તું ત્હારા દિલનો દીવો...

આપણી કવિતાનો અમર વારસો...

- ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’ Wednesday 15th October 2025 04:29 EDT
 
 

કવિ, સંપાદક, અનુવાદ. ‘વિશ્વમાનવ’નું સંપાદન. રાજકારણનાં અનેક પાસાંઓ વિશે લખ્યું. ભારતને વિશ્વ પરિસ્થિતિના સંદર્ભમાં જોવાનો પ્રયત્ન કર્યો. કાવ્યસંગ્રહ. ‘સાધના’. (જન્મઃ 26-1-1911 • નિધનઃ 10-6-2001)

•••

- તું ત્હારા દિલનો દીવો...

તું ત્હારા દિલનો દીવો થા ને!
ઓ રે! ઓ રે! ઓ ભાયા! તું.
રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.

કોડિયું ત્હારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયાં;
ન્હાનીશી સળી, અડી ન અડી પરગટશે રંગમાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
આભના સૂરજ ચન્દ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો ત્હારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter