વર્ષ 1992ની 6 ડિસેમ્બરે, સમગ્ર વિશ્વે ન્યાય મેળવવા માટે યાત્રા પર નીકળેલા બહાદુર હિન્દુઓને નિહાળ્યા. સેંકડો વર્ષોથી તેમને ન્યાય આપવાનો ઈનકાર કરાતો રહ્યો હતો. ભારત સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર બન્યાં પછી પણ ન્યાયનો ઈનકાર કરાતો રહ્યો. દાયકાઓ સુધી ભારતીયો ગુલામીની માનસિકતા સાથે પક્ષાઘાતની હાલતમાં રહ્યા હતા જેના પરિણામે, સામૂહિક નપૂંસકતા-કાયરતા જન્મી હતી. જોકે, 6 ડિસેમ્બર, 1992ના દિવસે હજારો હિન્દુઓ અને ભારતીયોએ પોતાની ધરોહર પરત લેવા અયોધ્યા તરફ પ્રયાણ આરંભ્યું.
સમગ્ર માનવતા માટે વિકૃત કલંકરૂપ બાબરી મસ્જિદને જમીનદોસ્ત કરી દેવાઈ હતી. હવે તો બસ, બહુ થઈ ગયું. સદીઓ સુધી અત્યાચારનો શિકાર બનેલા હિન્દુઓ આખરે એકસંપ બનીને ઉભા રહ્યા અને હજારો વર્ષોથી જે તેમનું હતું તેને પાછું હાંસલ કર્યું. આમ કરવા સાથે તેમણે પુનઃસ્થાપિત ન્યાય તરફ પ્રથમ કદમ માંડ્યા.
જે લોકો ડાબેરી રાજકારણ તરફે હતા, જેઓ કોંગ્રેસ પાર્ટીની ગેંગ્સ સાથે સંકળાયેલા હતા, જેમણે પોતાના માન-સન્માન અને ગૌરવ કઠપૂતળીઓના પાશ્ચાત્ય માલિકો પાસે ગિરવી રાખ્યા હતા, આ તમામે એકસાથે રોષપૂર્ણ કાગારોળ મચાવી દીધી. એક સ્પષ્ટતા કરી દઈએ, તેમનો રોષ હિન્દુઓ અને તેમના અધિકારોની તરફેણ માટે ન હતો; તેમની કાગારોળ તો અયોધ્યામાં હિંસા આચરી મંદિરનો વિનાશ કરનારા અને તમામ હિન્દુઓને અપમાનિત કરવા તે જ સ્થળે મસ્જિદના નિર્માણની ધૃષ્ટતા કરનારા કટ્ટર ઈસ્લામવાદીઓની તરફેણમાં હતી. જરા કલ્પના કરો, વિકૃત માનસિકતા ધરાવતા ઉદારવાદીઓનો રોષ સેંકડો વર્ષો સુધી પીડા સહન કરનારા પીડિતો માટે નહિ, પરંતુ માનવતા વિરુદ્ધ જઘન્ય અપરાધના ષડયંત્રકારીઓના સપોર્ટમાં હતો.
મારે તમને ચોક્કસપણે યાદ કરાવવું જ જોઈએ કે ભારત વર્ષ પર ઈસ્લામિસ્ટ્સના વિજયના સમયગાળા દરમિયાન, તેમણે 50,000થી વધુ મંદિરોનો વિધ્વંસ કર્યો હતો અને ઘણા કિસ્સામાં મંદિરોના સ્થાને મસ્જિદોને બાંધવામાં આવી હતી. તેમણે મૂર્તિઓ, પવિત્ર પ્રતીકો અને પવિત્ર હિન્દુ સ્થળો-વિસ્તારોને અપવિત્ર બનાવ્યાં હતાં. આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે લાખોની સંખ્યામાં હિન્દુઓની હત્યા કરવામાં આવી, અત્યાચાર ગુજારાયો, બળાત્કારો કરાયા અને આસ્થાના નામે તેમનું ધર્માંતરણ કરાયું હતું.
આથી, અયોધ્યા હિન્દુઓ વિરુદ્ધ આચરાયેલા ઐતિહાસિક અપરાધો માટે થોડો ન્યાય હાંસલ કરવા તરફના પ્રથમ કદમનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ 2014માં શાસનસૂત્રો સંભાળ્યા ત્યારે તેમણે વચન આપ્યું હતું કે રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે અને પુનઃસ્થાપિત ન્યાયની દિશામાં પ્રથમ કદમોનો આરંભ કરાશે. પ્રાઈમ મિનિસ્ટર મોદીએ વચનપાલન કરવા 2020માં ખાતમૂર્હુત-શિલારોપણ વિધિ કરી હતી, જેની સાથે સમગ્ર ભારત માટે નિશાન અંકિત થયું હતું. સંદેશો સ્પષ્ટ હતો, ભારતીયો પોતાની જ ભૂમિમાં ભૂતકાળના અત્યાચારીઓના ગુલામ તરીકે રહી શકે નહિ.
શ્રી રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી, 2024ના દિવસે યોજાયો હતો. સાજા થવાની પ્રક્રિયા આરંભાઈ છે, ન્યાય માટેના પ્રારંભિક પગલાં લેવાઈ ગયાં છે અને ભારતવર્ષના લોકો એકસંપ થઈને ઉભા છે. અમેરિકન ધર્મનેતા, રાજકીય કર્મશીલ અને નેશન ઓફ ઈસ્લામના વડા લૂઈસ ફર્રાખાનના શબ્દોમાં કહીએ તો,‘ ન્યાય વિના વાસ્તવમાં કોઈ શાંતિ હોઈ શકે નહિ. સત્ય વિના કોઈ ન્યાય હોઈ શકે નહિ. અને તમને સત્ય કહેવા માટે કોઈ ઉભું ન થાય ત્યાં સુધી સત્ય પણ હોઈ શકે નહિ.’ બરાબર છે, મને ખાતરી છે કે ભારતના લોકોને આખરે ન્યાય પ્રાપ્ત થાય અને તેમનું જીવાયેલું સત્ય કહેવા તેઓ ઉઠે તેમાં ‘નેશન ઓફ ઈસ્લામ’ને કોઈ જ વાંધો નહિ હોય.
ભારતે ઘણા લાંબા સમય સુધી તેની ભૂતકાળની પરાધીનતાને પ્રભાવશાળી-પ્રબળ રહેવા દીધી છે. તેની ઘણી સંસ્થાઓનો વહીવટ આજે પણ આક્રમણખોરો દ્વારા છોડી જવાયેલી ભ્રષ્ટ રીતરસમો થકી જ ચાલતો રહે છે. આપણા ઘણા શહેરો, નગરો, ગામડાંઓ, શેરીઓમાં આજે પણ નિકંદનકારી આક્રમણખોરોનું સન્માન કરતા રહે છે. મને ઘણી વખત આશ્ચર્ય થાય છે કે આવું પાગલપણું શા માટે ચાલતું રહે છે અને ભાજપ સરકારની નજર હેઠળ પણ આમ થતું રહે છે. સનાતન ધર્મની આ પવિત્ર ભૂમિ પોતાનો ગૌરવશાળી ભૂતકાળ પુનઃ પરત મેળવે તેનો સમય ચોક્કસપણે પાકી ગયો છે.
મહર્ષિ અરવિંદના શબ્દોમાં કહીએ તો, ‘જ્યારે પણ એમ કહેવામાં આવે કે ભારતે ઉભા થવું જોઈએ ત્યારે તેનો અર્થ સનાતન ધર્મે ઉઠવું જોઈએનો થાય છે. જ્યારે પણ એમ કહેવામાં આવે કે ભારત મહાન બનવું જોઈએ, ત્યારે સનાતન ધર્મે મહાન થવું જોઈએ તેમ અર્થ થાય છે.’
જય શ્રી રામ, જય સિયારામ.


