એજાક્સ,ઓસ્ટિનઃ વિશ્વમાં પાંચમા ક્રમના સૌથી મોટા જ્વેલરી રીટેઈલર તેમજ 14 દેશોમાં 415થી વધુ શોરૂમ્સ ધરાવતા માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ દ્વારા યુએસએમાં ઓસ્ટિન અને કેનેડામાં એજાક્સ ખાતે નવા બે શોરૂમ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. આમ, યુએસએમાં સાત અને કેનેડામાં ત્રણ સહિત નોર્થ અમેરિકામાં આ બ્રાન્ડના કુલ 10 શોરૂમ્સ થયા છે.
કેનેડામાં ઓન્ટારિયોના એજાક્સ ખાતે 6 ડિસેમ્બરે ઓન્ટારિયોના એસોસિયેટ મિનિસ્ટર ઓફ સ્મોલ બિઝનેસ નીના ટાંગરીએ શોરૂમનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું હતું, જ્યારે 7 ડિસેમ્બરે યુએસએમાં ટેક્સાસના ઓસ્ટિન ખાતે સિટી ઓફ લીએન્ડરના મેયર ના’કોલે થોમ્પસને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગોએ માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના એમડી- ઈન્ટરનેશનલ ઓપરેશન્સ શામલાલ અહેમદ; મેન્યુફેક્ચરિંગ વડા ફૈઝલ એકે; ફાઈનાન્સ અને એડમિન. ડાયરેક્ટર અમીર CMC; માલાબાર ગ્રૂપના ચીફ ડિજિટલ ઓફિસર શાજી કે; નોર્થ અમેરિકા ઓપરેશન્સના પ્રાદેશિક વડા જોસેફ આપેન; યુએસએમાં બ્રાન્ચ હેડ જાસર આર; કેનેડામાં ઓપરેશન્સ વડા શરફાસ એન કે તેમજ વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમના સભ્યો, ગ્રાહકો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમાદે જણાવ્યું હતું કે,‘અમારી આંતરરાષ્ટ્રીય વિકાસયાત્રામાં નોર્થ અમેરિકન ઓપરેશન્સ મહત્ત્વનો હિસ્સો છે અને નવા બે શોરૂમ્સ સાથે આ ક્ષેત્રમાં અમારી રીટેઈલ હાજરી વિસ્તારવામાં અમને ગર્વ થાય છે. ઓસ્ટિન અને એજાક્સ શોરૂમ્સ ભારતની જ્વેલરી કારીગરીને વિશ્વસ્તરે પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ શોરૂમ્સ વિવિધ ખંડોમાં રહેલા અમારા ગ્રાહકો પ્રતિ સમર્પિતતાનો પુનરુચ્ચાર કરે છે.’
માલાબાર ગ્રૂપના વાઈસ ચેરમેન અબ્દુલ સલામ કે.પી.એ જણાવ્યું હતું કે,‘નોર્થ અમેરિકામાં અમારું વિસ્તરણ કરી રહ્યા છીએ ત્યારે સસ્ટેનેબિલિટી, રિસ્પોન્સિબિલિટી અને નીતિપૂર્ણ ધંધાકીય રીતરસમો અમારી વિકાસ રણનીતિમાં કેન્દ્રસ્થાને રહે છે. ઓસ્ટિન અને એજાક્સમાં શોરૂમ્સના લોન્ચિંગ નીતિપૂર્ણ મૂલ્યો અને વૈશ્વિક લક્ઝરીને સંયોજિત કરતા રિટેઈલ અનુભવને પૂરા પાડવા તરફ વધુ એક કદમ છે. આંતરરાષ્ટ્રીય વિકાસની સાથોસાથ અમે સ્થાનિક સંબંધો, રોજગારી તકોનું સર્જન અને કસ્ટમર્સને જવાબદારી અને કારીગરીના સર્વોચ્ચ પીઠબળ સાથે વિશ્વસ્તરીય જ્વેલરીનો અનુભવ કરાવવા પ્રતિબદ્ધ છીએ.’
માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના એમડી- ઈન્ટરનેશનલ ઓપરેશન્સ શામલાલ અહેમદે જણાવ્યું હતું કે, ‘જ્વેલરી ઈન્ડસ્ટ્રી માર્કેટ્સમાં સૌથી વગશાળી અને ભારે ગર્ભિત ક્ષમતા સાથેનું એક બજાર નોર્થ અમેરિકા છે. આ વિસ્તાર પરંપરાગત કારીગરીનું મૂલ્ય આંકતા ભારતીય ઉપખંડના ડાયસ્પોરાનો છે. ઓસ્ટિન અને એજાક્સમાં વિસ્તરણ સિટીના જ્વેલરી લેન્ડસ્કેપમાં અમારો વિશ્વાસ દર્શાવે છે અને આ શોરૂમ્સ જ્વેલરી શોપિંગનું પસંદગીનું સ્થળ બની રહેશે. યુએસએ અને કેનેડામાં વધુ શોરૂમ્સ સાથે વિશાળ પાયા પર વિસ્તરણની અમારી યોજના છે.’


