આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આવી ગયેલ છે! આથી માત્ર નોન- AI મુદ્દાઓનો સંક્ષિપ્ત ઉલ્લેખ કરાયો છે. નોકરી હાંસલ કરવાની ચાર પદ્ધતિ છે. (1) એડવર્ટાઈઝમનેન્ટને પ્રતિભાવ, (2) CV (કરિક્યુલમ વીટાઇ) સાથે કલ્પનાશીલ (સ્પેક્યુલેટિવ) પત્ર, (3) એમ્પ્લોયમેન્ટ એજન્સી મારફત અરજી, અને (4) નેટવર્કિંગ.
મુદ્દા (3) માટે એમ્પ્લોયમેન્ટ એજન્સીની સલાહને અનુસરો. મુદ્દા (4) માટે તમારે સામાજિક સંપર્કોની યાદી તૈયાર કરવી પડે જેઓ તમારે કોનો સંપર્ક કરવો પડે તે જણાવે અથવા ભલામણપત્ર સાથે તમારો CV તેમના સંપર્કોને મોકલી આપે.
મુદ્દાઓ (1) અને (2) માટે AI પાસે CV અને કવરિંગ લેટર ટેમ્પ્લેટ્સ તૈયાર જ હોય છે. સ્પેક્યુલેટિવ લેટર એવી સંસ્થાઓને મોકલવામાં આવે છે જેણે સફળતા અને વિસ્તરણના કારણે તમારું ધ્યાન આકર્ષિત કર્યું હોય અથવા જે નોકરીની જાહેરાત આવી હોય તે તમને પસંદ ના પડી હોય પરંતુ, સંસ્થા પસંદ હોય.
તમારે તમારા CVમાં જોરશોરથી સાચું વાજુ વગાડવાનું છે. તમે જે ઓેફર કરી શકતા હો તેના વિશે જણાવો. તમારી લાયકાતો, કૌશલ્ય અને બદલીપાત્ર કુશળતાઓ નોકરીના વર્ણન સાથે સુસંગત છે? જો હોય તો અરજી કરો. બદલીપાત્ર કુશળતા એટલે જેનો ઉપયોગ અનેક જોબ્સ માટે કરી શકાય, ઉદાહરણ તરીકે કોમ્પ્યુટર સંબંધિત જાણકારી. જો જાહેરાતમાં સૂચવ્યું ન હોય તો કામગીરીની જરૂરિયાત વિશે માહિતી માગો.
એક જાહેરાતના પગલે પર્સોનેલ મેનેજરના ડેસ્ક પર 50 કે તેથી CVવધુ આવે છે. તેની પાસે આ બધા CVને વાંચવાનો સમય હોતો નથી. તમારો CVપહેલી જ નજરે ઈન્ટરવ્યૂ માટે બોલાવવાના ચારથી પાંચ CVમાં આવી જાય તે જરૂરી છે. આ કોઈ પૂર્વગ્રહની વાત નથી, બજારના પરિબળો કામ કરે છે. તેમને તો શ્રેષ્ઠ વ્યક્તિ જ જોઈએ છે. સંસ્થાએ સફળ થવા માટે સ્પર્ધાત્મક થવું પડે છે. તમારી પાસે આવી અપેક્ષાઓ રખાય તો નિરાશ ના થશો.
કોઈ અરજદાર સંપૂર્ણ હોતો નથી અને તમે કદાચ પર્સોનેલ મેનેજરની નજર હોય તેની લગભગ નજીક હોઈ શકો છો! તમારે ધ્યાન રાખવું જોઈએ કે લોટરી જીતવા માટે પહેલા ટિકિટ ખરીદવી પડે. તમારા માટે CV જ આ ટિકિટ છે. આજે જ મેઈલ કરી દો. તમારો CVસરસ બનાવો જેથી ‘દિલગીરી’ દર્શાવવાની ટ્રેમાં ફેંકી ન દેવાય.
પ્રોફાઈલ સેક્શનઃ CVની શરૂઆત તમારા નામ અને સરનામાથી કરો. આની નીચે તમે પ્રોફાઈલ સેક્શન મૂકી શકો. આ વિભાગમાં તમારા વિશે ચારથી પાંચ લાઈનમાં માહિતી આપો. ઉદાહરણ તરીકે, ‘તે સેલ્ફ મોટિવેટેડ વ્યક્તિ છે, સહયોગી સાથે સારી રીતે હળીમળી જાય છે. તે ઉત્સાહી અને સહકારની ભાવના ધરાવે છે.’
દરેક દેશમાં સંસ્થાના કલ્ચરમાં હળીમળી ગયા વિના તમે ‘ભીડ મેં હર શખ્સ અકેલા’ની માફક જ બની રહેશો.
1967માં સિટી ઓફ લંડનની ઓફિસીસમાં માઈગ્રન્ટ્સ જોવા ન મળતા ત્યારે હું ઓફિસ ક્રિસમસ પાર્ટીમાં બોલરૂમ ડાન્સિંગમાં એક એમ્પ્લોયી તરીકે ભાગ લેતો હતો. આ પછી, મારા બોસે ઉત્સાહ સાથે કહ્યું હતું, ‘વેલ ડન જય,’ જાણે કે મેં કોઈ મિલિયોનેરનું એકાઉન્ટ લાવી દીધું હોય!
કેરિયર અને એચિવમેન્ટ્સ સેક્શનઃ AI તમને નમૂનો આપશે, પરંતુ તેમાં તમારી ભૂતકાળની સિદ્ધિઓનો ઈતિહાસ નહિ હોય. દાખલા તરીકે, (1) તમે વર્કપ્રોસેસમાં સુધારો કર્યો હોય (2) તમે એમ્પ્લોયરનો ખર્ચ બચાવ્યો હોય (3) તમે ટીમને સપોર્ટ આપ્યો હોય (4) શાળા અને એમ્પ્લોયરના એવોર્ડ્સ.
આ બધાનું સંપૂર્ણ વર્ણન આંકડા અને ટકાવારી સાથે કરો.
તમારા અન્ય રસ વિશેનો વિભાગઃ આ વિભાગનું મહત્ત્વ તમે વિચારો છો તેનાથી વધુ છે. તમે દિવસમાં કેટલો સમય આરામ પાછળ વીતાવો છો તેનો વિચાર કરો. જો આ સપ્તાહમાં 62 કલાકથી વધુ હોય તો કોઈને પણ આશ્ચર્ય થાય કે તમે કામ માટે કેટલો સમય ફાળવશો.
જો તમે કારકિર્દી વિકસાવવા મહત્ત્વાકાંક્ષી હો તો 62માંથી કેટલાક કલાક સહયોગીઓ સાથે સામાજિક પ્રવૃત્તિમાં વીતાવવા જોઈએ. એમ્પ્લોયર્સ સ્પોર્ટ્સ ક્લબ્સમાં બોર્ડ ડાયરેક્ટર્સ હાજરી આપતા હોય છે. તેમના ધ્યાને આવવા માટે તમારા માટે સુવર્ણ તક બની રહેશે!
CVમાં તારીખોની ગરબડઃ તારીખોમાં ગેપ્સ સમજાવો જે કોલેજના કોર્સ અથવા બેકારી-છટણીના કારણે પણ હોઈ શકે છે.
અસંબદ્ધ માહિતીઃ તમે એકમાંથી બીજી ઈન્ડસ્ટ્રીમાં અથવા તો બેન્કમાંથી કારના શોરૂમ માટે જતા હો ત્યારે CVમાં અસંબદ્ધતા સહેલાઈથી ઘૂસે છે. બેન્કના કેશ કાઉન્ટર પર ગ્રાહકને વિનમ્રતાપૂર્ણ સેવા આપવી અને કાર વેચવી અલગ બાબત છે. આથી ગ્રાહકને વિનમ્ર સેવાને હાઈલાઈટ કર્યા વિના ધનવાન ક્લાયન્ટને 300,000 પાઉન્ડનું ડિપોઝીટ એકાઉન્ટ ખોલવા સમજાવ્યા તેના વિશે જણાવવું વધુ પ્રસ્તુત ગણાય.
તમે કારકૂની કાર્ય માટે અરજી કરતા હો ત્યારે શોખ તરીકે ગોલ્ફનો ઉલ્લેખ અસંબદ્ધ ગણાશે. તમે ગોલ્ફ રમનારા કેટલા ક્લાર્કને મળ્યા છો? બેકાળજીના કારણે નોકરીનો ઈન્ટરવ્યૂ ગુમાવવાનું તમે નહિ જ ઈચ્છો.
CVના બદલે જોબ એપ્લિકેશન ફોર્મઃ ઘણી વખત CVના બદલે સંસ્થાનું એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહે છે. તમારે દરેક બોક્સમાં સાચી વિગત ભરવી જોઈએ અને તમારે કોઈ બોક્સ ખાલી છોડવું પડે તો તેનો ખુલાસો આપવો જોઈએ,
સરેરાશનો નિયમઃ તમે મોકલેલા 20 CVમાંથી સરેરાશ એક માટે YES મળે તો તમને જ્યારે NO જવાબ મળે ત્યારે તમારા 19માંથી એક NOની બાદબાકી થાય છે!
મુદ્દો એ છે કે NOથી કદી નિરાશ થશો નહિ.


