પાકિસ્તાનનું ત્રાસવાદી રાજ્ય તેના દાયકાઓના પાગલપણાથી છટકી જતું હતું. પાકિસ્તાને જ્યારે ભારતના કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે ભારતે તેને 1947માં જ ખતમ કરી નાખવા જેવું હતું. નેહરુની વિવેકબુદ્ધિની આ સૌપ્રથમ ગંભીર અને મોટી ભૂલ હતી અને ઈતિહાસ દર્શાવે છે તેમ પાકિસ્તાન સાથે સંબંધિત કોઈ મુદ્દો સામે આવ્યો હોય ત્યારે તેમની છેલ્લી ભૂલ પણ ન હતી. આ પછીની ભારત સરકારોએ પાકિસ્તાન દ્વારા નિકાસ કરાતા ત્રાસવાદ સામે ઝૂકી જવાનું અને તુષ્ટિકરણનું જ કાર્ય કર્યું. આ પછી, આપણે ઘણી વખત સામે લડવાની કેટલીક નિશાનીઓ નિહાળી છે. ઉદાહરણ આપીએ તો 1971માં ભારતે પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરી બાંગલાદેશ બનાવ્યું હતું. જોકે, આના પછી પણ કામગીરી પૂર્ણ કરવા અને પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (POJK) પાછું લેવાના બદલે તેમણે ફરી પીછેહઠ કરી અને બદમાશ પાકિસ્તાની રાજ્યને તેનો કબજો જાળવી રાખવાની જાણે છૂટ આપી દીધી.
ભારત પર અંકુશ નહિ રાખી શકવાથી અથવા રશિયા સાથે તેની મિત્રતાને સાંખી નહિ શકવાથી પશ્ચિમે પાકિસ્તાનની આળપંપાળ કરે રાખી હતી. પાકિસ્તાનની પોઝિશન ભારે અનોખી હતી જ્યાં પશ્ચિમી સત્તાઓ તેને બિલિયન્સ ડોલર્સની ભેટ આપતી હતી અને બીજી તરફ, આ પછીની ભારત સરકારોમાં યુદ્ધ તેમની સામે લઈ જવાની કોઈ શક્તિ જ રહી ન હોવાનું જણાતું હતું.
તેમણે પોતાની ભૂલો માટે કોઈ ફાંસીએ ચડાવી દેવાનું નથી તેમ જાણીને બદમાશ ત્રાસવાદી રાજ્યના વર્તનને સાંખી લીધું. 1990માં સરહદ પારના પાકિસ્તાન સ્પોન્સર્ડ આતંકવાદીઓએ(ઘરમાં જ ઉછરેલા ભારતીય મુસ્લિમોની મદદ સાથે) જમ્મુ અને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે ભારતીય સરકાર તમામ ઈરાદા અને હેતુઓ પરત્વે નઘરોળ નિદ્રાધીન રહી હતી. તે સમયે પાકિસ્તાની ટેરરિસ્ટોએ ‘રાલિબ ગાલિબ ચાલિબ’ શબ્દપ્રયોગ કર્યો હતો જેનો અર્થ ‘ધર્માન્તર કરો, મોતને ભેટો અથવા ચાલ્યા જાવ’ થતો હતો. તમામ બિનમુસ્લિમો તેમના નિશાના પર હતા. તેઓ તમે મુસ્લિમ છો કે હિન્દુ તેની બાળ મેળવવા દરેક ઘેર જતા હતા. તેમને ખોટો ઉત્તર આપો અને તમારું ભવિષ્ય નિશ્ચિત થઈ જતું. માનવતાના હત્યારાઓએ સેંકડો નિર્દોષ લોકોની હત્યા કરી અને પોતાના ત્રાસવાદના સાધન તરીકે બળાત્કારનો ઉપયોગ કર્યો. આ શેતાની મોડસ ઓપરેન્ડી ઘણી સાદી હતી, સદીઓ પુરાણી અને હજારો વર્ષોના ગાળામાં કસોટી પર સિદ્ધ થયેલી હતી.
22મી એપ્રિલ,2025ના દિવસે ભારતીયોએ ફરી એક વખત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓના હાથે યાતના સહન કરવી પડી. ત્રાસવાદી હુમલામાં 26 લોકોના મોત નીપજ્યા અને સંખ્યાબંધને ઈજા પહોંચી હતી. હત્યારા ત્રાસવાદીઓએ પૂછ્યું તમે મુસ્લિમ છો કે નહિ. આ વ્યવસ્થિત હિન્દુવિરોધી ઘૃણાનો અપરાધ હતો. ભારતમાં વ્યાપેલો આક્રોશ સમજી શકાય તેવો છે. આખરે આ ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હમાસ હુમલા જેવું જ હતું. હવે પુરાવા બહાર આવી રહ્યા છે કે હમાસના ઓપરેટિવ્ઝે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.
અત્યાર સુધી સૌથી ધ્યાનાકર્ષક બાબત એ રહી છે કે મોટા ભાગના રાજકીય પક્ષોએ પાકિસ્તાન વિરુદ્ધ એકસંપ ભાવના દર્શાવી છે. જે પક્ષોએ ભૂતકાળમાં પાકિસ્તાની પાગલપણાની તરફેણ કરી હતી તેઓ પણ આખરે સમજી ગયા હતા કે આવી શેતાની તાકાતને સમર્થન આપવું હવે શક્ય રહ્યું નથી. પાકિસ્તાન અને ઈસ્લામિક કટ્ટરવાદીઓને સંતુષ્ટ કરનારા બોલીવૂડ સ્ટાર્સ પણ વડા પ્રધાન મોદી અને ભારતની પડખે આવીને ઉભા છે. ભારતને વૈશ્વિક સમર્થન સાંપડ્યું છે. દરેક મહત્ત્વના દેશ અને રાજકીય નેતાઓ અત્યારે ભારતની તરફેણમાં છે.
પ્રેસિડન્ટ ટ્રમ્પે કાશ્મીરમાં આતંકવાદી હુમલાના પગલે પ્રાઈમ મિનિસ્ટર મોદી અને ભારતના લોકોને તેમના ‘સંપૂર્ણ સમર્થન અને ઊંડી સહાનુભૂતિ’ વ્યક્ત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે,‘ યુએસ ત્રાસવાદની વિરુદ્ધ મજબૂતાઈથી ભારતની પડખે છે અમે મૃતકોના આત્મા માટે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રાઈમ મિનિસ્ટર મોદી અને ભારતના અતુલનીય લોકો પ્રત્યે આમારું સંપૂર્ણ સમર્થન અને ઊંડી સહાનુભૂતિ છે. અમારું હૃદય તમારા સહુની સાથે જ છે.’ સમગ્ર પાકિસ્તાનને જોરદાર આઘાત લાગે તેવા નિવેદનમાં તેઓ વધુમાં જણાવે છે કે,‘ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ ત્રાસવાદ વિરુદ્ધની લડાઈમાં એક સાથે ઉભા છે’
તુલસી ગબ્બાર્ડ (યુનાઈટેડ સ્ટેટ્સ ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ)નું નિવેદન તો વધુ જોરદાર રહ્યું જ્યારે તેમણે જણાવ્યું કે,‘પહેલગામમાં 26 હિન્દુઓને લક્ષ્ય બનાવતા અને હત્યા કરતા ઘૃણાજનક ઈસ્લામિસ્ટ ટેરરિસ્ટ એટેકના પગલે અમે ભારતની સાથે મજબૂતાઈથી ઉભા છીએ. મારી પ્રાર્થનાઓ અને ઊંડી સહાનુભૂતિ જે લોકોએ સ્નેહીજનોને ગુમાવ્યા છે, વડા પ્રધાન મોદી અને ભારતના તમામ લોકો સાથે છે. તમે આ ઘૃણાસ્પદ હુમલા માટે જવાબદાર અપરાધીઓની શોધ ચલાવશો તેમાં અમે તમારી સાથે અને સમર્થનમાં છીએ.’ તેમણે જણાવ્યું હતું કે આ પાકિસ્તાની આતંકીઓએ હિન્દુઓને અલગ તારવ્યા હતા. આવી જ કાર્યપદ્ધતિ હમાસે ઈઝરાયલ પર હુમલો કરતી વખતે યહુદીઓને ઓળખવામાં ઉપયોગમાં લીધી હતી.
ઈઝરાયેલી પ્રાઈમ મિનિસ્ટર નેતાન્યાહુએ X પર ટ્વીટ કર્યું હતું કે, તેમને ડઝનબંધ નિર્દોષ લોકોની હત્યા અને તેટલા જ લોકોને ઈજા પહોંચાડનારા ‘જંગલી ત્રાસવાદી હુમલાથી ભારે દુઃખ થયું છે.’ તેમણે ઉમેર્યું છે કે,‘ અમારા વિચારો અને પ્રાર્થનાઓ મૃતકો અને તેમના પરિવારજનો સાથે છે. ત્રાસવાદ સામેના આ યુદ્ધમાં ઈઝરાયેલ ભારતની પડખે જ છે.’
વડા પ્રધાન મોદીએ તો વિસ્ફોટક નિવેદન કરી દીધું જ્યારે તેમણે જણાવ્યું કે પાકિસ્તાન પર આવી પડનારું ભાવિ પગલું એવું હશે જેની કલ્પના પણ કરી શકાશે નહિ. આપણે આમાં ઘણાં ગૂઢાર્થ વાંચી શકીએ છીએ પરંતુ, હું તો તેને શબ્દાર્થમાં જ વાંચવાનું પસંદ કરીશ. આ પ્રસંગે પાકિસ્તાનના લોકો જ છેક 1947થી સત્તા પર રહેલી ત્રાસવાદી સરમુખત્યારશાહી વિરુદ્ધ બળવો પોકારે તે પ્રકારે મોટા પાયે પીડા પહોંચાડવા સિવાયની કોઈ પસંદગી ભારત પાસે નથી. આપણે એક બાબતે સ્પષ્ટ થઈ જવું જોઈએ કે ઈમરાન ખાન, ઝીઆ ઉલ હક, ભુટો કે શરીફ પરિવારના સભ્યો અથવા પાકિસ્તાનમાં સત્તા સંભાળનારા હત્યારાઓની લાંબી યાદી વચ્ચે કોઈ જ તફાવત નથી.
હવે ભારત સમક્ષ કયા વિકલ્પો રહ્યા છે? કેટલાક વિકલ્પો એવા છે જે ચોક્કસ કારણોસર હું જણાવી શકું તેમ નથી. આમ છતાં, વાસ્તવિક કાર્યવાહીનો આરંભ થાય તે પહેલા આપણે પાકિસ્તાનને રાજદ્વારી મોરચે માથું પછાડતું જોઈશું. જેના માટે વાસ્તવમાં કદી સહમત થવા જેવું હતું જ નહિ તેવી સિંધુ જળસંધિ શક્તિશાળી સાધન છે. માલસામાન અને સર્વિસીસ રોડ, રેલવે, સમુદ્ર અથવા હવાઈ માર્ગે પાકિસ્તાન પહોંચવામાં મુશ્કેલી સર્જાય તેનાથી પાકિસ્તાનનું નાજૂક અર્થતંત્ર હચમચી જશે. ચાવીરૂપ એકમો, સંસ્થાઓ, ત્રાસવાદી છાવણીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર લક્ષ્યાંકિત હુમલાઓ. પાકિસ્તાની ત્રાસવાદના પ્રત્યક્ષ ફરિયાદ ધરાવતાં ઈરાન, બલોચ, અફઘાનિસ્તાન અને સિંધ સાથે કામ કરવું સહિતના વિકલ્પો પણ છે.
પાકિસ્તાન સિમલા કરારમાંથી પીછેહઠ કરીને ભારતે ઉભા કરેલા ફન્દામાં ફસાઈ ગયું છે. હવે તો ખુલ્લી પરિસ્થિતિ છે કારણકે પાકિસ્તાન હવે બનાવટી લાઈન ઓફ કન્ટ્રોલ થકી સંરક્ષિત રહેતું નથી. પાકિસ્તાનને ચાર હિસ્સામાં વિભાજિત કરવામાં મદદ કરવી તે પણ સારો આઈડિયા છે. પાકિસ્તાને કબજો કરેલો ભારતનો પ્રદેશ પાછો લઈ શકાય છે. જોકે, તેનાથી સંતુષ્ટ થઈ રહેવાય નહિ. આમ કરવા માટે અતિશય ભારે નિયંત્રણો પણ લાદવા પડશે. પાકિસ્તાન અને ભારત વચ્ચે ડેડ ઝોન-નિષ્ક્રિય વિસ્તાર સ્થાપવો અને 1947ની સરહદની પુનઃસ્થાપના કરવી. ત્રાસવાદી ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરને તહસનહસ કરી નાખવા અને આવા નેટવર્ક્સના જોરે કુદનારાઓનો ખાતમો બોલાવી દેવો.
આ રુમમાં રહેલો હાથી ચોક્કસપણે પરમાણુ શસ્ત્રોનો છે. શું આપણને ખાતરી છે કે પાકિસ્તાન તેનો ઉપયોગ નહિ કરે? મારું એક માત્ર નીરિક્ષણ એવું છે કે યુએસએ અથવા ઈયુ પાકિસ્તાનને આ માર્ગે જવાની છૂટ આપશે? પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ માત્ર ભારતીય ઉપખંડ માટે જ જોખમકારી નથી, તે સમગ્ર વિશ્વવ્યવસ્થા માટે જોખમકારી છે.
એક આખરી મુદ્દો, બધાએ ધીરજ ધરવી પડશે. ભારતને હવે જે કરવાનું હશે તેમાં સમય લાગશે. તે વ્યવસ્થિતપણે અને પોતાની જ પસંદગીના સમયગાળા અનુસાર કરવાનું રહેશે. આ સમય એવો છે જ્યારે સહુ ભારતીયોએ ઉશ્કેરાટની સ્થિતિમાંથી એક ડગલું પાછું ભરવું પડશે અને સરકારને તેની રણનીતિ ઘડવા અને તેનો અમલ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવાની જરૂર રહેશે. આપણે તો છેક 1947થી રાહ જોઈ રહ્યા છીએ અને અરાજકતાને દૂર કરવા માટે થોડા વધુ સમયની રાહ જોઈએ. આ કાર્ય કરી શકાય તે માટે મોદી 4.0 અને મોદી 5.0ની જરૂર પડશે. ભારતમાં રહેનારા ભારતીયોએ આ કાર્ય ઝડપી બનાવવાનું રહેશે. જય હિન્દ.