નકુરુઃ લાયન્સ સાઈટફર્સ્ટ આઈ હોસ્પિટલ દ્વારા લાયન્સ ક્લબ ઓફ નકુરુના સક્રિય સહયોગ સાથે ACK ચર્ચ, નકુરુ ખાતે સમાજના કચડાયેલા, વંચિત વર્ગના સભ્યો માટે નિઃશુલ્ક આઈ સ્ક્રીનિંગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક સમુદાયના લોકોએ કેમ્પને પ્રોત્સાહજનક આવકાર આપ્યો હતો અને 413 પેશન્ટ્સ આંખની નિઃશુલ્ક તપાસ અને કન્સલ્ટેશનમાં સામેલ થયા હતા. આંખના મોતિયાના 57 કેસની ઓળખ કરવામાં આવી હતી તેમજ 27 પેશન્ટ્સને સાઈટફર્સ્ટ (SightFirst) ઈનિશિયેટિવ હેઠળ નિઃશુલ્ક કેટેરેક્ટ સર્જરી માટે નાઈરોબી લઈ જવાયા હતા.
આંખની નિઃશુલ્ક તપાસ અને કન્સલ્ટેશન્સ ઉપરાંત, જરૂરિયાતમંદ પેશન્ટ્સને બહેતર દૃષ્ટિ મેળવવા અને જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ સ્વરૂપે ચશ્માની 36 જોડ પૂરી પાડવામાં આવી હતી.


