મંજિલ નથી મુકામ નથી

આપણી કવિતાનો અમર વારસો...

- મૂળશંકર ‘પૂજક’ Wednesday 09th July 2025 07:20 EDT
 

મંજિલ નથી મુકામ નથી ને સફર નથી;
જીવું છું જિંદગી ને જીવનની અસર નથી.
મારી જ ઓળખાણ મને પૂછશો નહીં;
તમને ખબર નથી તો મને પણ ખબર નથી.
લોકો બધાં અજાણ, અજાણ્યાં ગલી ને ઘર;
મારું કહી શકાય એવું કો નગર નથી.
ખુશહાલ છે ચમન, છે ફૂલો ને મ્હેક છે;
તો યે નથી બહાર, અને પાનખર નથી.
બ્હેકી ગયું છે દર્દ, ઇલાજો નથી ફળ્યા;
‘પૂજક' નથી કરાર મરણનો ય ડર નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter