ટેરિફ ટ્રમ્પ હવે સતત મગજનું સંતુલન ગુમાવી રહ્યા છે. આપણે એક બાબતે સ્પષ્ટ થવું રહ્યું કે ટેરિફ્સની બાબતે તેમજ અમેરિકા અને કેટલાક દેશો વચ્ચે રહેલી મોટી ખાઈ વિશે તેઓ સાચા છે. કોઈ પણ વેપારના દરેક ડોલરમાંથી થોડું વધારે કમાવા મળે તો શા માટે ટેરિફ્સ સાથે રમત માંડે નહિ તેનું કોઈ કારણ પણ નથી. આમ છતાં, ટેરિફ્સનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો થવા અન્ય દેશો પર પ્રભુત્વ અને અંકુશ જમાવવા ટેરિફ્સનો ઉપયોગ કરવો, તે બંને તદ્દન અલગ હેતુ ધરાવે છે.
પ્રથમ મુદ્દા વિશે મોટા ભાગના દેશો સમાધાનકારી ચર્ચાઓ કરી શકે છે, જ્યારે જે દેશો પોતાને વળતો પ્રહાર કરવાને સક્ષમ માને છે તેઓ બીજા મુદ્દાને ફગાવી જ દેશે. ટ્રમ્પે ચીન સાથે હાથ મરોડવાની રણનીતિનો પ્રયોગ કર્યો ત્યારે તેનું નાક લોહિયાળ બનાવતો પ્રતિભાવ મળ્યો. આવો જ પ્રયોગ ઈયુ સાથે કર્યો તો હંમેશાંની માફક તેઓ ઘૂંટણીએ પડી ગયા. હવે ટ્રમ્પને ભારત સાથે આ પ્રયોગમા સફળતા મળતી નથી, ભારતીય માનસિકતા તેને સમજાતી જ નથી. ગુજરાતી વડા પ્રધાન મોદી કોઈ એવી વ્યક્તિ નથી જેમની સાથે તમે છેડછાડ કરી શકો. તેમની શાંત પ્રકૃતિ, મૌન અને ચિંતનશીલતા જ તેમની તાકાત છે. તેઓ પ્રહાર કરશે અને તમને તેની ખબર પણ નહિ પડે.
ટ્રમ્પ વાસ્તવમાં BRICSથી ઘણા ગભરાય છે. આ સંદર્ભે મોખરાના 10 દેશના દર્શાવતા કોષ્ટક પર નજર નાખી જૂઓ (CIAના ફેસબૂક પેજ પરથી લેવાયું છે!).
ક્રમ દેશ GDP ($) માહિતીનું વર્ષ (અંદાજિત)
1 ચીન 33,598,000,000,000 2024
2 યુએસએ 25,676,000,000,000 2024
3 ઈન્ડિયા 14,244,000,000,000 2024
4 રશિયા 6,089,000,000,000 2024
5 જાપાન 5,715,000,000,000 2024
6 જર્મની 5,247, 000,000,000 2024
7 બ્રાઝિલ 4,165, 000,000,000 2024
8 ઈન્ડોનેશિયા 4,102, 000,000,000 2024
9 ફ્રાન્સ 3,732, 000,000,000 2024
10 યુ.કે. 3,636, 000,000,000 2024
BRICS પાંચ દેશો- બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકાનું બનેલું આંતરસરકારી સંગઠન (જેમાં ઈજિપ્ત, ઈથિયોપિયા, ઈન્ડોનેશિયા, ઈરાન અને યુએઈ હાલમાં જ સામેલ થયા) છે. આ ડેટા અનુસાર BRICSના મૂળ પાંચ દેશોનો કુલ સંયુક્ત GDP 58 ટ્રિલિયન ડોલરથી પણ વધુ થાય છે. ટ્રમ્પના શાસન હેઠળના અમેરિકાએ કેટલાક અંશે આ બધા દેશોને દુશ્મન બનાવી દીધા છે. હવે અમેરિકાના દિમાગમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેની સત્તા અને અંકુશમાં ભારે ઘટાડો થવામાં માત્ર સમયનો જ સવાલ છે. ચીન અને ભારત જેવા દેશોનો ઉદય જ મોટી ધમકી સમાન છે. ચીન તો અમેરિકા કરતાં વિશાળ અને ભારે શક્તિશાળી છે. જો તમે BRICS દેશોનો સંયુક્તપણે વિચાર કરો તો શક્તિશાળી અમેરિકા અને તેનો શક્તિશાળી ડોલર ભય સાથે હાલકડોલક થવા માંડે તેમાં કોઈ આશ્ચર્ય નથી. ટ્રમ્પ અને અમેરિકા પાસે બે પસંદગી છેઃ એક તો તેની વૈશ્વિક તાકાત અને પહોંચમાંથી જે બાકી રહ્યું હોય તેનો ઉપયોગ BRICSને નીચાજોણું કરાવામાં કરે અથવા BRICS દેશો સાથે મિત્રતાનો હાથ લંબાવે. શ્વેત અમેરિકનો અને ઘણા પશ્ચિમી યુરોપિયનોના દિલોદિમાગમાં રહેલું યુદ્ધખોર સામ્રાજ્યવાદી જનીન સદીઓ જૂની ભાગલા કરો અને રાજ કરોની માનસિકતાનું પ્રદર્શન કરવા સાથે બહાર આવી રહ્યું છે. તેમણે શાંતિપ્રિય અને ઉદારદિલ દેશોનો ગેરલાભ ઉઠાવ્યો તે સમયગાળામાં આ બધું ચાલી ગયું, પરંતુ 21મી સદીમાં આ જ દેશોએ સમજી લીધું છે કે આ શ્વેત શ્રેષ્ઠતાવાદીઓ સાથે વ્યવહાર કરવાને એક માત્ર માર્ગ તેમને જોરદાર લાત મારવાનો જ છે. તેઓ પોતાનું સશક્તિકરણ એટલાં પૂરતા પ્રમાણમાં કરી રહ્યા છે કે ખુદ અમેરિકાએ પણ લશ્કરી હસ્તક્ષેપ કરવામાં બે વખત વિચારવું પડે.
વડા પ્રધાન મોદીએ નીચે મુજબ પોસ્ટ મૂકી તેનાથી ટ્રમ્પને ભારે નારાજગી થઈ હશે તે બાબતે મને જરા પણ આશ્ચર્ય થયું નહિઃ
‘ મારા મિત્ર પ્રેસિડેન્ટ પુતિન સાથે ઘણી સારી અને વિસ્તૃત ચર્ચા થઈ. યુક્રેન સંદર્ભે તાજો ઘટનાક્રમ જણાવવા બદલ મેં તેમનો આભાર માન્યો. અમે આપણા દ્વિપક્ષી એજન્ડામાં પ્રગતિની સમીક્ષા કરી અને ભારત-રશિયા સ્પેશિયલ એન્ડ પ્રિવિલેજ્ડ પાર્ટનરશિપને વધુ ગાઢ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. હું આ વર્ષના ઉત્તરાર્ધમાં પ્રેસિડેન્ટ પુતિનની ભારતમાં મહેમાનગતિ કરવા ઉત્સુક છું.’
આ ભારત ટ્રમ્પને કહી રહ્યું હતું, તમારાથી ટેરિફયુદ્ધ સાથે જે ઈચ્છા થાય તે કરી લેજો, પરંતુ ભારત તેના રાષ્ટ્રીય હિતની રક્ષા કરવાનું ચાલુ રાખશે. વડા પ્રધાન મોદીએ આ સંદેશો વહેતો મૂક્યાના થોડા જ સમયમાં આપણને જાણ થઈ કે તેઓ ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરવાના છે.
ગત મહિના કે તેથી વધુના સમયમાં ટ્રમ્પે બૂમબરાડાના આદેશોથી શક્તિપ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યુ. ઘણા દેશોએ નાકલીંટી પણ તાણી લીધી. ટ્રમ્પના આશ્ચર્ય અને હતાશાઓ વચ્ચે વડા પ્રધાન મોદી સાથે ભારતે ટ્રમ્પની બાલિશ હરકતોને રીતસર અવગણી. મેં થોડા મહિનાઓ પહેલા જ લખ્યું હતું કે ટ્રમ્પની સાથે કામ પાર પાડવાનો એક માત્ર માર્ગ તેમના ગાંડપણનો ઉપયોગ તેમની જ સામે અને તમારા દુશ્મનો વિરુદ્ધ કરવાનો છે. સાતમા આસમાને પહોંચેલો તેમનો અહંકાર એટલો જબ્બર છે કે તેઓ નાકથી આગળ કશું નિહાળી શકતા નથી. તેમની સાથે પાલતુ રોટવિલર જેવો વ્યવહાર રાખો. તેમને ઈચ્છાનુસાર આખા વિશ્વમાં વિનાશ ફેલાવવાનું કામ કરતા રહેવા દો. જ્યારે આ રોટવિલર ભારત વિરુદ્ધ તેનું માથું ઊંચકવાની હિંમત કરે ત્યારે તેને જોરદાર લાત ફટકારો. તમે પાગલો સાથે આવો જ વ્યવહાર કરી શકો. ટ્રમ્પ જ્યાં સુધી તેમના પાના બરાબર ખેલતા રહે અને ઉત્તેજનાકારી તરીકે ત્વચાની હેઠળ દબાયેલા રહે ત્યાં સુધી તેઓ ભારત માટે સારા છે. આ રીતે ટ્રમ્પની જ્યાં જરૂર લાગે ત્યાં જ તેમને ગોઠવી શકાશે.
આપણે તાજેતરમાં જ પાકિસ્તાન સાથે ટ્રમ્પની લવ-ઈન રિલેશનશિપ જોઈ છે. આપણે પાકિસ્તાન જેવા આતંકવાદી દેશના બેવડાં ધોરણો અને આંતરરાષ્ટ્રીય કાયદાની નિર્લજ્જ અવહેલનાના ટ્રેક રેકોર્ડ સાથે કહી શકીએ કે સાપ તેના માલિક મદારીને કરડે તે માત્ર સમયનો સવાલ છે.
વડા પ્રધાન મોદી જાણે છે અને સમજે છે કે ટ્રમ્પ થોડા વર્ષ સુધી જ સત્તાસ્થાને છે. આ સમયગાળામાં તેનું કેટલુંક ગાંડપણ ઘરઆંગણે સારા પરિણામો (ગેરકાયદે ઈમિગ્રેશન, કોર્ટ્સ, યુનિવર્સિટીઓ, મીડિયા વિગેરે) મેળવી આપશે, પરંતુ વિશ્વતખતા પર મૈત્રીપૂર્ણ દેશોને દુશ્મન બનાવવાથી તેમના કર્મોનો બદલો મળી રહેશે. તેમણે એક જ દિવસમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકાવી દેવાની શેખી મારી હતી. હવે તેમને આ નડી રહી છે. પ્રેસિડેન્ટ પુતિન તેમની સાથે સિતારની માફક ખેલી રહ્યા છે. ટ્રમ્પે પેલેસ્ટિનીઓ અને ઈઝરાયેલીઓ વચ્ચે શાંતિ સ્થાપી દેવાની બડાશ પણ મારી હતી. હવે તો એમ લાગે છે કે ઈઝરાયેલે મોટા ભાગના પશ્ચિમી દેશોની ઈચ્છાથી વિરુદ્ધ આ વખતે તો હમાસને શક્ય બને તેટલું ખતમ કરી નાખવાનું જાહેર કરી દીધું છે. સમગ્ર ગાઝા કાટમાળમાં ફેરવાયું છે.
ટ્રમ્પે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના સંઘર્ષમાં યશ લેવાનો પ્રયાસ કર્યો હતો. જૂઠાણાં આચરવા અને બડાશો હાંકવા સ્વરૂપે આંતરરાષ્ટ્રીય વ્યૂહરચના લાંબો સમય ખેંચી શકશે નહિ. રોષે ભરાયેલા અમેરિકી પ્રમુખે પાકિસ્તાની રાજકારણીઓને વ્હાઈટ હાઉસની મુલાકાત કરાવી પાકિસ્તાનને સશક્ત બનાવવાની શરૂઆત કરી છે. આ જ સપ્તાહે પાકિસ્તાની આર્મી ચીફ આસીમ મુનિરે અમેરિકાની ધરતી પરથી જ ‘પરમાણુ યુદ્ધ’ની ચેતવણી આપી દીધી છે. જરા આના વિશે વિચારો, અમેરિકા મોટા ભાગનાં વિશ્વનો વિનાશ કરી શકે તેવા પરમાણુ યુદ્ધની ધમકી આપતા ત્રાસવાદી આણ્વિક દેશને કોળિયા ભરાવી રહ્યું છે. એક બાબત ચોક્કસ છે, ભારત કોઈ પણ દેશ તેને આણ્વિક યુદ્ધની ધમકીથી ડરાવવાનો પ્રયાસ કરે તે સાંખી લેશે નહિ. જો જરૂર પડે તો બટન દબાવવાની તેની તૈયારી પણ છે.
જો વિશ્વસંહારક રણક્ષેત્ર આ વિશ્વ પર થોપી દેવાશે તો તમે ખાતરી રાખી શકો છો કે અસ્તિત્વ જાળવી રાખનારાઓમાં મોટા ભાગે ભારતીયો અને ચાઈનીઝ જ હશે.