કાશ્મીર કદી હેડલાઈન્સની બહાર રહ્યું નથી. મોટા ભાગના આર્ટિકલ્સમાં અને ખાસ કરીને પશ્ચિમી વોક પબ્લિકેશન્સ દ્વારા સપોર્ટ કરાયા હોય અથવા લખાયા હોય ત્યારે જમ્મુ અને કાશ્મીરના ઈતિહાસના પુનર્લેખનનો વ્યવસ્થિત પ્રયાસ થતો રહ્યો છે. વાસ્તવમાં, કોઈ પણ એટલું કહેવા સુધી આગળ વધી શકે છે કે મોટા ભાગના આ પ્રકાશનો સ્વાભાવિક જુઠ્ઠાણાંથી ભરેલાં હોય છે.
ઈસ્લામી કટ્ટરવાદીઓ અને તેમને સંતુષ્ટ રાખનારા સમર્થકોના કથાનકો (નેરેટિવ્ઝ) એવાં હોય છે કે તેઓ ભારતીયોને પણ ગૂંચવાડામાં નાંખી શક્યા છે. હું મારી જાતને ભારતીય ઈતિહાસ, અથવા જમ્મુ અને કાશ્મીર અથવા ભારત વર્ષ અથવા સનાતન ધર્મ સંદર્ભે નિષ્ણાત હોવાનો દાવો કરતો નથી છતાં, મને એટલું તો લાગે જ છે કે દરેકને સમજાય તેવા સાદા અને સરળ ફોર્મેટમાં થોડાં સત્યો રજૂ કરી શકું તેવા ફન્ડામેન્ટ્લ્સ – મૂળભૂત તથ્યોની સમજ હું ધરાવું જ છું.
આપણે બરાબર સ્પષ્ટ થવું પડશે. બ્રિટિશ શાસનમાંથી ભારતીય સ્વતંત્રતાના સંક્રમણ કાળ દરમિયાન બ્રિટિશરોએ એ બાબત ફરજિયાત બનાવી કે ભારતનો હિસ્સો બની રહેવા ઈચ્છુક દરેક રાજ્ય-રજવાડાએ જોડાણખત અથવા તો ઈન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પર સહી કરવાની રહેશે. રાણીસાહેબા વતી બ્રિટિશ સરકારે આ પ્રકારનો કરાર બનાવ્યો હતો અને રાણીના દૂત તરીકે લોર્ડ માઉન્ટ બેટન આ તમામ કરારો પર સહી કરવા માટે નિયુક્ત કરાયા હતા. ઈન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન (જમ્મુ અને કાશ્મીર) પર ઓક્ટોબર 26, 1947ના દિવસે સહી કરવામાં આવી હતી. આનો અર્થ એ હતો કે બ્રિટિશ પાર્લામેન્ટ અને રાણીસાહેબાએ આ કરારને સંમતિ આપી હતી અને તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદા અન્વયે કાનૂની સ્વરૂપ અપાયું હતું. જમ્મુ અને કાશ્મીર સંબંધે આ જ એકમાત્ર કાનૂની સ્થિતિ છે. આ મૂળભૂત કાનૂની સ્થિતિથી દૂર લઈ જતી કોઈ પણ ચર્ચા કરવામાં તમારો સમય બગાડશો નહિ. આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાન આક્રમણખોર છે, તેણે ભારતીય ભૂમિ પર ગેરકાયદે કબજો જમાવ્યો છે અને તે ભારતમાંથી વિભાજનની શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.
જમ્મુ અને કાશ્મીર હંમેશાં ભારતનું અવિભાજ્ય અંગ રહેલું છે. તે હજારો વર્ષથી ભારત વર્ષનું અવિભાજ્ય અંગ રહેલું છે. હજારો વર્ષથી તે સનાતન ધાર્મિક પરં પરાઓનો અવિભાજ્ય હિસ્સો રહેલ છે. એટલું યાદ રાખો કે 610 CE માં ઈસ્લામનો જન્મ થયો તેના હજારો વર્ષ પહેલાંથી જમ્મુ અને કાશ્મીર ધર્મ ભૂમિ રહેલું છે, આથી, જ્યારે પાકિસ્તાની મુસ્લિમો તમારી સમક્ષ તેમના અધિકારોની વાત કરે ત્યારે હજારો વર્ષો પહેલાં આ ભૂમિનો અવિભાજ્ય હિસ્સો બની રહેલા લોકોના અધિકારોની યાદ તેમને અપાવજો.
મહર્ષિ કશ્યપની આ ભૂમિ હંમેશાં ભારતનો અખંડ હિસ્સો બની રહેશે. જય હિન્દ.
આ સાથે રજૂ કરેલું કોષ્ટક કે ટેબલ સંપૂર્ણ નથી, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે
તફાવતોને તેમજ જમ્મુ અને કાશ્મીરના સાચા દરજ્જાને સ્પષ્ટ કરે છે.
------------------------------------------
જમ્મુ અને કાશ્મીર (ભારત) -----
પાકિસ્તાનના કબજા હેઠળનું જમ્મુ અને કાશ્મીર (ગેરકાયદે)
------------------------------------------
5000 કરતાં વધુ વર્ષથી ભારતનો અવિભાજ્ય હિસ્સો
પાકિસ્તાન દ્વારા 1947થી કબજો કરી લેવાયો
-------------------------------------
સ્થાનિક સશક્તિકરણ સાથેનું લોકશાહી રાષ્ટ્ર
લશ્કરી શાસન/ સરમુખત્યારશાહી સામાન્ય બાબત
------------------------------------
વાણીસ્વાતંત્ર્ય
વાણીસ્વાતંત્ર્યનો અભાવ
-----------------------------------
વંશીયતા અને વૈવિધ્યતાની ઊજવણી
વંશીય સાફસફાઈ અને નરસંહાર
-----------------------------------
પ્રસ્થાપિત કાયદો અને વ્યવસ્થા સ્થિતિ
બળાત્કાર અને હત્યા સર્વસામાન્ય બાબત
-------------------------------------
સંપૂર્ણ ધાર્મિક સ્વાતંત્ર્ય
ધાર્મિક અત્યાચાર અને દમન
----------------------------------------
સરહદ પારના ત્રાસવાદ સામે લડાઈમાં અગ્રેસર
યુદ્ધ અપરાધો અને અત્યાચારોને કાયદેસરતા
----------------------------------------
માનવ અધિકારોની પવિત્રતાની જાળવણી
માનવતા વિરુદ્ધના અપરાધો સામાન્ય બાબત
---------------------------------------
મહિલાઓનું સશક્તિકરણ
મહિલાઓ વિરુદ્ધના અપરાધો સામાન્ય બાબત
------------------------------------
નીચો ગરીબીદર
નિયંત્રણ રાખવા માટે ગરીબીનો ઉપયોગ
------------------------------------
અનોખા ધાર્મિક સ્થળોનું કેન્દ્ર
ઈસ્લામિસ્ટ આતંકવાદનું કેન્દ્ર
-----------------------------------
સંસ્કૃતિનું એપિસેન્ટર
સરહદ પારના આતંકવાદનું એપિસેન્ટર
------------------------------------
તમામ પક્ષો દ્વારા રાજકીય સંપર્કો
રાજકીય પક્ષો પર પ્રતિબંધ
------------------------------------
ચૂંટણીઓ થવી સામાન્ય બાબત
પાકિસ્તાની અત્યાચારો સામાન્ય બાબત
--------------------------------------
તમામ માટે એક રાષ્ટ્ર અને સમાન કાયદા
ગેરકાયદે ધરપકડો અને જુલમ સામાન્ય બાબત
--------------------------------------
રાષ્ટ્રનું સૌંદર્ય સ્વાભાવિક છે
પાકિસ્તાને યુએનના તમામ ઠરાવોનું ઉલ્લંઘન કર્યું છે
--------------------------------
જોડાણખત પ્રત્યે આદરભાવ
જોડાણખતનું સતત ઉલ્લંઘન
---------------------------------
લઘુમતીઓના અધિકારોનું રક્ષણ
બળજબરીથી ધર્માન્તર સામાન્ય બાબત
---------------------------------
સ્ત્રીઓ પ્રત્યે આદરભાવ
બળજબરીથી બાળલગ્નો સામાન્ય બાબત
-----------------------------------
તમામ માટે શિક્ષણને પ્રાધાન્ય
રાજ્યને અંકુશમાં રાખવા નિરક્ષરતાનો ઉપયોગ
------------------------------------
તમામ માટે સ્વાતંત્ર્ય
લોકો પર સુનિયોજિત દમન
----------------------------------
અર્થતંત્રનો સતત વિકાસ અને વૃદ્ધિ
નિયંત્રણના સાધનરૂપે બેરોજગારીનો ઉપયોગ
--------------------------------------
ભારત સૌથી મોટી ધબકતી લોકશાહી
પાકિસ્તાન આતંકવાદી દેશ
--------------------------------------
ભારતનું અર્થતંત્ર સૌથી વધુ ઝડપે વિકસે છે
પાકિસ્તાન દેવાળિયો દેશ
------------------------------------
ભારતનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી મોટા ચોથા સ્થાને
પાકિસ્તાન નિષ્ફળ દેશ
---------------------------------------
ભારત તમામ લઘુમતીઓ માટે સુરક્ષિત સ્થળ
પાક્સ્તાન આતંકવાદીઓને તાલીમ આપવાનું કેન્દ્ર
------------------------------------------
ભારતનો અવકાશ કાર્યક્રમ ભારે સફળ રહ્યો છે
પાકિસ્તાન આતંકવાદનો નિકાસકાર છે
-----------------------------------------
ભારત મહત્ત્વપૂર્ણ સેટેલાઈટ લોન્ચર
પાકિસ્તાન નાણાની ભીખ માંગવા માટે જાણીતું છે
------------------------------------------
ભારત કિંમતી રત્નો માટે વિશ્વમાંધાતા છે
પાકિસ્તાને બલૂચિસ્તાન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે
-------------------------------
ભારત ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાં વિશ્વમાં અગ્રેસર છે
પાકિસ્તાને સિંધ પર ગેરકાયદે કબજો જમાવ્યો છે
---------------------------------------
ભારત વિશ્વમાં CEOઓનો મોટો નિકાસકાર છે
પાકિસ્તાન ત્રાસવાદીઓ માટે સ્વર્ગ સમાન છે
-----------------------------------------
ભારત બૌદ્ધિકો/કૌશલ્યની નિકાસ કરે છે
પાકિસ્તાનમાં ન્યૂઝ મીડિયા પર સરકારી વર્ચસ્વ
------------------------------------------
ભારત માહિતી અને કોમ્યુનિકેશન ટેકનોલોજીનું ઉચ્ચ નિકાસકાર
પાકિસ્તાનમાં લશ્કરી બળવા અને રાજકીય હત્યાઓ સર્વસામાન્ય
-------------------------------------------------
ભારત વિશ્વમાં ફિલ્મોનું સૌથીમોટું બજાર છે
પાકિસ્તાનમાં ટેલિવિઝન/ રેડિયો પર સરકારી નિયંત્રણ
------------------------------------------------
ભારતમાં ન્યૂઝચેનલ્સની સૌથી વધુ સંખ્યા
પાકિસ્તાનમાં સાચી લોકશાહી કદી જોવા મળી નથી
-------------------------------------------------
ભારતમાં ન્યૂઝપેપર/પબ્લિકેશન ટાઈટલ્સની સૌથી વધુ સંખ્યા
પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે