18 ટકા ટેરિફ! બહુ હરખાઈ જવાની જરૂર નથી

લાલ બત્તી

- રાજેન્દ્ર એમ. જાની Wednesday 11th February 2026 05:25 EST
 
 

અમેરિકાએ ભારતથી થતી આયાત ઉપર ટેરિફનો દર 50 ટકાથી ઘટાડી 18 ટકા કર્યાના સમાચાર દુનિયાભરની ટીવી ચેનલોથી લઇને અખબારી માધ્યમોમાં છવાઇ ગયા! પ્રાથમિક દૃષ્ટિએ હરખાવા જેવું લાગે પણ વિગતો જોતાં જોઈએ તેવી મજા આવે તેવું ના લાગ્યું. તેના કારણો નીચે પ્રમાણે છે:
1) ખરેખર જોવા જઈએ તો ટેરિફમાં 50 ટકાથી 18 ટકા એટલે 32 ટકા નહીં, પણ 25 ટકાથી 18 ટકા એટલે કે ફક્ત 7 ટકાનો જ ઘટાડો થયો છે. કારણ કે વધારાના 25 ટકા તો ટ્રમ્પ મહાશયે રશિયા પાસેથી ભારતે તેલ ખરીદવા અંગે લાદેલા દંડકીય ટેરિફ હતો.
2) ભારતે તેના બદલામાં અમેરિકાથી થતી આયાતો ઉપર ટેરિફ સાવ શૂન્ય કરવી પડી છે.
3) ભારતે તેના ખાસ મિત્ર દેશ (રશિયા) પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે. જેની
અસર ભારત-રશિયા સબંધો ઉપર પ્રતિકૂળ અસર પડી શકે.
4) અમેરિકાથી આયાત થનાર વસ્તુઓમાં કૃષિ ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે, જેની પ્રતિકૂળ અસર ભારતની કૃષિ પેદાશો ઉપર પડી શકે છે.
5) આવી બધી જાહેરાતો કાયમ ટ્રમ્પ દ્વારા જ કેમ કરવામાં આવે છે?
6) ભારતે અમેરિકા ઊપરાંત વેનેઝુએલા પાસેથી અમેરિકાએ લૂંટેલું તેલ ખરીદવું પડશે. ભાવ કેવા હશે? કદાચ સસ્તું હોઈ પણ શકે.
આ તમામ મુદ્દાઓમાં મુખ્ય બાબત એ છે કે અમેરિકાથી આયાત થતી વસ્તુઓ ઉપર શૂન્ય ટેરિફ હોય તો અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ ઉપર શૂન્ય ટેરિફ કેમ નહીં? બધા ભલે વખાણ કરતાં હોય પણ આ વખતે ‘પુષ્પા’ પિક્ચરનો પ્રચલિત ડાયલોગ યાદ કરીયે તો મને એવો સવાલ પૂછવાનું મન થાય છે કે, ‘પુષ્પા ઝૂક ગયા ક્યા?’ આપણા ‘પુષ્પા’ની એવી તે શી મજબૂરી હશે? અંદર કી બાત ક્યાં હૈ? રામ જાણે... મોદી સાહેબ અને ટ્રમ્પ મહાશય એકબીજાના વખાણ કરે તેથી હકીકત કઈ રીતે બદલાઈ જશે?!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter