જ્યારે આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સૌ પહેલા 2014માં યુનાઈટેડ નેશન્સ સમક્ષ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કરીકે માન્યતા અપાય તેવો પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે ઘણા યોગ પ્રેક્ટિશનર્સની માફક મને પણ ભારે ગૌરવની લાગણી અનુભવાઈ હતી. માત્ર ત્રણ જ મહિનામાં 177 દેશોએ ઠરાવને અનુમોદન આપી પસાર કર્યો- જે યુએનના ઈતિહાસમાં સૌથી ઝડપી અને સૌથી વધુ સમર્થન ધરાવનારા પ્રસ્તાવોમાં એક બની રહ્યો. ભારતનું પ્રાચીન જ્ઞાન આજે આધુનિક સમયમાં પણ કેટલું પ્રસ્તુત બની રહ્યું છે તેની યાદ અપાવતું આ શક્તિશાળી સ્મરણ છે.
દર વર્ષે હું આનંદ સાથે નિહાળતો રહું છું કે દુનિયાના ખંડોમાં લાખો લોકો 21 જૂને યોગદિવસ મનાવવા પોતાની સાદડીઓને પાથરે છે. આ સામૂહિક ચળવળનો આરંભ સમગ્ર વિશ્વમાં- ન્યૂ યોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી માંડી લંડનમા સ્ટ્રાન્ડના આઈકોનિક સ્ક્વેર સુધી થયો છે. વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ યોગ પ્રાચીન પ્રેક્ટિસથી ઊંચે જઈ સાંસ્કૃતિક સીમારેખાને વળોટી આરોગ્ય અને સંવાદિતાની સાર્વત્રિક ભાષા સ્વરૂપે ઉપસી આવેલ છે અને ભારતના સોફ્ટ પાવરને વિશ્વગુરુ તરીકેના સ્થાનને મજબૂત બનાવ્યું છે.
યોગના પ્રતાપે લાંબા સમયની તીવ્ર લાઈફસ્ટાઈલના રોગમાંથી સાજા થનારી વ્યક્તિ તરીકે, મેં મારી પીડાને વ્યાપક હેતુમાં રૂપાંતરિત કરી અને વ્યક્તિગત પરિવર્તનની મારી યાત્રાને સ્ટાર્ટઅપના નિર્માણમાં પરોવીને પ્રાચીન જ્ઞાનને આધુનિક ટેકનોલોજી સાથે સંમિશ્રિત કરી વિશ્વની સૌપ્રથમ પાવર્ડ સ્માર્ટ યોગા મેટ- YogiFiની રચના કરી હતી. મારી કલ્પનાદૃષ્ટિ YogiFi સાથે લોકોને કોઈપણ સમયે/કોઈ પણ સ્થળે અંગત યોગ કોચ ઓફર કરવાની રહી છે, જે શરીરના પોશ્ચરને તત્કાળ સુધારવા, વ્યક્તિગત પ્રોગ્રામ્સની ભલામણ કરવા અને વપરાશકારોને તેમની પ્રેક્ટિસ સાતત્યપૂર્ણ બની રહે તેમાં મદદ કરી શકે. તમે ઘરમાં જ પ્રાથમિક સ્તરે શરૂઆત કરતા હો, વ્યસ્ત પ્રોફેશનલ હો, હલનચલન પર ધ્યાન કેન્દ્રિત કરનારા વડીલ હો, અમારું લક્ષ્ય દરેક માટે, યોગાભ્યાસને સમાવેશી બનાવવા સાથે તેની મૌલિકતાને જાળવી યોગની સુલભતા વધારવાનું રહ્યું છે
અમારા એપ લીડરબોર્ડ પર કોમ્યુનિટીની વૃદ્ધિને નિહાળું છું, લોકો પોતાની તંદુરસ્તી સુધારવા અથવા અન્યોને સુધારવાની પ્રેરણા આપવા પોતાની યોગીફાઈ YogiFi મેટ્સ દર્શાવતા રહે છે. ઉદ્યોગસાહસિકતાની મારી યાત્રામાં સૌથી સંતોષ આપનારી પળોમાં એક બાબત આ રહી છે.
જોકે, પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા જેવા ઈનિશિયેટિવ્ઝ થકી આકાર પામેલી સપોર્ટિવ ઈકોસિસ્ટમ્સ વિના આ શક્ય બન્યું ના હોત. જ્યારે સ્ટાર્ટઅપ ઈન્ડિયા લોન્ચ કરાયું ત્યારે મારા જેવા એન્ટ્રેપ્રીન્યોર્સને મજબૂત સંદેશો મળ્યો હતોઃ ઈનોવેશન અને જોખમ લેવાને પ્રોત્સાહન અપાશે, બ્યુરોક્રસીનો બોજ નહિ નડે. શરૂઆતી ભંડોળ, ટેક્સ ઈન્સેન્ટિવ્ઝ, મેન્ટોરશિપ અને સરળ બનાવાયેલી પ્રક્રિયાઓએ મને ઊંચા સ્વપ્નો નિહાળવાની શ્રદ્ધા પુરી પાડી.
આજ રીતે મેક ઈન ઈન્ડિયા ઈનિશિયેટિવ પણ પરિવર્તનકારી હતું. અમે અમારી સ્માર્ટ યોગ મેટ્સનું નિર્માણ ભારતમાં જ કરવા કૃતનિશ્ચયી હતા, માત્ર ખર્ચના કારણે નહિ, પરંતુ ભારતની સાંસ્કૃતિક વિરાસતમાંથી જેની રચના કરવાની હતી તેનું ઉત્પાદન પણ અહીં જ થવું જોઈએ તેનું મહત્ત્વ અમારા માટે વિશેષ હતું. સ્થાનિક નવતર પહેલ અને ઉત્પાદનને મહત્ત્વના કારણે YogiFi માટે ઘરઆંગણે આધુનિક હાર્ડવેરની ડિઝાઈન અને ઉત્પાદન કરવું સરળ રહ્યું અને ‘મેઈડ ઈન ઈન્ડિયા, ફોર વર્લ્ડ’ની ગૌરવપૂર્ણ ઓળખ સ્થાપિત થઈ.
ભૂતકાળમાં નજર કરતા મને સમજાય છે કે YogiFi માત્ર કોઈ પ્રોડક્ટ કે પ્લેટફોર્મ નથી – તે પ્રાચીન વિજ્ઞાન અને આધુનિક ઈનોવેશન કેવી રીતે પુરાવા સમર્થિત કલ્યાણના ભાવિને આકાર આપવા સહકાર સાધે છે તેનું પ્રતિનિધિત્વ કરે છે. વડા પ્રધાન મોદી દ્વારા યોગ માટે વૈશ્વિક હિમાયતથી પ્રેરણા સર્જાઈ, તેમની સરકારની સ્ટાર્ટઅપ્સ માટે મિત્રતાપૂર્ણ નીતિઓએ મારા જેવા એન્ટેપ્રીન્યોર્સ માટે ઊંચા સ્વપ્નો નિહાળવા તેમ જ ભારતને હેલ્થ-ટેક ઈનોવેશનમાં વિશ્વનેતા બનાવવાનું જોખમ લેવા મજબૂત પાયા ઊભા કર્યા હતા. ગ્લોબલ વેલનેસ ઈકોનોમી 4 ટ્રિલિયન ડોલરની છે ત્યારે ભારત પાસે યોગ અને આયુર્વેદને મુખ્યપ્રવાહમાં લઈ આવવાની મહાન ગર્ભિત ક્ષમતા છે. એક ઊંડું લક્ષ્ય મને વધુ ઉત્સાહિત કરે છે કે આપણે લોકોનું જીવન સુધારી શકીશું, તણાવ ઘટાડી શકીશું, ભવિષ્યના નાગરિકો વધુ ચૂસ્ત રહેશે અને વિશ્વભરમાં વધુ તંદુરસ્ત કોમ્યુનિટીઓની રચના કરી શકીશું. એન્ટ્રેપ્રીન્યોર તરીકેની ભૂમિકામાં મોદીજીના ‘વિકસિત ભારત’ વિઝનથી પ્રેરણા પામી હું નોકરી ઈચ્છનારા તરીકે નહિ, પરંતુ નોકરીના સર્જક સ્વરૂપે દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવા પ્રતિબદ્ધ છું.
(લેખક મુરલીધર સોમિશેટ્ટી YogiFiના સ્થાપક સીઇઓ છે)