વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75 વર્ષની ઊજવણીઃ અંગત ચિંતનની પળો

નરેન્દ્ર મોદી જન્મદિન વિશેષ

- ડો. પરમ શાહ Sunday 28th September 2025 04:56 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે 75મા જન્મદિનની ઊજવણી કરી. ગત બે દાયકા દરમિયાન તેમના નેતૃત્વની અસાધારણ યાત્રા તથા ગુજરાત અને ભારતનું નવઘડતર કરનારી નીતિઓ સંદર્ભે ગહન ચિંતન ચિંતન કરવાની આ પળો છે. એક પ્રોફેશનલ તરીકે  તેમની સરકાર સાથે કામકાજ, તેમણે વિકસાવેલી ઈકોસિસ્ટમમાં સ્ટાર્ટઅપ્સ પર નજર રાખી, એક નિવાસી તરીકે ગુજરાતના ઉત્થાનનો સાક્ષી બની રહ્યો અને ભારતના વધી રહેલા વૈશ્વિક દબદબાનું નીરિક્ષણ કર્યા પછી, હું નિઃશંકપણે એટલું કહી શકું છું કે તેમનું વિઝન પરિવર્તનકારી રહ્યું છે.
તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળમાં તેમની સરકાર સાથે મારું પ્રોફેશનલ કામકાજ રહ્યું હતું. નીતિવિષયક સ્પષ્ટતાને ભૂમિગત અમલ સાથે સાંકળવાની તેમની ક્ષમતા અલગ હતી. વાઈબ્રન્ટ ગુજરાત સમિટોએ રાજ્યને વૈશ્વિક રોકાણસ્થળમાં રુપાંતરિત કર્યું, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટર્સને આકર્ષી ગુજરાતને વૈશ્વિક નકશા પર મૂકી દીધું. આ સમયગાળામાં ચાવીરૂપ સુધારાઓ થકી પાયાના પડકારોનું નિરાકરણ આવ્યું ને લાંબા ગાળાના વિકાસનો પાયો નંખાયો.
તેમના સૌથી હિંમતપૂર્વકના વિચારોમાં એક GIFT સિટી (ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી) હતું, જે આજે દેશનું પહેલું ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર છે. આજે તે ફિનટેક, ઓફશોર ફાઈનાન્સ અને ગ્લોબલ ઈનોવેશનનું કેન્દ્ર બની રહેવાની ભારતની મહત્ત્વાકાંક્ષાને દૃઢીભૂત કરે છે. ગુજરાતમાં જેની શરૂઆત થઈ તે હવે આગળ વધી રાષ્ટ્રીય સ્તરે પહોંચી છે. ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર્સ, રિન્યુએબલ એનર્જી પાર્ક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના પડઘા દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર, PLI યોજનાઓ, સેમિ-કન્ડક્ટર્સના ઉત્પાદનને આગળ વધારવા ભારતના નવા આગેકદમ જેવાં ઈનિશિયેટિવ્ઝમાં પડતા જણાય છે. વિઝન-કલ્પનાશીલતાનું સાતત્ય નજરે પડે છે. રાષ્ટ્રીય સ્તરે GST, ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્ટસી કોડ, પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન જેવા સુધારાઓએ ભારતના આર્થિક પાયાને મજબૂત બનાવ્યા છે. તેમણે મેક ઈન ઈન્ડિયા ને ડિજિટલ ઈન્ડિયા જેવાં મુખ્ય ઈનિશિયેટિવ્ઝ દ્વારા ગતિશીલતા આગળ ધપાવી છે.
ભારતની સ્ટાર્ટઅપ સ્ટોરીને વડા પ્રધાનના વિઝનથી અલગ કરી શકાય તેમ નથી. 2016માં સ્ટાર્ટઅપ ઈન્ડિયાના લોન્ચિંગ સાથે ફ્રેમવર્ક રચાયું જેના થકી નિયમનો સરળ બનાવાયાં, કરરાહતો-પ્રોત્સાહનો જાહેર થયાં અને એન્ટ્રેપ્રીન્યોર્સને ભંડોળનો સપોર્ટ પૂરો પડાયો. આજે ભારત પાસે વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ્સમાંથી એક છે, જેમાં ફિનટેક, હેલ્થટેક ને ડીપટેક ક્ષેત્રોમાં યુનિકોર્ન્સ ઉભરી રહ્યાં છે. ઈન્ડિયા સ્ટેક જેવાં ઈનિશિયેટિવ્ઝ અને UPIની વૈશ્વિક સફળતાએ ટેકનોલોજી અને ફાઈનાન્સનું લોકશાહીકરણ કર્યું છે અને અભૂતપૂર્વ સ્તરે તકોનું સર્જન કર્યું છે.
સ્ટાર્ટઅપ્સના મેન્ટર તરીકે મેં નજરે નિહાળ્યું છે કે આ ડિજિટલ બેકબોન એન્ટ્રેપ્રીન્યોર્સને નાના શહેરોમાં પણ મોટાં સ્વપ્ના નિહાળવા પ્રેરે છે. ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ જેવાં સપોર્ટ માળખાંઓ તેમજ સરકાર સંચાલિત ઈન્ક્યુબેટર્સ થકી ઈનોવેશન્સને વધુ પ્રોત્સાહન સાંપડ્યું છે. આ ઈકોસિસ્ટમે ગ્લોબલ વેન્ચર મૂડી અને સોવરિન વેલ્થ ફંડ્સને આકર્ષ્યાં અને ઈનોવેશનના ગતિશીલ બજાર તરીકે ભારતની પોઝિશન મજબૂત બનાવી છે.  
વ્યક્તિગત સ્તરે 90ના ગાળામાં ગુજરાતમાં સ્થળાંતર કર્યાના ત્રણ દાયકામાં ગુજરાતના રૂપાંતરનો હું સાક્ષી બની રહ્યો છું. ગામો અને શહેરોને પાણી પુરું પાડતા પ્રોજેક્ટ્સથી માંડી આધુનિક હાઇવે અને બંદરોના નેટવર્કને 24 કલાક વીજળી પૂરી પાડવાના બેઝિક્સથી આર્થિક પ્રવૃત્તિઓને ઉત્તેજન સાંપડ્યું હતું. રિન્યુએબલ એનર્જીમાં આગોતરાં રોકાણો ને ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર્સથી સ્થપાયેલા બેન્ચમાર્ક્સ બાદમાં  સમગ્ર દેશમાં અપનાવાયા હતા. ‘ભારતના વિકાસ એન્જિન’ તરીકે ગુજરાતનું ઉત્થાન’ એ માત્ર સૂત્ર ન હતું, એવી સ્થિતિ હતી જેમાં મારા જેવા નિવાસીઓ રોજ રહેતા હતા. ઘરઆંગણે આ પરિવર્તનો ઉપરાંત, ભારતના બદલાઈ રહેલાં વૈશ્વિક પરિપ્રેક્ષ્યોનો પણ હું સાક્ષી છું. મારા વ્યાવસાયિક કામકાજ મને અનેક ખંડોના પ્રવાસે લઈ જાય છે અને 2017થી યુકેમાં વસું છું ત્યારે નજરે નિહાળ્યું છે કે સમગ્ર વિશ્વ સતત કેવી રીતે ભારતને આદર, જિજ્ઞાસા ને પ્રશંસાત્મકતાથી નિહાળી રહ્યું છે.
વિદેશોમાં પોલિસીમેકર્સ, ઈન્વેસ્ટર્સ ને વિદ્વાનો સાથેની વાતચીતોમાં ભારત સાથે કામ કરવામાં નવા વિશ્વાસની લાગણી અનુભવી છે, જે ભારતને વિશાળ બજાર તરીકે જ નહિ ગ્લોબલ એજન્ડાને ઘડનારા દેશ તરીકે નિહાળે છે. વૈચારિક પરિવર્તન ભારતને ‘વિશ્વગુરુ’, સંસ્કૃતિની શક્તિઓ અને આધુનિક સક્ષમતાઓમાં શ્રદ્ધા ધરાવનારું રાષ્ટ્ર ગણાવતા વડા પ્રધાનના વિઝન સાથે પ્રત્યપક્ષપણે સંકળાયેલું છે. ગત બે દાયકામાં પાછળ નજર કરીએ છીએ ત્યારે વડા પ્રધાન મોદીના નેતૃત્વને સાંકળતી એક સર્વસામાન્ય દોરી, ભારત વિશ્વસ્તરીય માપદંડો હાંસલ કરી શકે છે એવી માન્યતા અને તે હાંસલ કરવાની ઈચ્છાશક્તિ છે.
ગુજરાતમાં ગ્રામીણ ઘરોને વીજળી પહોંચાડવાથી માંડી લાખો લોકો માટે ડિજિટલ પેમેન્ટ શક્ય બનાવવું, ભારતના વૈશ્વિક દરજ્જાને ઊચ્ચ સ્તરે લઈ જવાથી માંડી ઉદ્યોગસાહસિકોની આગામી પેઢીને પ્રેરિત કરવા સુધી તેમની નીતિઓએ સશક્તિકરણ, સાહસ અને ગૌરવ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમના 75મા જન્મદિને તેમની સરકાર સાથે વ્યવસાયી-પ્રોફેશનલ સંપર્કો, તેમના ઈનિશિયેટિવ્ઝ હેઠળ સ્ટાર્ટઅપ્સને વિકસતા જોતાં મેન્ટર, ગુજરાતના અસામાન્ય ઉત્થાનની સાક્ષી રહેલી વ્યક્તિ તરીકે, અને વિશ્વમાં ઊંચે જઈ રહેલા ભારતના દરજ્જાનું નીરિક્ષણ કરતા વૈશ્વિક નાગરિક તરીકે અનુભવો કરવામાં હું મારી જાતને સદ્ભાગી લેખું છું. તેમના નેતૃત્વે મારા જીવનના દરેક પાસાને સ્પર્શ કર્યો છે અને મને વિશ્વાસ છે કે તેમનું વિઝન ભાવિ પેઢીઓને પણ પ્રેરણા આપતું રહેશે.
(લેખક ડો. પરમ શાહ અરવિંદ લિમિટેડમાં ગવર્ન્મેન્ટ રિલેશન્સ એન્ડ સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સના સીઇઓ છે)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter