આ વીકમાં ચૂંટણીના લાંબા સમય પછી જર્મન નાગરિકો પાસે જર્મનીના પ્રથમ મહિલા ચાન્સેલર એન્જેલા મર્કેલને ચૂંટવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. તેમણે ૨૦૦૫થી સતત ચાર ટર્મ ફરજ બજાવી છે. તેને અપ્રાસંગિક ઘટનામાં ભારતના યુનાઈટેડ નેશન્સ ખાતેના કાયમી મિશનના ફર્સ્ટ સેક્રેટરી અને યુવા મહિલાએ સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને તેમના નિવેદનમાં કરેલી અસ્વીકાર્ય ટીકાઓનો જવાબ આપવાના અધિકારનો પ્રયોગ કર્યો હતો.
ભારતીય નિવેદનમાં પાકિસ્તાનનો ઉલ્લેખ એક દેશ કે જ્યાં આતંકવાદીઓ મુક્તપણે હરી ફરી શકે છે જે પોતાને ‘ફાયર ફાઈટર’ ગણાવે છે અને તેના વેશમાં તે જ ‘આગ ચાંપનાર’ છે તેવો કરાયો હતો.
આ મહિનાની શરૂઆતમાં મેં બે વીકના કાર્યક્રમના સમાપન સત્રમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ‘કૂટનીતિમાં મહિલાઓઃ ભારત અને રિપબ્લિક ઓફ કોરિયાના પરિપ્રેક્ષ્યમાં’વિષય પર શ્રેણીબદ્ધ ચર્ચા વિચારણા થઈ હતી. તેનું આયોજન રિપબ્લિક ઓફ કોરિયા ખાતેના
ભારતના રાજદૂત શ્રીપ્રિયા રંગનાથને કર્યું હતું. આ વિષય પર તેઓ ભારતના દ્રષ્ટિબિંદુ વિશે વાત કરવા માટે ખૂબ યોગ્ય છે. મેં પણ ડિપ્લોમસીમાં ૩૮ વર્ષ ગાળ્યા તેના અનુભવો રજૂ કર્યા. સાઉથ કોરિયાની બે કુશળ મહિલા ડિપ્લોમેટ્સ એમ્બેસેડર હ્યો - યુન (જેની) કીમ, એમ્બેસેડર ફોર ક્લાઈમેટ ચેન્જ અને એમ્બેસેડર મિયોન લી, DG ઈકોનોમિક ડિપ્લોમસી, ROK વિદેશ વિભાગએROK પરિપ્રેક્ષ્ય રજૂ કર્યું. મોડરેટર તરીકે ઈનોવેટિવ ઈકોનોમી ફોરમના ચેર ડો. સોંગ ક્યુંગ – જિને તેમના પ્રશ્રો રજૂ કર્યા હતા.
બન્ને દેશોની મહિલાઓએ ડિપ્લોમસીને કારકિર્દીની પસંદ બનાવવામાં તેમનો સમય લીધો હતો. પંરતુ, બન્ને દેશમાં તાજેતરના સમયમાં આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે મહિલાઓ આગળ આવી રહી છે.
ભારતની પરિસ્થિતિની વાત કરીએ તો ઘણાં લાંબા સમય અગાઉ ૧૯૪૯માં પ્રથમ મહિલા ઈન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયા હતા. ભારતના પ્રથમ મહિલા રાજદ્વારી અને મહિલા એલચી સીબી મુથમ્મા ઘાના ખાતેના હાઈ કમિશનર તરીકે મારા પ્રતિષ્ઠિત પુરોગામી હતા. ૧૯૪૯થી
ઈન્ડિયન ફોરેન સર્વિસમાં જે બેચ જોડાઈ તેમાં એક મહિલા તો રહેતા જ હતા. પછી તે સંખ્યામાં ધીમે ધીમે વધારો થયો. પરંતુ, હજુ ૨૦૧૧ સુધી તે સંખ્યા સિંગલ ડિજીટ જ હતી. ત્યારથી ફોરેન સર્વિસમાં જોડાતી મહિલાઓની સંખ્યા દર વર્ષે દ્વિઅંકી રહી છે. છેલ્લામાં છેલ્લી ૨૦૨૦ની બેચમાં ૨૪ ઓફિસર લેવાયા જેમાં ૧૦ મહિલા ઓફિસર છે, જે અંદાજે ૪૨ ટકા જેટલી અસરકારક છે. IFS (હોદ્દો સંભાળતા) ની કેડરમાં ૮૩૦ ઓફિસર છે અને તેમાં લગભગ ૨૫ ટકા મહિલા ઓફિસર છે. યુકે ખાતેના ભારતના હાઈ કમિશનર ગાયત્રી ઈસ્સાર કુમાર સહિત ભારતના ૧૬ મહિલા એમ્બેસડર/હાઈકમિશનર અને ૬ કોન્સુલ જનરલ છે.
નિયમિત રીતે મહિલાઓ સર્વિસના સૌથી ઉચ્ચ હોદ્દા પર પહોંચે છે અને અતિ શક્તિશાળી દેશોથી લઈને સંઘર્ષમાં સપડાયેલા દેશોમાં ફરજ બજાવીને દુનિયાના દરેક ખૂણામાં ભારતના ધ્વજને ફરકાવે છે. તેઓ આ સિદ્ધિઓ માત્ર મેરિટના આધારે જ મેળવે છે.
રાજનીતિને પરંપરાગત રીતે પુરુષોના વર્ચસ્વવાળી જ ગણવામાં આવતી. ભૂતકાળમાં, યુદ્ધના સમય સહિત રાજદ્વારીઓને એક રાજાના દરબારમાંથી બીજા રાજાના દરબારમાં દૂત તરીકે
મોકલવામાં આવતા હતા. તે સમયે મુસાફરી સહેલી ન હતી. કેટલીક વખત બિનસલામત માહોલમાં ઘણાં દિવસો અને અઠવાડિયા રસ્તા પર કાઢવા પડતા. હવે સમય બદલાયો છે. દરેક જગ્યાએ વર્ક એન્વાયર્નમેન્ટમાં મહિલાઓ હિસ્સો બની રહી છે અને પ્રગતિ કરી રહી છે. વિમાનો ઉડાવવા પાઈલોટથી લઈને પુરુષ સૈનિકોની સાથે મળીને લડવાનું હોય, સૌથી ઉંચા પર્વત પર ચઢાણ કરવાનું હોય કે અંતરિક્ષની સફરે જવાનું હોય, ભાગ્યેજ કોઈ એવું ક્ષેત્ર હશે જે મહિલાઓએ સર ન કર્યું હોય. હાલના દિવસોમાં અને યુગમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ માટે સમાન તકો હોય છે. મહિલાઓ સહાનુભૂતિને રાજનીતિમાં લાવી શકે. મહિલાઓની દ્રઢ માતૃત્વની સહજબુદ્ધિ લોકો સાથે કામ પાર પાડવામાં સંપતિ સમાન બની શકે.
ભારતમાં સ્વ. સુષ્મા સ્વરાજે તે કરી બતાવ્યું હતું. વિદેશ બાબતોના પ્રધાન તરીકે તેમણે ભારતની વિદેશનીતિને લોકો પ્રત્યે કેન્દ્રિત કરીને નવી દિશા આપી હતી. મહિલાઓ રચનાત્મક હોય છે અને રુઢિગત પ્રણાલિની બહાર નીકળીને વિચારતી હોય છે. મહિલાઓ સંઘર્ષ અને યુદ્ધ ઈચ્છતી હોતી નથી. તેમના પતિઓ અને બાળકો લડાઈમાં જતા હોય છે. એવું કહેવાય છે કે રાજનીતિ નિષ્ફળ જાય ત્યારે યુદ્ધ શરૂ થાય છે. એક મહિલા રાજનીતિક ઉકેલ શોધવાના દરેક પ્રયાસ કરે તેવી શક્યતા હોય છે. રાજનીતિ સાથે સંકળાયેલી મહિલાનું જીવન પડકારજનક હોય છે. રુઢિચુસ્ત સમાજોમાં મહિલાઓ પોતાના પુરુષ સાથીની સાથે બીયર અથવા વ્હિસ્કી પીવા જાય તો તેમનું ખોટી રીતે મૂલ્યાંકન કરે છે. મહિલાઓ માટે પોતાના પુરુષ સાથી સાથે ગાઢ મિત્રતા કેળવવાનું અઘરું હોય છે. યુવા અને સિંગલ તથા પહેલી વખત આક્રામાં એમ્બેસેડર તરીકે મને ખૂબ મુશ્કેલી પડી હતી કારણ કે મારા પતિનું પોસ્ટિંગ ખૂબ દૂર અંગોલામાં થયું હતું. કામકાજ અને પારિવારિક જીવનનું વ્યવસ્થાપન કરવું મહિલાઓને અન્ય પ્રોફેશનમાં તેમજ ડિપ્લોમસીમાં એકસમાન કપરું પડે છે.
મારા યુવાનીના દિવસોમાં મારા બાળકોને ટેસ્ટ માટે તૈયારી કરવાની હોય અને હું ટ્રાવેલિંગ કરતી હોઉં ત્યારે મારે પણ તેમને ફોન પર ભણાવવા પડતા હતા. તે છતાં મહિલાઓને પૂર્વગ્રહનો સામનો કરવો પડે છે. મહિલાઓ કદાચ સૌથી મોટા પડકારનો સામનો કરતી તો તે તેને ગંભીરતાથી લેવામાં આવે છે તે છે. ખૂબ પડકારજનક કામગીરી પાર પાડી હોય તે છતાં તે સોફ્ટ જોબ માટે વધુ યોગ્ય છે તેમ જ દુનિયાભરમાં મનાય છે.
આપણે ૨૬ સપ્ટેમ્બરે ઈન્ટરનેશનલ ડોટર્સ ડે મનાવ્યો. ચાલો આપણે આપણી પુત્રીઓએ જે પણ ક્ષેત્ર પસંદ કર્યું હોય અને તેમાં સિદ્ધિ મેળવી હોય તેને ખરા દિલથી આવકારીએ.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter @RuchiGhanashyam)