FIA-Chicago દ્વારા ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી

Wednesday 11th February 2026 05:33 EST
 
 

શિકાગોઃ 1980માં સ્થાપિત ધ ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિયેશન્સ- શિકાગો (FIA-Chicago) દ્વારા 7 ફેબ્રુઆરીએ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ભારતે ઓગસ્ટ 15 1947ના દિવસે બ્રિટિશ શાસનમાંથી આઝાદી હાંસલ કર્યા પછી 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતના બંધારણને અપનાવવામાં આવ્યું તેને પણ યાદ કરવામાં આવ્યું હતું. ભારતથી 12,000 કિલોમીટરના અંતરે ઈલિનોઈસના સ્કાઉમ્બર્ગના હરિધામ સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત ઈવેન્ટમાં ભારતીય ડાયસ્પોરાના 240 પાર્ટિસિપેન્ટ્સ હતા.

ઉપસ્થિત વિશિષ્ટ મહાનુભાવો અને કોમ્યુનિટીના અગ્રણીઓમાં ભારતના કોન્સલ જનરલ સોમનાથ ઘોષ; ઈઝરાયેલના કોન્સલ જનરલ એલાદ સ્ટ્રોહમાયેર, ડેપ્યુટી કોન્સલ જનરલ ડેલ્ફાઈન અને તેમનો સ્ટાફ; FIA ના ટ્રસ્ટી ડાયરેક્ટર ડો. ભરતભાઈ બારાઈ, ટ્રસ્ટીઓ કાન્તિભાઈ પટેલ અને રાજ પટેલ; એક્ઝિક્યુટિવ્ઝ અનિલ સિંહ, જોય (દીપેન) શાહ અને અમર ઉપાધ્યાય; ભારતીય સીનિયર સેન્ટરના હરિભાઈ; FLEXTRON ના પ્રેસિડેન્ટ સંજય વોરા; ઈન્ડિયા હબના હરિશ કોલાસાની; ICOના કૃષ્ણા અને મેઘના બંસલ; VHP-A Chicagoના વિનેશ વિરાણી; TV-Asiaના વંદના ઝિંગાન; મરાઠા મંડળના પ્રેસિડેન્ટ દિપાલી સાવંત; હિન્દુ સ્વયંસેવક સંઘના ચેતન રેગે અને દેવેશ પંડિત; પંજાબી એસોસિયેશનના પ્રેસિડેન્ટ ગુરમીત સિંહ; SBI Chicago બ્રાન્ચના સીઈઓ રવિન્દ્ર કુમાર ઝા; સીનિયર ક્લબના પ્રેસિડેન્ટ નરેશ શાહ; જલારામ મંદિરના રાજેન્દ્ર ઠક્કર; ISKCONના સંદીપ પટેલ;સીનિયર સેન્ટરના પ્રેસિડેન્ટ રમેશભાઈ ચોકસી; Skokieના ફાઈન આર્ટ્સ કમિશનર પ્રમોદ જોશી; MAFS/UMASના સ્મિતેશ શાહ; જૈન સેન્ટરના સંજય શાહ; INDICના અવાતાનસ કુમાર; વોલન્ટીઅર્સ મનીષ પટેલ (શ્રી સનાતન ઈકોસિસ્ટમ) અને નીતિન સુરતી (VHPA); નિમિષા પટેલ (VHP-A); હસમુખ પટેલ (OF-BJP); કરણી સેનાના નીલમ સિંહ અને અરુણિમા સિંહ; જેક, એન્ના અને અન્ય જ્યુઈશ મિત્રોનો સમાવેશ થયો હતો.

ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ લક્ષ્યાંકિત હુમલાઓના બાંગલાદેશી હિન્દુ વિક્ટિમ્સના માનમાં મૌન પાળવા સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો. ભારતના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ની 150મી જયંતી નિમિત્તે વિશેષ રજૂઆત કરાઈ હતી. કોન્સલ જનરલ સોમનાથ ઘોષ અને ઈઝરાયેલના કોન્સલ જનરલ એલાદ સ્ટ્રોહમાયેર ભારતની પ્રગતિ તેમજ ભારત-ઈઝરાયેલના મૈત્રીપૂર્ણ સંબંધો વિશે વાત કરી હતી. પ્રવાસી ભારતીય સમ્માનવિજેતા અને FIA ના ટ્રસ્ટી ડાયરેક્ટર ડો. ભરતભાઈ બારાઈએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને ભારતીય બંધારણને અપનાવાયા વિશે જણાવ્યું હતું. FIA ના પ્રેસિડેન્ટ હેમંત પટેલે ભારત, ઈઝરાયેલ અને અમેરિકાની વ્યૂહાત્મક મૈત્રીનું મહત્ત્વ દર્શાવી ધાર્મિક અંતિમવાદ સામે સામૂહિક લડત ચલાવવાની પળ હોવાનું જણાવ્યું હતું. તેમણે ભારતના બંધારણને બિરદાવી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) તરફ સપોર્ટ વ્યક્ત કર્યો હતો. એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અનિલ સિંહે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter