10 YEARS ROUTE પરનું નવું ગાઈડન્સ ઓવરસ્ટેયર્સ અને ગેરકાયદે માઈગ્રન્ટ્સ માટે આશાનું કિરણ

ફેહમીના ફરાની, સોલિસીટર Wednesday 08th January 2020 09:12 EST
 
 

યુકેમાં લીવ ટુ રિમેનને આગળ વધારવાની અરજી અંગે હોમ ઓફિસ દ્વારા પ્રાઈવેટ અને ફેમિલી લાઈફ માટે નવું ગાઈડન્સ જારી કરાયું છે. હોમ ઓફિસ દ્વારા તેના કેસવર્કર્સ માટે પ્રથમ વખત આ પ્રકારનું ગાઈડન્સ બહાર પડાયું છે.

આ ગાઈડન્સની રચના KO Nigeria અને Rhuppiah [2018]ના કેસ લો પર વધુ ભાર આપીને કરવામાં આવી હતી. બન્ને કેસોમાં ફેમિલી/પ્રાઈવેટ લાઈફ અને જાહેર હિત વચ્ચે સંતુલન જાળવવાની કવાયત હાથ ધરાઈ હતી. Rhuppiahમાં કોઈ માઈગ્રન્ટ આર્થિક રીતે સંપૂર્ણપણે સ્વતંત્ર ન હોય અને તે યજમાન દેશ (યુકે)માં પોતાનું ભરણપોષણ કરી શકશે નહીં તેના આધાર પર તેને દેશનિકાલ કરવા જોઈએ કે કેમ તેના વિશે વિચારણા થઈ હતી.

સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે તે વ્યક્તિને તેના મિત્રો અને પરિવાર થોડી કે વધારે નાણાંકીય મદદ કરે તો યુકેમાં તે વ્યક્તિ અથવા માઈગ્રન્ટને ફાઈનાન્સિયલી ઈન્ડિપેન્ડન્ટ ગણવા જોઈએ. તેવી જ રીતે યુકેમાં બાળકના હિતમાં અને ફેમિલી લાઈફના શ્રેષ્ઠ હિતમાં ઈંગ્લિશ સ્કીલ્સની જરૂરીયાત પર પણ વધુ ભાર આપવો જોઈએ નહીં.

૨૩ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ જારી થયેલી નવી ગાઈડલાઈન્સને લીધે હોમ ઓફિસને જૂનવાણી માનસિકતામાંથી બહાર આવીને યોગ્યતાના આધારે તમામ અરજીઓ પર વિચારણા કરવાનું જરૂરી બન્યું છે.

હોમ ઓફિસની વેબસાઈટ પર સ્પષ્ટ જણાવાયું છે;

‘ગાઈડલાઈન્સમાં નિર્ણય લેનાર વ્યક્તિએ 10 YEARS ROUTE ટુ સેટલમેન્ટ પરની આર્ટિકલ ૮ ની અરજીઓ અથવા પાર્ટનર કે પેરન્ટ તરીકે ફેમિલી લાઈફના આધારે અથવા પ્રાઈવેટ લાઈફના આધારે લીવ ટુ રિમેનના ક્લેઈમ્સની કાર્યવાહી કેવી રીતે કરવી તેના વિશે જણાવાયું છે.’

‘જ્યાં રુલ્સ હેઠળ અરજદારની અરજી નકારવામાં આવી હોય, ત્યારે આ ઈન્કાર અરજદાર માટે ગેરવાજબી રીતે વધુ પડતો કઠોર બને તેવા વિશિષ્ટ સંજોગો છે કે કેમ તેની વિચારણા કરવાનું તેને સુસંગત ગણાશે.’

અગાઉની ગાઈડન્સમાં પ્રાઈવેટ લાઈફ માટે અલગ ચેપ્ટર ન હતું. ફક્ત ફેમિલી લાઈફ પર જ વધુ ભાર મૂકાયો હતો. જ્યારે નવી પ્રકાશિત થયેલી ગાઈડલાઈન્સમાં યુકેમાં ગાળેલો સમય, યુકેના સંપર્કો, સોશિયલ સર્કલ, ચારિત્ર્ય, મૂળ દેશ પરત ફરવામાં નડતા મુખ્ય અવરોધો, યુકેમાંના સંબંધો અને મૂળ દેશમાં સગાસંબંધીઓ અને વધુ ઘણાં પાસા કેસવર્કરે ધ્યાનમાં લેવાના હોય છે.

આર્ટિકલ ૮ના ક્લેઈમ્સ પ્રત્યે હોમ ઓફિસનું વલણ બદલાઈ રહ્યું હોય તેમ લાગે છે. આ નવું ગાઈડન્સ જે માઈગ્રન્ટ્સ પોતાની અરજી સુપરત કરવા માગતા હોય અથવા તો કોઈપણ પ્રકારની અરજી ક્યારેય સુપરત ન કરી હોય તેવા તમામ માઈગ્રન્ટ્સને આગળ આવવા અને હોમ ઓફિસને આ નવા સંદર્ભમાં તેમની અરજીઓ પર વિચારણા કરવા દેવા માટે તેમને આમંત્રણ આપવા સમાન છે.

(સંપર્કઃ [email protected] / મોબાઇલઃ 07773 706 866)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter