નિર્વેદ

આપણી કવિતાનો અમર વારસો...

- ગુણવંત શાહ Wednesday 23rd July 2025 04:40 EDT
 
 

ગુણવંત શાહનો જન્મ 12 માર્ચ 1937ના રોજ. ખૂબ જ લોકપ્રિય નિબંધકાર અને ઉત્તમ વક્તા તરીકે આગવી ઓળખ. ‘વિસ્મયનું પરોઢ’ કાવ્યસંગ્રહ.

નિર્વેદ

ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;
દરિયાની ભૂરી ખારાશ; આંસું એક ખૂટી પડ્યું!
કોયલની વાણી તો એવી અવાક્;
એને વાગ્યો વસંતનો કાંટો;
કેસૂડાં એવાં તો ભોંઠા પડ્યાં
જાણે ઊડ્યો શિશિરનો છાંટો.
સમંદરને લાગી છે પ્યાસ; વાદળ એક રૂઠી પડ્યું;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;
વાયરાઓ વાત કાંઇ કહેતા નથી
અને સૂનમૂન ઊભાં છે ઝાડ;
પંખીને લાગે છે પોતાની પાંખમાં
ચૂપચાપ સૂતા છે પથ્થરિયા પ્હાડ.
હવે અંધારે ઝૂરે ઉજાસ; કિરણ એક ઝૂકી પડ્યું;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter