષો સુધી મુસાફરી કરી છે, ત્યારે ભારતના એક નાના ખૂણાની આ મુલાકાતથી અમને ખૂબ આનંદ અને આશ્ર્ચર્ય થયું. આશ્ચર્ય
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter @RuchiGhanashyam)


