રોચડેલ પરિણામઃ ગેલોવે, ગાઝા, પેલેસ્ટીન અને મુસ્લિમ વોટ

કપિલ દૂદકીઆ Tuesday 05th March 2024 13:03 EST
 
 

એમ લાગે છે કે 2024ના લીપ વર્ષે જાહેર પ્રસિદ્ધિ, વફાદારો તરફથી ભારે ખુશામત અને પોતાની વાક્પટુતાના કૌશલ્યને દર્શાવવાની મહાન તક સાથે ગેલોવેના સાચા પ્રેમનું સાટું વાળી આપ્યું છે. હા બિરાદરો, 29 ફેબ્રુઆરી 2024ના દિવસે જ્યોર્જ ગેલોવેએ રોચડેલના મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની રોચડેલના ચહેરા પરથી લેબરનું નામોનિશાન ભૂંસી નાખ્યું છે. આ બાબત રોચડેલના લોકો વિશે શું જણાવે છે તે વિશે હું નિશ્ચિત નથી પરંતુ, શું આ એ જ સ્થળ નથી જેણે ગ્રુમિંગ ગેંગ્સ દ્વારા અસલામત શ્વેત છોકરીઓને અપવિત્ર કરાવાનું સહન કર્યું હતું? તેમની નજર સામે અને નાક તળે તેમની પોતાની જ છોકરીઓનું થોકબંધ રીતે યૌનશોષણ કરાતું હતું ત્યારે પણ દાયકાઓ સુધી લેબર પાર્ટીની તરફેણ મતદાન કરતા રહ્યા હતા?

આ પછી, મુસ્લિમ વોટ અને ચૂંટણીઓનાં પરિણામો નિર્ધારિત કરવાની તેની તાકાત બની રહેવાના મુદ્દાઓ પર જ ચર્ચા કેન્દ્રિત રહી હતી. રોચડેલનું પરિણામ તો સંપૂર્ણપણે ગાઝા પર અને પેલેસ્ટેનીઅન ઉદ્દેશને સમર્થન કરવા સદા તત્પર રહેલા ઉમેદવાર તેમજ ‘ઘૃણા સરઘસો’ના પાગલપણાને જ મત આપવા પર આધારિત રહ્યું હતું.

જ્યોર્જ ગેલોવે જરા પણ શરમાળ ન હતા અને તેઓ કદી શરમાળ રહ્યા નથી. ગેલોવેની ધૃષ્ટતા કે ગુસ્તાખી એ રહી કે તેણે ખુલ્લેઆમ જણાવ્યું હતું કે આ ઈલેક્શન ગાઝા માટે જ હતું. એ જ કે તે ગાઝા માટે જ ઉભા રહ્યા હતા. જોકે, આપણે જરા ઊંડાણથી જોવું જોઈએ અને સમજવું જોઈએ કે આ ચૂંટણી જનરલ ઈલેક્શન 2024 (GE24) પહેંલા જે બાબતો પ્રસ્તુત કરે છે તેની કોઈ સુસંગતતા છે કે નહિ.

રોચડેલ ચૂંટણીના પરિણામો

ઉમેદવાર                  પાર્ટી                મત             ટકાવારી%

જ્યોર્જ ગેલોવે   વર્કર્સ પાર્ટી ઓફ બ્રિટન    12335         40

ડેવિડ એન્થોની ટુલી            સ્વતંત્ર       6638           21

પૌલ સિમોન એલિસન         કન્ઝર્વેટિવ     3731          12

અઝહર અલી                    લેબર          2402            8

ઈઆન ડોનાલ્ડસન      લિબરલ ડેમોક્રેટ્સ    2164           7

સિમોન ક્રિસ્ટોફર ડાન્ઝુક    રીફોર્મ યુકે          1968             6

મતદાર ટર્નઆઉટ જનરલ ઈલેક્શનના 60.1ટકાની સરખામણીએ માત્ર 39.7 ટકા હતો.

હવે આપણે 2012ના સેન્સસમાં દર્શાવાયેલા રોચડેલના પ્રોફાઈલ પર નજર કરીએઃ

વંશીયતાઃ

વ્હાઈટ 74 ટકા

એશિયન 19 ટકા

અશ્વેત 4 ટકા

મિશ્ર 2 ટકા

અન્ય 2 ટકા

આમ રોચડેલ મુખ્યત્વે શ્વેત વસ્તીના પ્રભુત્વનો વિસ્તાર છે. આના થકી કોઈ પણ એવા નિર્ણય પર આવી શકે કે આ શ્વેત વિસ્તારે જ્યોર્જ ગેલોવેને ચૂંટ્યા છે. આ જ શ્વેત વસ્તીનો વિસ્તાર છે જ્યાં પાકિસ્તાની વારસાઈની ગ્રૂમિંગ ગેંગ્સ દ્વારા શ્વેત છોકરીઓનું યૌનશોષણ કરાયું હતું. આ જ શ્વેત વિસ્તારે ગાઝાતરફી ઉમેદવારને પેટાચૂંટણીમાં જીતાડી પાર્લામેન્ટમાં તેના કાયદેસર પ્રતિનિધિ તરીકે મોકલ્યા છે.

મને તો એમ લાગે છે કે રોચડેલના લોકોએ આ પાગલપણાને તેમના નામે ચલાવી લેવા બદલ સામૂહિકપણે શરમથી મસ્તકો ઝૂકાવી લેવા જોઈએ. મતદાન નહિ કરવા માટે કોઈ જ બહાનું હોય નહિ. રોચડેલના લોકો આવી મહત્ત્વપૂર્ણ પેટાચૂંટણીમાં ભાગ નહિ લઈને પોતાના નાગરિક ધર્મ-ફરજનો ત્યાગ કરી નાખે અને પછી દાવો કરે કે તેમણે ગેલોવેને ચૂંટ્યા જ નથી. સત્ય તો એ જ છે કે ગેલોવે ચૂંટણી જીતી ગયા છે. ટાઉનના લોકોએ તેમને ચૂંટ્યા હોવાથી તેઓ રોચડેલના સાંસદ બન્યા છે. આ સીધી સાદી વાત છે. ઈતિહાસમાં આપણે લોકોને કેટલી વખત યાદ દેવડાવવાનું રહેશે કે તેમના મૌન અને ભાગીદારીના અભાવથી જ આપણા સમાજમાં કટ્ટરવાદીઓ અને અનિચ્છનીય તત્વો તિરસ્કાર અને વિસંવાદને આગળ ધપાવવાનું પ્લેટફોર્મ હાંસલ કરી લે છે.

યુકેમાં એવા ઝનૂની ઈસ્લામિક કટ્ટરવાદી જૂથો છે જેઓ રોચડેલ ઈલેક્શનની ચાલતી ગાડીમાં કૂદી પડ્યા છે. તેઓ દાવો કરે છે કે આગામી જનરલ ઈલેક્શનમાં તેઓ 40થી વધુ બેઠકો પર અંકુશ મેળવશે. કટ્ટરવાદી તત્વો એકસંપ થયા છે ત્યારે મુસ્લિમ કોમ્યુનિટીના બાકીના લોકો બધા લેબર પાર્ટી સાથે તેમનું જોડાણ ફગાવી દેશે તે મુદ્દે હું ચોક્કસ નથી. આ પ્રકારે મતોમાં ફાચર કે વિભાજન દેખાશે જેનાથી આપણને ગણતરીમાં મુશ્કેલ રહે તેવા પરિણામો જોવાં મળશે.

વિજય મળવાની સાથે જ ગેલોવેએ તેની પાર્ટી 60 બેઠકો પર ઉમેદવારી કરશે તેવી જાહેરાત કરી છે. રીફોર્મ પાર્ટી દરેક કન્ઝર્વેટિવ બેઠક પર ઉમેદવારી કરવા અને તેમની પાસેથી મત ખૂંચવી લેવા મક્કમ છે. એમ જણાય છે કે GE24 માં નાના રાજકીય પક્ષોના હાથમાં વર્ચસ્વ આવશે જેઓ મુખ્ય રાજકીય પક્ષો પાસેથી નોંધપાત્ર પ્રમાણમાં મત ખેંચી લઈ ગણનાપાત્ર બેઠકો પર પ્રવાહી પરિસ્થિતિ ઉભી કરશે. તમને ચૂંટણીમાં જે જોવા મળશે તે કદાચ ચૂંટણીના સમયમાં તળિયાના સ્તરે જે પ્રકાશમાં રહેશે તેના પ્રતિનિધિરૂપ નહિ જ હોય.

એક બાબત તો ચોક્કસ છે કે આગામી ચૂંટણીના પરિણામો બ્રિટન માટે તારનારા કે ડૂબાડનારા બની રહેશે. શું આપણે એવી સરકારના માર્ગે જવા જવા ઈચ્છીએ છીએ જે બ્રિટનના પતનના જોખમના હિસાબે પણ વિશ્વભરના કટ્ટરવાદીઓની તરફેણ કરવા તૈયાર હોય? એવી સરકાર જે આપણી શેરીઓમાં અરાજકતા સાથે ‘હેટ માર્ચર્સ’ને પ્રોત્સાહન આપતી હોય? એવી સરકાર કે જે કાયદાનો આદર કરવા ઈચ્છુક લોકોની જગ્યાએ ગેરકાયદે લોકોના અછોવાનાં કરતી હોય? કદાચ GE24 આ દેશને તેની નૈતિકતા અને મૂલ્યો અને આપણા બધા જ નાગરિકો દ્વારા તેનો આદર કેવી રીતે કરાય તેના વિશે ગંભીરતાપૂર્વક વિચારવાની તક આપશે. રાષ્ટ્ર અને તેની પ્રજા વચ્ચેનો આ નાગરિક કરાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter