લેસ્ટરમાં હિન્દુઓ પર ઈસ્લામિસ્ટ હુમલા

કપિલ દૂદકીઆ Wednesday 28th September 2022 07:08 EDT
 
 

હવે તો તમારામાંથી ઘણાને લેસ્ટરમાં ઈસ્લામિસ્ટ ગેંગ્સ દ્વારા હિન્દુઓ પર શ્રેણીબદ્ધ હુમલાઓની જાણકારી મળી જ હશે. સત્ય તો એ છે કે આની શરૂઆત ભારત વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ મેચના કારણે થઈ જ નથી. તેની સાથે આને કશું લાગતુંવળગતું નથી. તેઓ તમારાથી એક સત્ય એ છુપાવવા માગતા હતા કે એક હિન્દુ પરિવાર પોતાના પરિવારજનો અને મિત્રો સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા હતા તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. મુસ્લિમ યુવાનોના ટોળાએ આ પવિત્ર સમારોહ પર ઈંડા ફેંકવાનું શરૂ કરીને તેને અપવિત્ર બનાવ્યો હતો. તે સમયે ઉપસ્થિત આપણા હિન્દુ યુવાનો તે પરિવારને બચાવવા આગળ આવ્યા હતા. કેટલાક ઈસ્લામિસ્ટો ભાગી ગયા પરંતુ, એક તો પકડાઈ ગયો. દિલગીરી તો એ બાબતે છે કે તેને નજીવી સજા કરવામાં આવી પરંતુ, આવા સંજોગોમાં તે ટાળી શકાય તેમ ન હતું.

નોંધવાપાત્ર બાબત એ છે કે આ ઈસ્લામિસ્ટો દ્વારા હેટ ક્રાઈમ આચરવામાં આવ્યો હતો. તેમનો હેતુ હિન્દુ ઉજવણીઓને અપવિત્ર બનાવતો હતો હતો એટલું જ નહિ, સાંપ્રદાયિક તંગદિલીને ઉશ્કેરવાનો પણ હતો. પોલીસને માહિતી આપવામાં આવી અને તેમને જણાવાયું કે જો તેઓ તત્કાળ સક્રિય કાર્યવાહી નહિ કરે તો આ ઈસ્લામિસ્ટો સમગ્ર દેશમાં અન્યોને ઉશ્કેરવા માટે ફેક ન્યૂઝ ફેલાવશે.

અમે જેવી આગાહી કરી હતી તે જ પ્રમાણે સોશિયલ મીડિયા ઉભરાઈ ગયું અને આ રીતે લેસ્ટરમાં હિન્દુઓ પર આક્રમણનું તેમનું અભિયાન શરૂ થયું. તેમણે તંગદિલીઓ વધારવા માટે બનાવટી વાર્તાઓ ઉભી કરી. એક વાર્તામાં તેમણે એવો દાવો કર્યો કે હિન્દુ પુરુષે મુસ્લિમ છોકરીના અપહરણનો પ્રયાસ કર્યો હતો. આ પછી તેમણે તેનું નામ અને અન્ય વિગતો પણ જાહેર કરી. જો લેસ્ટરમાં થોડા હિન્દુઓએ ઝડપી કાર્યવાહીમાં ટેમ્પરરી ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સનનો સંપર્ક કર્યો ન હોત તો આ પરિસ્થિતિ વધુ ગંબીર થઈ હોત. પોલીસે પેરન્ટ્સના ઘરની બહાર એકત્ર થયેલા મુસ્લિમ યુવાનો વિખેરી નાખ્યા પરંતુ, ત્યાં સુધીમાં તો હિન્દુ પરિવારને ભારે આઘાત પહોંચાડાયો હતો. જે વ્યક્તિની વિગતો જાહેર કરાઈ હતી તે તો વિદેશમાં રજા ગાળી રહ્યો હતો. તો આ વ્યક્તિની સંડોવણી કેવી રીતે શક્ય બની હોય?

સોશિયલ મીડિયા પર (એ જ ટ્વીટર હેન્ડલ્સ મારફત) અન્ય જૂઠાણું એ ફેલાવાયું કે મસ્જિદ પર હુમલો કરાયો હતો. પોલીસે જાહેર કર્યું કે આવો કોઈ હુમલો થયો નથી ત્યારે સત્ય બહાર આવ્યું હતું. ટ્વીટર પરના ઈસ્લામિસ્ટોએ હિન્દુઓને પાઠ ભણાવવા મુસ્લિમો લેસ્ટરમાં એકત્ર થાય તેવી જાહેરાત કરી હતી. તેમણે 17 સપ્ટેમ્બર શનિવારે શેરીઓમાં ઉતરવાનું શરૂ કરતા વ્યાપક અવરોધો સર્જાયા હતા. પોલીસે બનાવટી ન્યૂઝ ફેલાવનારાને ઝડપી લઈ ટાળી શકાઈ હોત તેવી પરિસ્થિતિને શાંત પાડવા ફરી એક વખત પારોઠના પગલાં ભર્યા હતા. એક હુમલામાં ઈસ્લામિસ્ટોએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો, તેની ધજા ફાડી નીચે પાડી અને તેને આગ લગાવવાનું શરૂ કર્યું. આ બધું ત્યારે થયું જ્યારે પોલીસ માત્ર જોઈ રહી હતી. અહીં મોટો પ્રશ્ન એ થાય કે પોલીસે શા માટે કશું કર્યું નહિ? શું હિન્દુઓના મોત કે ઈજા સ્વીકાર્ય હતા? ઓથોરિટીઝને જાગવા માટે શું એક હિન્દુના મોતની જરૂર પડશે?

એક રાષ્ટ્ર તરીકે વાસ્તવિકતાનો સામનો કરવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી ઘણા લોકો જે સત્યને છુપાવવા ઈચ્છે છે, કેટલાક તો પોતાની બુઝદીલી અને નૈતિક ન્યાયનિષ્ઠાને સમતોલ કરવાના ઓઠા હેઠળ સેલ્ફ-થેરાપી તરીકે આનાથી તદ્દન વિપરીત હકીકતોને આગળ કરવા ઈચ્છે છે.

આપણે એ બાબતોના સાક્ષી રહ્યા છીએ કે આવા રેસિસ્ટ અને ધર્મઝનૂનથી પ્રેરિત ગેંગ્સ દ્વારા કેવી રીતે જ્યુઈશ કોમ્યુનિટીને ભયભીત કરાતી હતી. હવે લાગે છે કે તેમનું ધ્યાન હિન્દુઓ પર કેન્દ્રિત થયું છે. યુકેમાં આ બંને સૌથી વધુ કાયદાપાલન કરનારી અને સૌથી સફળ કોમ્યુનિટીઝ છે. તેઓ અરસપરસ સારી રીતે એકરસ થાય છે, તેઓ દેશને જ પહેલા આગળ રાખે છે તેમજ ઘણી વખત તો પોતાનું નુકસાન થતું હોય તો પણ શાંતિ અને સંપૂણ સાંપ્રદાયિક સ્થિરતાના માર્ગે આગળ વધવાનું પસંદ કરે છે.

આપણી જેલોમાં હિન્દુઓ, શીખો અને યહુદીઓ શા માટે ભાગ્યે જ જોવાં મળે છે તેની પાછળ એક કારણ છે કે તેઓ માનવતાની શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે તેમની ધીરજ-સહનશીલતાની પરીક્ષા લેવી ન જોઈએ. આપણે જેવી રીતે અતિ જમણેરીઓને હરાવ્યા છે તે જ રીતે ઈસ્લામિસ્ટ્સને હરાવવાની જરૂર છે. જ્યાં સુધી અગ્રણી સંસ્થાઓ ઈસ્લામિસ્ટ્સને રાજી રાખવા-તુષ્ટિકરણમાં ડૂબેલી રહી છે ત્યાં સુધી આપણે આમ કરી શકીશું નહિ. મેં વ્યાપક મુસ્લિમ કોમ્યુનિટીના ઘણા લોકો સાથે વાતચીત કરી છે જેઓ પ્રોએક્ટિવ કાર્યવાહીને આવકારશે કારણકે આપણી માફક જ તેનાથી તેમનું પણ રક્ષણ થાય છે. જો આપણે આજમાંથી બોધપાઠ લેવામાં નિષ્ફળ જઈશું તો આવતી કાલે આપણી શેરીઓમાં નિયમિત આવા અવરોધો- અરાજકતા જોવા મળે તેની કોઈ નવાઈ નથી. કેટલાક નમાલા રાજકારણીઓ અને કાયદાપાલક એજન્ટ્સને પોતાની વાંકી વળી ગયેલી કરોડ ટટ્ટાર રાખવાનું મુશ્કેલ લાગતું હોય તેમના કારણે જ આપણા સમાજનું નાજૂક પોત જોખમમાં આવી પડશે.

આ પરિસ્થિતિએ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશને તત્કાળ અભૂતપૂર્વ નિવેદન જારી કરીને લેસ્ટરમાં ભારતીયોની સુરક્ષા નઅને સલામતીની ચોકસાઈ કરવા બ્રિટિશ સરકારને જણાવ્યું હતું. આ સંદર્ભે હું ભારતીય હાઈ કમિશન -લંડન અને ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ કે. દોરાઈસ્વામીની પ્રશંસા કરું છું. ભારત આ રીતે વારંવાર કદમ આગળ વધારતું રહે તેનો સમય આવી ગયો છે. જો તમે વૈશ્વિક સત્તા બનવાની મહત્ત્વાકાંક્ષા રાખતા હો તો તમારે તમારી પ્રજાનું રક્ષણ કરવા માટે આ સત્તાનો ઉપયોગ કરવો જ જોઈએ.

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)

ટેબલઃ જેલના કેદીઓનો ધર્મ અને સામાન્ય વસ્તી

(ઈંગ્લેન્ડ અને વેલ્સ- જૂન 2021)

ધર્મ                  સંખ્યા         જેલની વસ્તીના ટકા     2002પછી ફેરફાર %      સામાન્ય વસ્તીમાં હિસ્સો

ક્રિશ્ચિયન          35255               45%                    -13.0                       61

મુસ્લિમ           13724                18                         9.8                          4

હિન્દુ              329                     00                         0.0                         2

શીખ                491                   01                        0.0                          01

બૌદ્ધ                1481                 02                        0.9                          01

જ્યુઈશ             467                     01                       0.3                         01

અધાર્મિક           24540                31                       -0.1                         24

અન્યો                1863                  02                       1.8                        01

નહિ નોંધાયેલા        174                 00                        0.2                        07

કુલ                     78324              100                     ---                          100%


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter