આપણામાંથી કેટલાકને હિન્દુ તરીકે જન્મવા અને સનાતન ધર્મની પરંપરાઓનો હિસ્સો બની રહેવાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. એ ધર્મ જે કોસ્મિક-બ્રહ્માંડીય વાસ્તવિકતાનું પ્રત્યક્ષીકરણ છે. એ ધર્મ જે બળ, જૂઠાણાં અથવા નરસંહારની ધમકીઓ દ્વારા ધર્માંતરણ કરાવતો નથી. એ ધર્મ જે આનંદસહ માનવતાના તમામ સ્વરુપોનું મૂલ્ય કરે છે. એ ધર્મ જે તમને, તમારા વિચારો અને તમારા કાર્યો પર અંકુશમાં રાખવા તમારામાં ઈશ્વરનો ભય અંકિત કરતો નથી. આ ધર્મ એટલો વૈવિધ્યપૂર્ણ છે કે માત્ર સમર્પણ અને પ્રેમ થકી જ સમગ્ર ભારતવર્ષમાં ફેલાયેલો છે. સદીઓના દમન-જુલ્મો પછી પણ ધર્મ હજુ અસ્તિત્વમાં છે અને ફેલાતો રહ્યો છે. એ ધર્મ જેણે આપણને દર્શાવ્યું કે રાવણ દ્વારા પ્રદર્શિત માનસિકતાઓ તેમના કદરૂપાં મસ્તકો જન્માવશે કારણકે કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારની માનવીય સ્થિતિઓ હંમેશાં દુષ્ટતા, અનૈતિકતા અને અનૈતિક વર્તનની વૃદ્ધિ તરફ દોરી જાય છે. ભગવાન રામ ધર્મ માટે ઉભા રહ્યા અને રાવણને રોળી નાખ્યો. વિશ્વભરમાં દિવાળી ઉજવાઈ છે. દિવાળી અદ્ભૂત પારિવારિક ઊજવણી છે ત્યારે મને ડર છે કે આપણામાંથી ઘણા મોટા ભાગે તેનું સાચું મહત્ત્વ ભૂલવા લાગીએ છીએ.
આપણે 21મી સદીમાં નિહાળી રહ્યા છીએ કે રાવણના દસ મસ્તકો ફરીથી તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે અને વ્યવસ્થિતપણે માનવસમાજના તાણાવાણાનો વિનાશ કરી રહ્યા છે. રાવણનો પરાજય કરાયો ત્યારથી આસુરી તાકાત વિરુદ્ધ શુભની લડાઈ દરેક સદીમાં ચાલતી રહી છે અને મને લાગે છે કે તાજેતરમાં આસુરી શક્તિનો અભૂતપૂર્વ ઉછાળો જોવા મળે છે.
રાવણના 10 મસ્તક આજે કેવાં દેખાઈ રહ્યાં હશે?
અમેરિકા વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાના તેના લક્ષ્ય સ થે આગળ વધી રહ્યું છે. તેને માફક આવે તેવાં કાયદાઓ બનાવે છે. તે તમામ વ્યવહારુતાઓને અવગણે છે અને આપણે સાક્ષી છીએ કે નબળા દેશો તેમના બાલિશ તરંગો અને છળકપટોમાં દલાલ બની રહ્યા છે. ચીન વર્ચસ્વની પોઝિશન પર પહોંચ્યું છે. ત્યાં સરમુખ્ત્યારશાહી હોવાના કારણે ઘરઆંગણે સંપૂર્ણ અંકુશનો ફાયદો તેને મળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની માગણીઓની દલાલી કરવા આખેઆખા દેશોને ખરીદી લેવા જરૂર હોય તે પ્રમાણમાં નાણાકોથળીઓ ખુલ્લી રાખે છે.
ઈસ્લામિક કટ્ટરવાદીઓએ ખિલાફત સ્થાપવાની પ્રતિજ્ઞા લીધી છે. આ સંદર્ભે વિશ્વભરમાં ઘણા દેશોમાં આતંકવાદી હુમલાઓ થતાં નિહાળીએ છીએ. પશ્ચિમી ગવર્નન્સ સહિત પાશ્ચાત્ય સમાજોમાં ઈસ્લામિસ્ટ્સની ઘૂસણખોરી તેની સફળતાને નિહાળતા નોંધપાત્ર જણાય છે. તેઓ પોતાના લક્ષ્યો સાધવા માટે જૂઠાણાં, બનાવટી સહાનુભૂતિ, હિંસા તેમજ રાજનીતિનો ઉપયોગ કરે છે.
મલ્ટિ બિલિયોનર્સ આખા દેશ કરતાં પણ વધુ શક્તિશાળી બની ગયા છે. તેઓ સત્તા અને અંકુશની પોતાની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા આપણા રાજકારણીઓ અને અન્યોને ખરીદતા રહે છે અને સાથોસાથ વધુ નાણા રળતા રહે છે. ટેકનોલોજી હવે એવા સ્તરે પહોંચી ગઈ છે કે તેના પર કાબુ મેળવનારાઓ પોતાના માલિકોને માફક આવે તેવા નેરેટિવ્ઝનું સર્જન કરીને મોટા પાયે વસ્તીઓ પર નિયંત્રણો લાદે તેવી શક્યતા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આવા મલિન પાત્રો અને મલિન દેશોને હસ્તક કમાન્ડ અને કન્ટ્રોલની અસીમ તાકાત સોંપવા માટે સજ્જતા ધરાવે છે. રેર અર્થ મિનરલ્સ જેવી ચીજવસ્તુઓ કોઈ પણ હિસાબે તેનો પુરવઠો હાંસલ કરવા કંપનીઓ અને દેશોને અનૈતિક નિર્ણયો લેવાં તરફ દોરી રહી છે.
શસ્ત્રદોડ નિયંત્રણની બહાર ગઈ છે. આપણે જોઈએ છીએ કે થોડાના હાથોમાં પૂરતો ફાયર પાવર છે જે ગણતરીની મિનિટોમાં અબજો લોકોનો નાશ કરી શકે તેવો વિનાશ પાથરી શકે છે. આની સાથે જ આપણી નાજૂક પૃથ્વીને સુંદર બનાવતા અને સમતુલા સર્જતા જીવનના અન્ય સ્વરૂપોનો પણ વિનાશ નોંતરશે.
પોલ્યુશન સાયલન્ટ હત્યારો છે. આપણે ઝેરી પ્રદૂષણના ટ્રિલિયન્સ ટનબંધ પ્રદૂષકોને બહાર પાડતા રહીએ છીએ કે આપણા સ્વવિનાશ તરફ દોરી જનારા કટોકટીપૂર્ણ તબક્કે પહોંચી જઈએ તે માત્ર સમયનો જ સવાલ છે.
વેટિકનમાંથી બહાર આવતા ક્રિશ્ચિયન માફિયાને પણ અવગણી શકાય તેમ નથી. તેમણે સદીઓથી વિશ્વભરના દેશો અને અબજો લોકો પર અકલ્પનીય અંકુશ જાળવી રાખ્યો છે. આની સાથે જ બિનઈસાઈઓને પોતાના ‘સાચા’ માર્ગમાં ધર્માન્તરના આખરી લક્ષ્યને પણ આગળ વધારી રહ્યા છે.
મીડિયા પણ હવે થોડી ઉચ્ચ શક્તિશાળી વ્યક્તિઓના (અને કેટલાક દેશોના પણ) અંકુશ હેઠળ છે. આ મીડિયા મુગલ્સ જેને સત્ય માને છે તેનું 24/7/365 નેરેશન વિશ્વના અબજો લોકોની માનસિકતામાં ગુંજતુ થઈ જાય છે. ફેક ન્યૂઝ હવે એવી કોમોડિટી છે જે મોહિત થનારાને ઝડપથી વેચી દેવાય છે. વિશ્વ હવે તેના સૌથી મોટી કસોટીઓના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તમામ આસુરી તત્વોનું અસ્તિત્વ છે ત્યારે નજીકના ભવિષ્યમાં વિશ્વ યુદ્ધ 3નું કોઈ સ્વરૂપ સામે આવી જાય તો મને ભારે આશ્ચર્ય નહિ જ થાય.અને તેનો તણખો સર્જવામાં ઘણો લાંબો સમય પણ નહિ લાગે.
અમેરિકા એમ માને છે કે વિશ્વમાં કોઈ પણ સ્થળે તે ઈચ્છે તેમ કરી શકે છે. ચીન પણ બટન પર તેની આંગળી સાથે સજ્જ છે. રશિયા કદાચ યુક્રેનમાં ખુપેલું રહેશે, પરંતુ તેમનો એકમાત્ર વિકલ્પ પણ બટન દાબવાનો જ હોવાથી તેમને પરિસ્થિતિ કદાચ વધુ ખતરનાક બનાવી શકે છે. ભારતે સમજદારીનો અભિગમ દર્શાવ્યો છે તે માટે ઈશ્વરનો આભાર જ માનીએ, પરંતુ અણુશસ્ત્રો છોડાશે ત્યારે તેને પણ સહન કરવાનું જ છે.
કઠપૂતળીઓના માલિકો કોણ છે અને કઠપૂતળીઓ પણ કોણ હોઈ શકે છે તે નિહાળવું ખૂબ મુશ્કેલ છે કારણકે જૂ ઠાણાંના જાળાં અને બનાવટી નેરેટિવ્ઝ વાસ્તવમાં આવા તત્વોને અંકુશમાં રાખનારાઓની ઢાલ બની રહ્યાં છે. આ સમયે આપણને કદાચ કલ્કિના બળોના હસ્તક્ષેપની આવશ્યકતા હોઈ શકે છે. આ કયું સ્વરૂપ હશે, તેની મને જાણ નથી, પરંતુ મને લાગે છે કે જો આપણે ધર્મના માર્ગને અનુસરીશું તો કલ્કિ વૈશ્વિક પરિવર્તન લાવશે જેના થકી માનવજાત બચી શકશે. આપણા માર્ગોની ભૂલ આપણને બધાને સમજાશે ત્યાં સુધીમાં તો કદાચ ઘણું ગુમાવી દેવાયું હશે. આમ છતાં, કશું પણ કરીએ અને કહીએ, મને ખાતરી છે કે આખરે તો સનાતન ધર્મનું જ અસ્તિત્વ રહેશે.


