ગુજરાત-દિવસની પહેલા એક ગુજરાતી વડાપ્રધાનનો સંવાદ-પ્રયોગ!

ઘટના દર્પણ

વિષ્ણુ પંડ્યા Wednesday 03rd May 2023 05:22 EDT
 
 

યોગાનુયોગ બે દિવસ અડખેપડખે આવ્યા. ત્રીસમીએ વડાપ્રધાન નરેંદ્ર મોદીની મનકી બાતના 100 અધ્યાય થ્ય. સાચે જ આ એવો નવો પ્રયોગ કહેવો રહ્યો, જેને અધ્યાય જેવુ નામ આપવું જોઈએ. 2014થી તેની શરૂઆત થઈ અને સરકારના નબળા બાળક જેવી આકાશવાણી જેવુ માધ્યમ પસંદ કર્યું ત્યારે ઘણાને લાગ્યું કે આ તો તિકડમ હશે. પણ જોતજોતામાં આ કાર્યક્રમ સર્વપ્રિય થઈ પડ્યો. એક તો દેશના વડાપ્રધાન દરેક મહિનાના છેલ્લા રવિવારે સમય કાઢે. શાળાના વિદ્યાર્થીઓ, મહિલાઓ, પહેલીવારની પરીક્ષામાં મૂંઝાતા છાત્રો, ગામડાનું નિર્માણ, સ્ટાર્ટ આપ, ગ્લોબલ તો લોકલ, લોકલ તો ગ્લોબલ, પ્રયોગશીલ ખેતી, દિવ્યાંગો ની દુનિયા, કલાકારીગરીનો કસબ, આઝાદીનો અમૃત મહોત્સવ… આ વિષયો, ક્યાંય રાજકીય બાબતો નહિ. આયોજન એટલું વ્યવસ્થિત કે દેશના અંતરિયાળ ગામોમાં પણ રેડિયો સામે લોકો બેસી જાય. દૂર દર્શન સહયોગ આપે. પ્રશ્નો પણ પૂછાય, તરેહવારના પ્રશ્નો. એક ઉત્સાહી શિક્ષકની જેમ મોદી તેના જવાબ આપે. દેશના કોઈ ભાગમાં કોઈએ સારું કામ કર્યું હોય તો નામજોગ તેની વાત કરે.
મનકી બાત એક બળવાન માધ્યમ બની ગયું, ભૂતકાળમાં તો આવું કોઈએ કર્યું નહોતું. વડાપ્રધાનો રાજકારણ, વિરોધ પક્ષો, અને પોતાના પક્ષોની પળોજણમાથી મુક્ત થાય તો ને? મોદી જોકે સૌથી વધુ ઘેરાયેલા રાજકીય નએટા પણ છે. તેની નાની કે મોટી ભૂલ હોય કે ના હોય, તેણે ભૂલ ગણાવીને તેના પર માછલા ધોવાય છે. આરોપો થાય છે. ગુજરાતમાં હતા ત્યારે તો તેમના પર સીટની તપાસ થઈ, પરદેશોમાં તેમના સામે દેખાવો થયા. જગત જમાદાર અમેરિકાએ તો પોતાને ત્યાં આવવાની મનાઈ ફરમાવી દીધી. કેટલાક દેશો તો 2002ના ગોધરા કાંડ માટે જવાબદાર ગણીને વૈશ્વિક અપરાધી તરીકે મુકદ્દમો ચાલવો જોઈએ ત્યાં સુધી પહોંચી ગયા હતા.
વડાપ્રધાન થયા પછી નોટબંધી પાકિસ્તાની હુમલા સુધીના પ્રશ્નો પર ટીકાની આંધી આવી. જાહેરમાં તેમને નીચ, મોતનો સોદાગર, ચોકીદાર ચોર, અભણ અને ખોટી ડિગ્રી ધરાવતા રાજકારણી.. આવા હલકા વિધાનો કરાયા, હજુ બે દિવસ પહેલા કોંગ્રેસ પ્રમુખે તેમણે ઝેરીલો સાપ કહ્યા. મજાકમાં મોદી કહે છે કે 91 ગાળ આપી અને હું લોકોમાં વધુ પસંદ રહ્યો છું.
વાત તો તેમની સાચી છે. મનકી બાતનો એકાદ એપિસોડ જોતાં ખ્યાલ આવે કે આ માણસ લોકોના હૈયા સુધી પહોંચી ગયો છે! આમાં કોઈ રહસ્ય નથી, સાંપ્રત પરિસ્થિતીનો ચમત્કાર છે. નવા પ્રયોગો કરવા અને તેના તાર્કિક પરિણામ સુધી લઈ જવા એ વડાપ્રધાનની ખાસિયત છે. ગુજરાતમાં હતા મુખ્યમંત્રી તરીકે ત્યારે આપણે જોયું છે કે નવા અને અસરકારક પ્રયોગો કરતાં રહયા. વાઈબ્રન્ટ ગુજરાત, સમરસ ગામ, ખેલે ગુજરાત, વાંચે ગુજરાત, બેટી બચાવ, કર્મયોગી શિબિર.... સરકારી અફસરોને એકાદ દિવસની ફુરસદ નહોતી મળતી. આનું સંધાન ભારતના વડાપ્રધાન થયા પછી પણ ચાલુ રહ્યું, તેવો એક પ્રયોગ એટ્લે મન કી બાત. તે સામાજિક, સાંસ્કૃતિક, અને વૈશ્વિક વલણોનુ ગુણાત્મક પરીવર્તન લાવવાનો પ્રયાસ છે. બેશક, તે નરેન્દ્ર-કેન્દ્રી છે એવું વિરોધીઓ કહેશે પણ જ્યારે એકધારા, ભારતીય પરીવર્તનણો સંકલ્પ લઈને
કોઈ નીકળે અને તેમાં તેને યશ મળે તો પણ તે વાજબી છે. આટલા વડાપ્રધાનો આવ્યા અને ગયા, પણ કોઈને આવું કેમ ના સૂઝયું? આનો જવાબ કોઈ પાસે આજે નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter