વિજયી વિશ્વ તિરંગા પ્યારા...

કપિલ દૂદકીઆ Tuesday 18th July 2023 11:13 EDT
 
 

ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા જેને ‘ત્રિરંગા-Tricolour’ તરીકે પણ ઓળખવામાં આવે છે તેને ભારત દ્વારા સત્તાવારપણે 22 જુલાઈ 1947ના દિવસે અપનાવાયો હતા. 76 વર્ષ વીતી ગયા પછી પણ તે 1.3 બિલિયન ભારતીયોની મહેચ્છા-અરમાનો, પ્રેરણા અને હજારો ભારતીયોના બલિદાનોનું પ્રતિનિધિત્વ કરવા સાથે ઉન્નતપણે લહેરી રહ્યો છે.

ભારતના રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગનો સમાવેશ થાય છે. સૌથી ઉપરના પટ્ટામાં કેસરી અથવા ભગવો રંગ છે જે ઉભરી રહેલા ભારતની શક્તિ અને હિંમતનું પ્રતીક દર્શાવે છે. વચ્ચેના પટ્ટામાં શ્વેત રંગ શાંતિ અને સત્યનો નિર્દેશ કરે છે. અને તેમાં 24 આરા-દાંતા સાથેનું ધર્મ ચક્ર સમાવિષ્ટ છે. સૌથી નીચેના પટ્ટાનો લીલો રંગ ફળદ્રૂપતા, વુદ્ધિ અને ભૂમિની પવિત્રતાનાં પ્રતીકરૂપ છે. ધર્મ ચક્રનો સમાવેશ વિશેષ ઈરાદાસર કરાયો છે. ઈસવી સન પૂર્વે ત્રીજી સદીના મોર્ય સમ્રાટ અશોક દ્વારા સારનાથ સિંહ સ્તૂપમાં મૂકાયેલા ‘કાયદાના ચક્ર’નું ચિત્રણ કરે છે. ચક્ર દર્શાવે છે કે ગતિમાં જ જીવન છે અને સ્થગિતતામાં મૃત્યુ છે.

એક રાષ્ટ્ર કે જે 1200થી વધુ વર્ષ સુધી અનેક આક્રમણખોરો દ્વારા ગુલામ બનાવાયું હતું તેના માટે સ્વતંત્રતા હાંસલ કરવાની બાબત ભૂકંપ સમાન હતી. સ્વતંત્રતાના પ્રથમ પાંચ દાયકા સુધી તો ભારત ગુલામીની માનસિકતામાંથી બહાર આવી શક્યું નહિ. તેના નેતાઓ પણ જન્મથી જ તેમના સંસ્થાનવાદી માસ્ટર્સ દ્વારા દિલોદિમાગમાં ભરી દેવાયેલી લઘુતાગ્રંથિના સકંજામાં ફસાયેલા હતા. જોકે, ગત બે દાયકામાં આપણે આપણામાં વછૂટેલાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની લીલીછમ શાખા-પ્રશાખા સાથે પરિવર્તન નિહાળ્યું છે.

આના પરિણામે, નાટ્યાત્મક ગણાવી શકાય તેવા તાર્કિક આધાર-પાયો સ્થાપિત થયો હતો. આમ છતાં, ભારતની નેતાગીરી તો સામ્રાજ્યવાદી માલિકોની ખુશામત કરનારા નેતાઓ હસ્તક હતી. આધુનિક ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ વખત 2014માં આપણે એક એવા નેતાનો ઉદ્ભવ નિહાળ્યો જેનું સંપૂર્ણ લક્ષ્ય ભારત દેશને વૈશ્વિક તખતા પર પ્રભુત્વ પરિબળ બનાવવા તરફ આગળ લઈ જવાનું હતું.

વડા પ્રધાન મોદીજીની વાત કરીએ. તેમના 9 વર્ષના કાર્યકાળમાં આપણે ભારતે પૂર્વ અને પશ્ચિમની તાકાતો સામે લીધેલી ટક્કરના સાક્ષી બન્યા છીએ. હવે ભારત તેના સામ્રાજ્યવાદી ભૂતકાળ અને ઈસ્લામિક સિતમ-જુલ્મના અંધારા ભૂતકાળની છાયામાં જીવી રહ્યું નથી. આ 9 વર્ષમાં ભારતે કેવી રીતે પ્રગતિ સાધી તે દર્શાવવા માટે તો એક પુસ્તક લખવું પડે પરંતુ, મને જણાવવા દો કે થોડી હેડલાઈન્સ આપણા પ્યારા તિરંગાને ભવ્યતા સાથે લહેરાવાના પવનની ગતિ પૂરી પાડે છે.

  •  જમ્મુ અને કાશ્મીરને ભારતનો સમાન હિસ્સો બનાવવા માટે બંધારણમાંથી આર્ટિકલ 370 (અને આર્ટિકલ 35A)ને દૂર કરવામાં આવ્યા છે. આ સાથે એક રાષ્ટ્ર, એક લોકો અને એક કાનૂનની વિભાવનાનો જન્મ થયો છે.
  •  વર્ષ 2020થી 200 બિલિયન ડોલરથી વધુ પ્રત્યક્ષ વિદેશીમૂડી રોકાણ (FDI) આવ્યું છે. ભારતમાં ઈન્વેસ્ટ કરનારા પાંચ મુખ્ય દેશો સિંગાપોર, મોરેશિયમ, યુએસએ, યુએઈ અને નેધરલેન્ડ્સ છે.
  • જન ધન યોજના (PMJDY) સ્કીમ હેઠળ 489, 000, 000થી વધુ બેન્ક એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા છે.
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ 800, 000, 000 થી વધુ લોકોને અનાજ પુરું પાડવામાં આવ્યું છે.
  • ભારતે મંગળ અને ચંદ્ર પર સ્પેસ મિશન્સ મોકલ્યા છે. 2014ના વર્ષથી તેણે ઘણા દેશો માટે 200થી વધુ ઉપગ્રહો લોન્ચ કર્યા છે.
  • ભારતમાં માત્ર 2022ના વર્ષમાં જ 89.5 મિલિયન ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. જે 2022માં ગ્લોબલ રિયલ-ટાઈમ પેમેન્ટ્સના 46 ટકા જેટલાં થાય છે.
  •  વર્ષ 2014માં ભારતમાં 3.85મિલિયન કારનું ઉત્પાદન થયું હતું, આજે તેની સંખ્યા 5.5મિલિયન કારથી પણ વધુ છે.

76 વર્ષ પછી, ભારતીય તિરંગો આખરે સમગ્ર ભારત પર ગૌરવ સાથે ફરકી રહ્યો છે. આ તિરંગો પ્રત્યેક ભારતીયને એનું સ્મરણ કરાવે છે કે તેમના પૂર્વજોએ સદીઓથી આપેલા બલિદાનોના પરિણામે તેઓ સ્વતંત્રતાને માણી રહ્યા છે. આપણે 22 જુલાઈએ એક મિનિટ માટે પણ ઊભા થઈએ અને તેને શ્રદ્ધાપૂર્ણ સલામ કરીએ. તમારા જીવનમાં વંદે માતરમનો ઘોષ ગૂંજતો રહે એક એવા દેશના મિજાજની સાથે જે વિશ્વમાં પોતાનું અધિકારપૂર્ણ સ્થાન ગ્રહણ કરવા સતત આગળ અને આગળ વધી રહ્યો છે. એક માત્ર આ દેશ સત્ય, ધર્મ, શાંતિ, પ્રેમ અને અહિંસાનો વારસો ધરાવે છે અને આવતીકાલના વિશ્વ માટે આપણી સામૂહિક માનવતાની આધારશિલા છે.

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter