આપણા પ્રાઈમ મિનિસ્ટર સર કેર સ્ટાર્મર પોતાના માટે નવી રસપ્રદ પ્રતિષ્ઠા સર્જી રહ્યા છે. કમનસીબે, તે ભારે નકારાત્મક છે. તેમણે ગત જનરલ ઈલેક્શનના પ્રચારકાળમાં તેઓ કેવી રીતે હકીકતો, સત્યો અને જૂઠાણાંઓ સાથે કામ કરે છે તેનો ખયાલ આપી જ દીધો હતો. તેમણે સાતત્ય સાથે તેમનું મન બદલી નાખવાની અને તેમાંથી છટકી જવાની કળામાં મહારત હાંસલ કરી લીધી છે. સામાન્યપણે આવું વર્તન મતદારો તેમને અને તેમની પાર્ટીને ફગાવી દે તેવું પરિણામ લાવે. આમ છતાં, સ્ટાર્મરના સિતારા બુલંદ સફળતા પર રહ્યા અને ટોરીઝે ગત ચૂંટણીમાં હારવા માટે શક્ય બધું જ કર્યું હતું. પ્રામાણિકપણે કહીએ તો તમે ગધેડાને પણ લેબર પાર્ટીનું નેતૃત્વ સોંપ્યું હોય તો પણ તેઓ ગત ઈલેક્શન જીતી જ ગયા હોત.
આપણા નવા પ્રાઈમ મિનિસ્ટર એક્શન સમયે કેવા હોય તે દર્શાવવા આપણી પાસે અઢળક પુરાવા છે. એવી વ્યક્તિ જે સત્યનો અનાદર કરે છે, બાબતો ઉપજાવી કાઢે છે, માહિતીની ગેરરજૂઆત કરે છે અને નીતિવિષયક વલણો સંદર્ભે પોતાના જ ભૂતકાળના નિવેદનોની અવગણના કરે છે. કોઈ પણ વિચારે કે સત્તા પર આવ્યા પછી તેમણે સત્ય પ્રત્યે આવો અનાદર નહિ દર્શાવવાની પૂરતી કાળજી રાખી હશે. આમ છતાં, એક સપ્તાહ પણ એવું ગયું નથી જ્યારે તેમણે અથવા તેમના કોઈ એક હજૂરીઆ ફર્સ્ટ બેન્ચર કોઈ બાબત કહે અને તેનાથી તદ્દન અલગ જ કાર્ય કર્યું હોય.
તેમની પ્રતિષ્ઠા પ્રાઈમ મિનિસ્ટર તરીકે નહિ, પરંતુ એવી વ્યક્તિ તરીકે ઉપસી કે જેની યુનિક સેલિંગ પોઈન્ટ (USP) ગુંલાટ મારવાની કળાની શ્રેષ્ઠતામાં જ છે. ઉદાહરણો તો અસંખ્ય છે, પરંતુ આપણે થોડાં જ ધ્યાને લઈશું. તેમણે વિન્ટર ફ્યૂલ એલાવન્સ રદ કરવાની જાહેરાત સાથે તેમના પોતાના સાંસદોને ચોંકાવી દીધા હતા. ખરેખર તો આ તદ્દન વાહિયાત અને મૂર્ખ વિચાર હતો કારણકે બચત થવાની રકમ નગણ્ય હતી, પરંતુ ઈલેક્ટોરેટ એટલે કે મતદારોનો પ્રત્યાઘાતી રોષ જબરજસ્ત હતો. દિવસોદિવસ લોહી નીંગળવા લાગ્યું હતું. પાર્ટીના આંતરિક વર્તુળોએ નંબર 10ને યુ-ટર્ન મારવાની સલાહ પણ આપી, પરંતુ સ્ટાર્મર જિદે ચડ્યા અને નવી પ્રાપ્ત થયેલી સત્તાનો અમલ કરાવી દેવાની તત્પરતા પણ હતી. આ માણસ ગુંલાટ મારે તેમ ન હતો, હજી સુધી! આપણે તો જાહેર ક્ષેત્રમાં નીતિના ખુલ્લેઆમ દર્દનાક વિનાશના સાક્ષી જ બની રહ્યા. આખરે દબાણઅ એટલું અસહ્ય બન્યું કે સ્ટાર્મરે લાખો પેન્શનરોને વિન્ટર ફ્યૂલ પેમેન્ટ કરવા મુદ્દે તેમના અનેક મહત્ત્વના યુ-ટર્ન્સમાંથી સૌપ્રથમ ગુંલાટ મારવાની ફરજ પડી. જો વિચારધારાના ગાંડપણ અને સત્તાની ખેંચતાણ પહેલા મગજનો યોગ્ય ઉપયોગ કરાયો હોત તો વિવેકબુદ્ધિની આ ભૂલ નિવારી શકાઈ હોત.
જોકે, આ તો હજુ શરૂઆત જ હતી. મેઈન કોર્સ તો આવવાનો બાકી હતો. મારી સમજ બહારના કારણોસર લેબર સરકારે નિર્ણય કર્યો કે તે ગ્રૂમિંગ ગેંગ્સ કૌભાંડમાં સ્ટેટ્યુટરી ઈન્ક્વાયરી-વૈધાનિક તપાસને કદી પરવાનગી આપશે નહિ. એ બાબત સ્પષ્ટ હતી કે કાવતરાખોરો વિશેનું સત્ય બહાર આવતું ટાળવાની આ હિચકિચાહટ હતી એટલું જ નહિ, આનાથી પણ ખરાબ લેબર કાઉન્સિલર્સ, સાંસદો અને મેયરો, સોશિયલ કેર પર્સોનેલ્સ, પોલીસ ઓફિસર્સ અને જસ્ટિસ સિસ્ટમમાં અન્યોને રક્ષવાની પણ વાત હતી.
જો ઈલોન મસ્ક વચ્ચે આવ્યા ના હોત તો સ્ટાર્મર લગભગ આમાંથી પણ છટકી ગયા હોત. તેમણે આને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે લેબર આને ટાળવા ઈચ્છે છે અને પરિણામ એ આવ્યું કે આખરે યુકે જાગ્યું અને સ્ટેટ્યુટરી ઈન્ક્વાયરી માટે પોતાનું અભિયાન આદર્યું. રાજકીય ફલકમાં ડાબેરીથી જમણેરી સુધી એક સર્વસંમતિ ઉભી થઈ કે સત્તાવાર સ્ટેટ્યુટરી ઈન્ક્વાયરી સિવાય બીજું કશું સ્વીકાર્ય બનશે નહિ. સ્ટાર્મરે તો નન્નો જ ભણ્યો, તેમની ફર્સ્ટ બેન્ચે પણ ઈનકાર કર્યો અને શ્વેત નિર્બળ બાળાઓ માટે ન્યાયનો માર્ગ ફગાવી દેવાના તેમના ઈરાદાપૂર્વકના હસ્તક્ષેપના સમયગાળા મધ્યે મતદારોએ નેશનલ પોલ્સમાં તેમનો અસંતોષ વ્યક્ત કર્યો.
જો પોલ્સને સાચા માનીએ તો એક વર્ષ અગાઉ ભારે બહુમતી સાથે રચાયેલી સરકાર બરબાદીનો સામનો કરી રહી હતી. સ્ટાર્મરને દીવાલ પર લખાયેલું વંચાતું હતું, વધુ એક ગુંલાટનો વારો આવ્યો હતો, પરંતુ ખરાબ દેખાયા વિના આ કેવી રીતે કરવું તેની વિમાસણ હતી. આ સમયે જ કેસી રિવ્યૂ બહાર આવ્યો,જેમાં ગ્રૂમિંગ ગેંગ્સ અને વિવિધ ક્ષેત્રોના પ્રોફેશનલ્સ સાથે સાંઠગાંઠનાં સત્યનો વિસ્ફોટ સર્જાયો. સ્ટાર્મરને આમાં તક દેખાઈ ગઈ અને લેબર પાર્ટીએ ઉતાવળે ગ્રૂમિંગ ગેંગ્સ બાબતે સંપૂર્ણ સ્ટેટ્યુટરી ઈન્ક્વાયરી જાહેર કરી. સૌથી મોટી ગુંલાટોમાં આ એક હતી અને હાઉસ ઓફ પાર્લામેન્ટમાં લેબર ફ્રન્ટ બેન્ચ દેખીતી રીતે પરાજિત હોવાનું નજરે પડતું હતું. જો ઈન્ક્વાયરી યોગ્ય રીતે અને સમયસર કરાશે તો (અટકળોએ તો જોર પકડ્યું હતું કે સાંસદો, ઉમરાવો અને અન્ય કેટલાકને તેમાંથી બાકાત રખાશે) સત્ય બહાર આવવાનું છે તે જાણતા લેબર રાજકારણીઓના ચહેરા ‘લાલ’ જણાતા હતા.
હાલ પોલ્સ આ તથ્યો દર્શાવે છેઃ
પોલ્સની તારીખ પોલસ્ટર લેબર ટોરીઝ રીફોર્મ લિબ.ડેમ ગ્રીન
ટકાવારી%
25–26 જૂન Techne 23 18 28 16 0 8
25- જૂન Find Out Now 22 18 30 13 11
22–23 જૂન YouGov 23 17 27 16 10
20–23 જૂન More in Common 23 20 27 14 0 9
લેબર તો જૂઠાણાં અને વચનભંગોની હિમશીલા પર ટાઈટેનિકથી પણ વધુ ઝડપે ડૂબી રહેલ છે. એમ લાગે છે કે તેઓ વિદેશમાં વિવિધ દેશોના પ્રવાસ ખેડવામાં, મહત્ત્વના ફોટોસેશન્સમાં ઉભા રહેવામાં અને રાજપુરુષ તરીકે વાહવાહ મેળવવામાં જ વધુ સારા લાગતા હોવાનો નિર્ણય પ્રાઈમ મિનિસ્ટરે લઈ લીધો છે. કમનસીબે, આમાંના મોટા ભાગના પ્રયાસોમાં ઓછો ફાયદો મળ્યો છે. તેમણે યુરોપીય દેશોનું જૂથ સર્જવાનો પ્રયાસ કર્યો જે યુએસએનું સ્થાન ઝડપી લઈ યુક્રેનને સપોર્ટ આપે. જોકે, સ્થિતિ એવી છે કે યુક્રેનને અમેરિકા અને ટ્રમ્પ સિવાય કશું દેખાતું નથી. અને રશિયા તો છાતી થપથપાવવાની યુરોપીય મહામૂર્ખતા પર હસવા સિવાય શું કરી શકે?
તેમની બીજી વ્યૂહરચના ટ્રમ્પ સાથે પોતાને જોડવાની અને ઈઝરાયેલ માટે સપોર્ટ આપવાની હતી. નુકસાન શું થયું, તેમના પોતાના સાંસદોએ જાહેરમાં તેમના પ્રત્યે રોષ ઠાલવ્યો. હું આ લેખ લખી રહ્યો છું ત્યારે વેલ્ફેર સંબંધિત તેમનું મુખ્ય લેજિસ્લેશન મુશ્કેલીમાં આવી પડ્યું છે. તેમના જ 100થી વધુ સાંસદોએ માંગણી સાથે લખી મોકલ્યું છે કે જો તેમાં નોંધપાત્ર ફેરફાર નહિ કરાય તો તેઓ વિરુદ્ધમાં મત આપશે. ત્રણ લાઈનનો વ્હીપ પણ કામ કરવાનો નથી. એમ જણાય છે કે સપ્તાહો સુધી આંતરિક ખેંચતાણ અને પોતાના જ સાંસદોનો રોષ અને ચોક્કસપણે મતદારોને ધ્યાનમાં રાખીને મોટું મતદાન થવાનું હશે તેના આખરી દિવસો પહેલા પ્રાઈમ મિનિસ્ટર પીછેહઠ કરશે અને વધુ એક મોટી ગુંલાટ મારી લેશે. યુ-ટર્ન્સ કરવાની વાત આવે ત્યારે જ તેઓ ભારે સાતત્યતા દર્શાવે છે.
હજી તો આ સપ્તાહે જ સ્ટાર્મરે તેમણે માત્ર 6 સપ્તાહ અગાઉ જે કોમેન્ટ કે ટીપ્પણી કરી હતી તેમાં પણ વધુ એક ગુંલાટ મારી છે. તેમણે ધ ઓબ્ઝર્વરને જણાવ્યું હતું કે, તેઓ ‘આઈલેન્ડ ઓફ સ્ટ્રેન્જર્સ’ માઈગ્રેશન સંભાષણ વિશે ‘ભારે અફસોસ’ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘જો મને જરા પણ ખબર હોત કે આ શબ્દો પોવેલના હતા કે તેના પડઘા તરીકે પણ અર્થઘટન થઈ શકે છે, તો મેં આ શબ્દો વાપર્યા ન હોત.’
કોઈને પણ આશ્ચર્ય થઈ શકે કે તેઓ ભપકાદાર રીતે જે સંભાષણો આપે છે તેના પહેલા કદી વાંચે છે પણ ખરા? ગુંલાટબાજ સ્ટાર્મર સર્વોપરી શાસક બન્યા છે. પ્રશ્ન એક જ રહે છે કે પાર્ટી તેમના સ્થાને અન્ય નેતાને બેસાડે તે પહેલા કેટલી ગુંલાટો કે યુ-ટર્ન્સની જરૂર પડશે? આજની પળે તે લેબર પાર્ટીએ ગેરકાયદે ઈમિગ્રેશન, અર્થતંત્ર, વેલ્ફેર સિસ્ટમ, રાષ્ટ્રીય ઋણ અને જસ્ટિસ સિસ્ટમ પરનો અંકુશ ગુમાવી દીધો છે. લેબર પાર્ટી ચૂંટણીઓમાં નિષ્ફળતાઓને અટકાવી શકશે? તેમની વિચારધારાના ગાંડપણથી સર્જાયેલું નુકસાન પલટાવી શકશે? શું તેમણે ગુમાવેલા મતદારો પાછા મેળવી શકશે?
ભવિષ્ય તરફ નજર કરીએ તો ચૂંટણી ચાર વર્ષ પછી છે છતાં, મારે કહેવું જોઈશે કે લેબર પાર્ટીએ જે શર્મનાક બોગદું ઉભું કર્યું છે તેના અંત સુધી પણ પ્રકાશનું કોઈ આશાકિરણ જણાતું નથી. આ લેબર સરકારનો વારસો તેના સમગ્ર ઈતિહાસમાં સૌથી ખરાબ બની રહેશે? હું માનું છું કે આ તો સમય જ જણાવશે.