જય શ્રી રાજા રામ
- શશિકાન્ત દવે, ટૂટિંગ
શ્રેષ્ઠ કુળ ઈક્ષ્વાકુના સૂર્યવંશી જય રઘુનંદન રાજા રામ
જયેષ્ઠ પુત્ર મહારાજા દશરથના જય રઘુનંદન રાજા રામ
મા કૌશલ્યાના ઉદરે અવતર્યા જય રઘુનંદન રાજા રામ
ભ્રાતા લક્ષ્મણ ભરત શત્રુઘ્ન જય રઘુનંદન રાજા રામ.
જીવન સંગિની જનક દુલારી જય રઘુનંદન રાજા રામ
પળ પળ સેવામાં શ્રીહનુમાન જય રઘુનંદન રાજા રામ
આ ભવ પાર ઉતાર્યો કેવટને જય રઘુનંદન રાજા રામ
ઉગારી અહલ્યા પથ્થરની શીલા જય રઘુનંદન રાજા રામ
જમ્યા પ્રેમથી એઠાં બોર શબરીના જય રઘુનંદન રાજા રામ
સત્ય પ્રેમ વચન પ્રાણપ્યારા જય રઘુનંદન રાજા રામ
મર્યાદા પુરુષોત્તમ યુગના જય રઘુનંદન રાજા રામ
વંદન કરી ‘શશિ’ પ્રેમથી બોલો જય રઘુનંદન રાજા રામ
•••


