પાકિસ્તાનના પૂરગ્રસ્તોની વહારે બેસ્ટવે ગ્રૂપઃ વેલ ફાર્મસી દ્વારા 4 લાખ ડોલરની મેડિસીન્સનું દાન

Wednesday 28th September 2022 07:35 EDT
 
 

લંડનઃ ધ બેસ્ટવે ગ્રૂપ દ્વારા મેફેરસ્થિત પાર્ક લેનની ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ ખાતે 23 સપ્ટેમ્બર શુક્રવારે પાકિસ્તાનના પૂરગ્રસ્તો માટે ફંડરેઈઝરનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ બેસ્ટવે ફાઉન્ડેશને ભંડોળ એકત્રીકરણના પ્રયાસમાં 2 મિલિયન ડોલરથી વધુ રકમ એકત્ર કરી હતી.

આ કાર્યક્રમમાં લોર્ડ ચાન્સેલર, સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનના ડેપ્યુટી ગવર્નર, યુકેના મિનિસ્ટર્સ, પાર્લામેન્ટના સભ્યો, ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ, રાજદ્વારીઓ અને નગરના અગ્રણી શ્રેષ્ઠીઓ સહિત 650થી વધુ મહેમાનો ઉપસ્થિત હતા. એક જ રાત્રિમાં 1 મિલિયન યુએસ ડોલરથી વધુ રકમનું ભંડોળ એકત્ર થયું હતું. પાકિસ્તાનમાં તાજેતરમાં આવેલા પૂરથી 33 મિલિયન લોકોને અસર પહોંચી છે. સાતમાંથી એક પાકિસ્તાની અનાજ અથવા આશ્રયવિહોણા છે અને દેશનો ત્રીજો હિસ્સો પાણી હેઠળ છે.

મહિનાની શરૂઆતમાં સર અનવર પરવેઝ વતી લોર્ડ ચૌધરીએ પાકિસ્તાન ફ્લડ રીલિફ માટે 1 મિલિયન યુએસ ડોલરનું દાન જાહેર કર્યું હતું. આ સફળ ઈવેન્ટની સાથે બેસ્ટવેના પ્રયાસો થકી કુલ ભંડોળની રકમ માતબર 2 મિલિયન ડોલરથી વધુના આંકડે પહોંચી છે.

નાણાકીય દાન ઉપરાંત, બેસ્ટવે ગ્રૂપના CFO હૈદર ચૌધરીએ બેસ્ટવે ગ્રૂપની સબસિડિઅરી વેલ ફાર્મસીના વતી 400,000 અમેરિકી ડોલરના મૂલ્યની દવાઓના દાનની જાહેરાત કરી હતી. મિ. હૈદર ચૌધરીએ પોતાના સંબોધનમાં 5000 પરિવારો માટે મકાન અથવા આશ્રયના નિર્માણ,100,000 લોકોને પીવાનું પાણી તેમજ 20,000થી વધુ લોકોને ફૂડ અને મેડિસિન્સ પૂરા પાડવાના બેસ્ટવે ફાઉન્ડેશનના આયોજનની વિગતો આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter