ઓસ્કર એવોર્ડઃ ‘વન બેટલ આફ્ટર અનધર’ ફિલ્મને 6 એવોર્ડ

Wednesday 18th March 2026 08:28 EDT
 
 

લોસ એન્જેલસઃ ફિલ્મઉદ્યોગમાં શિરમોરસમાન ગણાતા 98મા ઓસ્કર એવોર્ડની જાહેરાત કરાઇ છે. જેમાં પોલ થોમસ એન્ડરસનની ‘વન બેટલ આફ્ટર અનધર’ ફિલ્મે 13 નોમિનેશનમાંથી 6 એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. બીજી તરફ, રયાન કુગલરની ફિલ્મ ‘સિનર્સ’ને ઓસ્કરમાં આ વર્ષના સૌથી વધુ 16 નોમિનેશન મળ્યાં હતા પરંતુ ફિલ્મ 4 એવોર્ડ જ જીતવામાં સફળ રહી હતી. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને મળશે તેનો અંદાજ લગાવવો બહુ સહેલો હતો. ફિલ્મ ‘હેમ્નેટ’ માટે જેસી બકલીને ઓસ્કર મળવો લગભગ નક્કી મનાતું હતું અને એવું જ થયું છે. ફિલ્મ ‘સિનર્સ’ માટે માઇકલ બી. જોર્ડનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

પ્રેઝન્ટર પ્રિયંકા ચોપડા છવાઇ

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડાએ 98મા એકેડેમી એવોર્ડમાં ઇતિહાસ રચી દીધો છે. પતિ અને હોલિવૂડ સિંગર-એક્ટર નિક જોનસની સાથે પહુંચેલી પ્રિયંકા ચોપડાએ એક્ટર જેવિયર બાર્ડેમની સાથે એવોર્ડ પ્રેઝન્ટ કર્યો હતો. આ સાથે જ પ્રિયંકા બે વાર ઓસ્કર પ્રેઝન્ટ કરનારી પહેલી ભારતીય અભિનેત્રી બની છે. પ્રિયંકા આ પૂર્વે 2016માં પણ આ બહુમાન મેળવી ચૂકી છે. અગાઉ 2023 માં અભિનેત્રી દીપિકા પાદુકોણે નાટુ-નાટુ ગીતનું પરફોર્મન્સ ઈન્ટ્રોડ્યુસ કર્યું હતું.

રેડ કાર્પેટ પર ઈશા અંબાણીનો રોયલ લૂક

લોસ એન્જલસમાં આયોજિત 98મા એકેડમી એવોર્ડ્સમાં મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ શાનદાર ડેબ્યૂ કર્યું હતું. પતિ આનંદ પીરામલ સાથે પહોંચેલી ઈશાએ ‘વેલેન્ટિનો’ના 2006-2007 કલેક્શનનો ક્લાસિક વિન્ટેજ ગાઉન પહેર્યો હતો. ડાયમંડ ચોકર અને ફ્લોરલ એમ્બ્રોઈડરીવાળા આ લૂકની હોલીવૂડમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ઇવેન્ટમાં હાજરી આપવા ઉપરાંત ઇશા અને આનંદ પીરામલે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) અને વૈશ્વિક સિનેમા વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપવા માટે એકેડમી મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી.

ઓસ્કર એવોર્ડ વિજેતા

બેસ્ટ ફિલ્મ: ‘વન બેટલ આફ્ટર અનધર’

બેસ્ટ એક્ટર: માઇકલ બી. જોર્ડન (‘સિનર્સ’)

બેસ્ટ એક્ટ્રેસ: જેસી બકલી (‘હેમ્નેટ’)

બેસ્ટ કો-એક્ટરઃ શોન પેન

બેસ્ટ કો-એક્ટ્રેસ એમી મેડિગન

બેસ્ટ ડિરેક્ટર: પોલ થોમસ એન્ડરસન

બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મઃ ‘કે-પોપ ડેમન હન્ટર’

બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મઃ ‘ધ ગર્લ હૂ ક્રાઇડ પર્લ્સ’

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનઃ કેટ હોલી (‘ફ્રેન્કેનસ્ટાઇન’)

બેસ્ટ મેકઅપ-હેરસ્ટાઇલિંગ: માઈક હિલ, જોર્ડન સેમ્યુઅલ અને ક્લિઓના ફ્યુરી

બેસ્ટ કાસ્ટિંગ ડિરેક્ટર: કસાંદ્રા કુલુકુન્ડિસ

બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મઃ ‘ધ સિંગર્સ’ અને ‘ટુ પીપલ એક્સચેન્જિંગ સલાઇવા’ (ટાઈ)

બેસ્ટ ઓરિજિલન સ્ક્રીનપ્લેઃ ‘સિનર્સ’

બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે: ‘વન બેટલ આફ્ટર અનધર’ (લેખક: પોલ થોમસ એન્ડરસન)

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન: ‘ફ્રેન્કેનસ્ટાઈન’ (ટમારા ડેવડેવિલ અને શેન વેઉઓ)

બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મઃ ‘ઓલ ધ એમ્પ્ટી રૂમ્સ’

બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ: ‘મિસ્ટર નોબોડી અગેન્સ્ટ પુતિન’

બેસ્ટ સ્કોર: ‘સિનર્સ’

બેસ્ટ સાઉન્ડ : ‘એફ-1’

બેસ્ટ સિનેમેટોગ્રાફી: ‘સિનર્સ’

બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મઃ ‘સેન્ટિમેન્ટલ વેલ્યુ’

બેસ્ટ ઓરિજિનલ સોંગઃ ‘ગોલ્ડન’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter