ગણવું જ કાંઈ હોય તો...

આપણી કવિતાનો અમર વારસો...

- હરિશ્ચંદ્ર જોશી Wednesday 07th May 2025 09:18 EDT
 
 

હરિશ્ચંદ્ર જોશી કવિ તો છે જ પણ ઉત્તમ કક્ષાના ગાયક પણ ખરા. ગીતના મર્મને પામીને બંદિશ પણ બાંધે છે. પ્રાધ્યાપક છે. ભાવનગર જિલ્લાના બોટાદમાં વસવાટ છે.

- ગણવું જ કાંઈ હોય તો...

ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ,
તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ.

દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ.

વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતાં પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય, લાચાર તું હવે,
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે...
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
રાખ્યા છે કિંતુ કેટલા પડદા? ગણી બતાવ.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter