ખુશ રહેવાની ચાવી તમારા મગજમાં જ છે
ખુશ રહેવું માનવીના હાથની જ વાત છે કારણકે ખુશી કે પ્રસન્નતાને નાણા, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા કે નસીબ સાથે કોઈ સંબંધ નથી. સંશોધનો અનુસાર હેપીનેસ કે ખુશી મગજની ઈનામ- વળતર અને મોટિવેશન (ચાલકબળ) સિસ્ટમ્સ તેમજ ખાસ કરીને મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ અને ડોપામાઈન અને સેરેટોનિન જેવાં હોર્મોન્સના સ્રાવ સાથે સંકળાયેલી બાબત છે. મગજમાં રહેલી ખુશીની ચાવીને કેવી રીતે ઓન કરી શકાય તે વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે. બાહ્ય સિદ્ધિઓની પાછળ પડ્યા વિના ઈરાદા સાથેની આર્દતો અને માનસિક એકલક્ષિતામાં આ ચાવી રહેલી છે. આભારની લાગણી વ્યક્ત કરવી, અન્યોને મદદરૂપ બનવું, ધ્યાન કરવું તેમજ ભૂતકાળના પોઝિટિવ સંસ્મરણોને યાદ કરવાથી પણ વાસ્તવિક અને કાયમી ખુશી લાવતી ન્યૂરલ સર્કિટ્સ સક્રિય બને છે. સમયાંતરે આ આદતોથી તમારા મગજમાં પાથવેઝને મજબૂત બનાવે છે જેના પરિણામે, તમે કુદરતી રીતે જ ખુશ રહી શકો છો. આ શોધ શક્તિશાળી સત્યને ઉજાગર કરે છે કે હેપીનેસ એક કૌશલ્ય છે, કોઈ સંયોગ નથી. તમારા મગજને વિધેયાત્મક વર્તનમાં સક્રિય રાખવાથી તે સંતોષ, સ્થિતિસ્થાપકતા અને સંવેદનાત્મક સ્વાસ્થ્ય માટે રિવાયરિંગ કરી શકાય છે.
•••
ટેલિપથી એટલે શબ્દો વિનાની વાતચીત
આપણે ઘણી વખત જેની સાથે નિકટતા ધરાવતા હોઈએ તેમના મનની વાત વિના બોલે સમજી જતા હોઈએ છીએ. વિજ્ઞાનીઓ કહે છે કે આ ટેલિપથી છે. આપણા વિચારો અવકાશમાં પણ પ્રવાસ કરતા રહે છે. આધુનિક ન્યૂરોસાયન્સ એમ કહે છે કે બે વ્યક્તિ ગાઢ લાગણીભીના સંબંધો ધરાવતી હોય ત્યારે તેમના મગજ એવી રીતે વર્તન કરવા લાગે છે જાણે કે તેઓ ભાષા વિના જ વાત કરતા હોવાનું જણાય છે. સંશોધકોએ લેબોરેટરી અભ્યાસમાં અલગ રખાયેલા, પરંતુ એક જ પ્રકારના સંવેદનાત્મક સંકેતો કે કાર્યોમાં સંકળાયેલા ગાઢ મિત્રોના મગજની પ્રવૃત્તિઓ તપાસી હતી. આશ્ચર્યજનક રીતે તેમની ન્યૂરલ પેટર્ન્સ મળતી આવતી હતી, મગજના તરંગો જોડાયેલા હતા, તણાવ પ્રત્યેના પ્રત્યાઘાત એક જ સાથે ઊંચા ઉઠતા કે શમતા હતા. તેઓ એકબીજાને જોઈ કે સાંભળી શકતા ન હોવાં છતાં, તેમના મગજ એવો પ્રત્યાઘાત આપતા હતા કે તેઓ આ પળે સાથે જ હોય. વિજ્ઞાનીઓ અને માઈન્ડ રીડિંગ નહિ, પરંતુ મગજ સાથે મગજના સંધાન તરીકે ઓળખાવે છે. આ અતિ ઊંડા સ્તરે લાગણીકીય એકરાગ દર્શાવે છે. આ પ્રકારની પ્રક્રિયા કલ્પના નહિ, પરંતુ બાયોલોજી છે. જ્યારે તમે કોઈની સાથે સલામતી અનુભવતા હો ત્યારે તેમારી નર્વસ સિસ્ટમ્સ અરીસાનું કામ કરે છે. તમારા શ્વાસોચ્છવાસ પણ સાથે ચાલે છે, હૃદયના ધબકારા પણ સરખાં રહે છે. તમારા વિચારો અનેમ ધ્યાન એકબીજાની પેટર્ન્સનો નકશો બનાવવા લાગે છે. તમારા શ્રેષ્ઠ મિત્રો અને ગાઢ પાર્ટનર્સ સાથે આ જોડાણ ઝડપી, મજબૂત બનવા સાથે ઘણી વખત સમજી ન શકાય તેવી અંતઃસ્ફૂરણા સર્જાય છે.


