સરકારે ઈસ્લામોફોબિયાની વ્યાખ્યા સંદર્ભે સલાહ આપવા ફેબ્રુઆરી મહિનામાં સ્વતંત્ર વર્કિંગ ગ્રૂપની સ્થાપના કરી હતી. આ ઈનિશિયેટિવ બાબતે ભારે ગુપ્તતા જળવાઈ છે. કોઈને ખરેખર ખબર નથી કે વર્કિંગ ગ્રૂપની રચના કેવી રીતે થઈ, અથવા ગ્રૂપ તેની પરામર્શ કવાયત કેવી રીતે કરશે, અથવા આવા કન્સલ્ટેશન બાબતે તેઓ કોનો સંપર્ક સાધશે. તમે કોની સાથે વાતચીત કરો છો તેના આધારે હાલ આમ કરવાનું કારણ લેબર પાર્ટીએ જેને ખરેખર અપનાવી લીધી છે તે APPG (મુસ્લિમ) વ્યાખ્યા (પરંતુ, આ વ્યાખ્યાને તેના વિષય અને હેતુસર ભ્રષ્ટ હોવા બદલ વ્યાપકપણે હાસ્યાસ્પદ ગણનાવાઈ છે)ને વાજબી ઠરાવવાનું છે અથવા અન્ય વ્યાખ્યા મેળવવાનું છે જે સારી રીતે ગળે ઉતરી જાય અને પાછળથી સરકારી નીતિ અને લેજિસ્લેટિવ પ્રક્રિયાનો હિસ્સો બની શકે.
વર્કિંગ ગ્રૂપમાં આમનો સમાવેશ થાય છેઃ
ડોમિનિક ગ્રીવ KC, બેરિસ્ટર- ગ્રૂપના અધ્યક્ષ
પ્રોફેસર જાવેદ ખાન OBE, EQUIના મેનેજિંગ ડાયરેક્ટર
બેરોનેસ શાઈસ્તા ગોહિર OBE, મુસ્લિમ વિમેન્સ નેટવર્ક UKના સીઈઓ
અકીલા અહમદ MBE, બ્રિટિશ મુસ્લિમ નેટવર્કના સહાધ્યક્ષ, અને
આશા અફી, સ્વતંત્ર કન્સલ્ટન્ટ
APPG (મુસ્લિમ) વ્યાખ્યાને સંબંધિત ડર ખરેખર સાચો છે કારણકે મૂળભૂતપણે બધાનું મોં બંધ કરે છે, કોઈ પણ ઈસ્લામિક અથવા મુસ્લિમ સંબંધિત તેમની ચિંતા વ્યક્ત કરવા પર તાળું લાગી જાય છે. ખરેખર તો, આ દેખીતો ધર્મનિંદા કાયદો બની જશે, જે એક ધર્મને કોઈ પણ પડકારો અથવા ટીકાથી રક્ષણ આપવા માટે જ હશે અને ‘વાણી સ્વાતંત્ર્ય’ના ખયાલનો નાશ કરી નાખશે. સરકાર જે કરી રહી હોવાનું દેખાય છે, તે ખાસ કરીને પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ વિશે સ્ટેટ્યુટરી ઈન્ક્વાયરી મુદ્દાને હાથ ધરવાના ફીઆસ્કા પછી વધુ નફરતપૂર્ણ જાહેર થયું છે. મહાન બ્રિટિશ પ્રજા દેખીતી રીતે જ ગળે આવી ગઈ છે અને હવે બહુ થયુંની જાહેરાત કરી દીધી છે. લેબર પાર્ટી પોલ્સમાં ધોવાઈ રહી છે.
અત્યાર સુધીના કોઈ પણ પ્રાઈમ મિનિસ્ટરની સરખામણીએ વર્તમાન પ્રાઈમ મિનિસ્ટરની વિશ્વસનીયતા સૌથી તળિયે પહોંચી છે. ઓછામાં ઓછું યોગ્ય પરામર્શ કરાયો હોવાનું લાગે તે માટેનું દબાણ વધ્યું છે અને તાજેતરમાં વર્કિંગ ગ્રૂપે વ્યાપક ઓડિયન્સ સાથે પરામર્શ ખૂલ્લો જાહેર કર્યો છે. જો તમને યોગ્ય જણાય તો તમે પણ આ મહત્ત્વપૂર્ણ ચર્ચામાં યોગદાન આપવા (આખરી તારીખ 20 જુલાઈ) https://forms.office.com/Pages/ResponsePage.aspx?id=EGg0v32c3kOociSi7zmV
qI6tIfR9NoRNi6VcrK9V665UQTdRVzRMM0I4UTA0R0ZCNzBJQ0s4TVNYMS4u પર જઈ શકો છો.
એક સલાહ છે, તમારે તમારી વંશીયતા જણાવવાની કોઈ જરૂર નથી (જેનો ઉપયોગ તેઓ દરેક જૂથ કેવી રીતે વિચારે છે તેનો ક્યાસ કાઢવા અને સંભવતઃ તેનું મહત્ત્વ ઘટાડવાના માર્ગો વિચારવામાં કરશે). તેમને પ્રતિભાવ જોઈએ છે કે આને ‘ઈસ્લામોફોબિયા’, ‘એન્ટિ-મુસ્લિમ તિરસ્કાર’, ‘એન્ટિ-મુસ્લિમ રેસિઝમ’, ‘એન્ટિ-મુસ્લિમ પ્રીજ્યુડાઈસ’ અથવા ‘મુસ્લિમોફોબિયા’માંથી શું કહેવાવું જોઈએ. આ જાળમાં ફસાઈ જશો નહિ, જો કોઈ વ્યાખ્યા હોવી જોઈએ તો તેને ‘એન્ટિ-મુસ્લિમ હેટ્રેડ’ કહેવી જોઈએ. આ બાબત એન્ટિસેમેટિઝમ અને એન્ટિ-હિન્દુ હેટ્રેડ સાથે સુસંગત છે. એવી વ્યાખ્યાઓ જે અન્ય કોઈ આસ્થા-ધર્મ સામે ભેદભાવ વિના વાસ્તવિક જણાય છે.
ફોબિયાની વ્યાખ્યા અતાર્કિક ભય તરીકે થાય છે. જોકે, જેમની સાથે મેં વાતચીત કરી છે તેમાંથી લગભગ દરેકે ( તેઓ બધા જ ધર્મો અને પશ્ચાદભૂ સાથેના છે) મને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમને ઈસ્લામ વિશે તર્કસંગત ભય છે એટલે કે, ઈસ્લામ વિશે તેમનો ભય સાચો છે, તે તાર્કિક છે, એવી બાબત છે જે તેઓ જે જીવન જીવી રહ્યા છે અને આસપાસના વિશ્વને નિહાળે છે તેમાં દરરોજ અસર કરે છે. આથી, ‘ઈસ્લામોફોબિયા’ ટર્મનો ઉપયોગ કરાય તો અતાર્કિક ભયનો અર્થ લાંબા ગાળે વાસ્તવિક રહી શકે નહિ.
સારા, પ્રામાણિક બ્રિટિશરોને ઈસ્લામનો આવો તર્કસંગત ડર શા માટે લાગે? આખરે તો, તળિયાના સ્તરે આપણામાંથી મોટા ભાગના લોકોને મુસ્લિમો સાથે મૈત્રી છે, આપણે મુસ્લિમ ભાઈ-બહેનો સાથે આદાનપ્રદાન કરીએ છીએ, આપણા વચ્ચે સમાન રસની ઘણી બાબતો પણ છે. આમ છતાં, ઈસ્લામ વિશે સ્પષ્ટ અને જાહેર ડર હજુ છે. મને શંકા છે કે વિદ્વાનો પોતાની પરિકલ્પનાને તાર્કિક બનાવવા તમામ પ્રકારના વિકૃત કારણો દર્શાવશે અને આ વાસ્તવિક ડરને અવગણવા અલગ અલગ 100 કારણો પણ આપશે. ગત ત્રણ દાયકામાં આપણે ઈસ્લામના નામે ત્રાસવાદને નિહાળ્યો છે. સમગ્ર વિશ્વમાં હજારો ઈસ્લામિક ત્રાસવાદી જૂથો ફૂટી નીકળવાના આપણે સાક્ષી છીએ. વિશ્વમાં દરરોજ કોઈ પણ એક દિવસે, કોઈ પણ સ્થળે ત્રાસવાદી હુમલો થાય છે અને આ ત્રાસવાદી હુમલા ઈસ્લામિક ગ્રૂપ દ્વારા ઈસ્લામના નામે કરાતા હોય છે.
આ બાબતને સ્પષ્ટ કરવા થોડાં ઉદાહરણો આપીશઃ
• 9/11 હુમલાઓ (2001): યુનાઈટેડ સ્ટેટ્સ પરના આ હુમલા અલ-કાયદા દ્વારા કરાયા હતા, જેના પરિણામે પ્રચંડ વૈશ્વિક અસરો સર્જાવા સાથે કાઉન્ટર-ટેરરિઝમ પ્રયાસોમાં નોંધપાત્ર બદલાવો જોવાં મળ્યા છે.
• માડ્રિડ ટ્રેન બોમ્બિંગ્સ (2004): સ્પેનના માડ્રિડમાં પ્રવાસી ટ્રેનો પર શ્રેણીબદ્ધ બોમ્બવિસ્ફોટોના કારણે સંખ્યાબંધ લોકોએ જાન ગુમાવ્યા અને ઈજાઓ થઈ હતી.
• લંડન અંડરગ્રાઉન્ડ બોમ્બિંગ્સ (2005): લંડન અંડરગ્રાઉન્ડ અને બસ પર આત્મઘાતી બોમ્બહુમલાઓમાં સંખ્યાબંધ લોકોના મોત અને ઘણા ઈજાગ્રસ્ત થયા હતા.
• ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા): ISIS મોટી આતંકવાદી ધમકી તરીકે ઉભરી આવ્યું છે, જેણે ખિલાફત સ્થાપવાની સ્વયં જાહેરાત સાથે ઈરાક, સીરિયા અને અન્યત્ર હુમલાઓ કર્યા છે.
• ફ્રાન્સમાં હુમલાઓઃ ફ્રાન્સે પણ 2015માં પેરિસ અને 2016માં નાઈસ પરના હુમલાઓ સહિત ઈસ્લામિક કટ્ટરવાદીઓ દ્વારા સંખ્યાબંધ હુમલાઓનો અનુભવ કર્યો છે.
• યુકેમાં હુમલાઓઃ યુકેમાં પણ 2017માં માન્ચેસ્ટર એરિના બોમ્બિંગ, લંડનની ઘટનાઓ અને અન્યત્ર સહિત ઘણા હુમલાઓ થયા છે.
• ભારતમાં હુમલાઓઃ સાઉથ ઈન્ડિયામાં ચર્ચ પર બોમ્બવિસ્ફોટ (2000), કુર્નૂલ ટ્રેન ક્રેશ, લાલ કિલ્લા પર ત્રાસવાદી હુમલો (2000), ભારતીય પાર્લામેન્ટ પર હુમલો (2001), પહેલગામ હુમલો (2025), અમરનાથ યાત્રા હત્યાકાંડ (2000), મુંબઈ પર હુમલાઓ 1993 (+ 2002, 2003, 2006, 2008, 2011).
આ તો થોડાં જ ઉદાહરણ છે. હું ઈસ્લામિક કટ્ટરવાદીઓ દ્વારા ત્રાસવાદી હુમલાઓ વિશે વિસ્તૃત વિગતો સાથે સંભવતઃ 1000 પાના લખી શકું તેમ છું. જોકે, આ ઉદાહરણો આટલા બધા લોકો શા માટે ઈસ્લામ વિશે ડર અનુભવે છે તેના સાચા તાર્કિક કારણો આપણને સ્પષ્ટપણે દર્શાવે છે. ઘણા દેશોએ હવે ત્રાસવાદી સંગઠનો પર પ્રતિબંધ લાદવાની શરૂઆત કરી છે. આ સંગઠનો, અતિ ડાબેરી, અતિ જમણેરી, માર્ક્સવાદી અને ચોક્કસપણે ઈસ્લામિસ્ટ્સ હોઈ શકે છે. મેં કેટલીક તપાસ કરી અને તમે નહિ માનો, પણ યુકેમાં જ આપણે 75 સંગઠનો/જૂથો પર પ્રતિબંધ લાદ્યો છે અને આઘાતજનક એ છે કે આમાંથી 80 ટકા ઈસ્લામિક છે.
જ્યારે સામાન્ય નાગરિકને તેમની શેરીઓમાં આવા અનિચ્છનીય હુમલાઓનો સામનો કરવાનો થાય, આવા જ હુમલાઓ સમગ્ર વિશ્વમાં થતાં નિહાળે, અને તેમાં પણ નિહાળે કે વિશાળ સંખ્યામાં આતંકવાદી જૂથો ઈસ્લામિક છે – ત્યારે તેઓને ઈસ્લામનો સાચો ભય, તર્કસંગત ભય લાગવા માંડે એમાં કોઈ આશ્ચર્ય થાય ખરું? વોક્સ, PC બ્રિગેડ, ડાબેરી લ્યૂનાટિક્સ અને ઈઝરાયેલ વિરુદ્ધ હેટ માર્ચ્સ કરવા નીકળી પડનારાઓ કદાચ વાસ્તવિકતાની ઉપેક્ષા કરવા ઈચ્છે. તેઓ બડાશખોરો છે (તેમની પાસે તો સમય જ સમય છે), જેઓ આપણી શેરીઓ, આપણા હવાઈમાર્ગો પર કબજો જમાવે, રાજકીય પક્ષોમાં અને આપણી સંસ્થાઓમાં ઘૂસણખોરી કરે તેમજ ત્રાસવાદની વાહવાહી કરે.
જોકે, શાણા લોકોની મૌન બહુમતી એક તબક્કે તો કહી જ દેશે કે હવે બસ, બહું થયું. મને શંકા છે કે બ્રિટિશરોની સહિષ્ણુતા હવે તે મર્યાદા સુધી પહોંચી ગઈ છે. સરકારે ઘણો વિલંબ થાય તે પહેલા આના વિશે બરાબર વિચારીને નોંધ લેવી જોઈશે.