વીજળીની ચમકારે...

આપણી કવિતાનો અમર વારસો...

- ગંગાસતી Wednesday 25th June 2025 10:34 EDT
 
 

ઈ. 18મી સદી ઉત્તરાર્ધમાં થઇ ગયેલાં ગંગાસતીના મોટા ભાગનાં પદો પાનબાઈને સંબોધીને લખાયાં છે. લખાયાં છે એ તો કહેવા ખાતર કહીએ છીએ બાકી આપમેળે ઊલટથી ગવાયાં હોય એવી પ્રતીતિ આપણને થાય છે. ઉદ્ગારમાં એક પ્રકારની સ્ત્રી-સહજતા છે.

વીજળીની ચમકારે...

- ગંગાસતી

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ!
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ!
એકવીસ હજાર છસોને કાળ ખાશે
જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ!
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી... વીજળીને ચમકારે
મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ!
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી... વીજળીને ચમકારે
પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ, પાનબાઇ!
તેનો રે દેખાડું તમને દેશ જી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી... વીજળીને ચમકારે

---


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter