શ્રેષ્ઠતાનો યુગઃ નરેન્દ્ર મોદીની પરિવર્તનકારી ભૂમિકા પર ચિંતન

નરેન્દ્ર મોદી જન્મદિન વિશેષ

- લોર્ડ ડોલર પોપટ Wednesday 24th September 2025 04:56 EDT
 
 

આપણે પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે માત્ર તેમની નોંધપાત્ર યાત્રા વિશે મનન કરવું જોઈએ નહિ, પરંતુ વિશ્વતખતા પર ભારતનું મજબૂત સ્થાન બનાવવામાં તેમની પરિવર્તનકારી ભૂમિકા પર પણ ચિંતન કરવું જોઈએ. હું ગત 16 વર્ષથી યુનાઈટેડ કિંગ્ડમની પાર્લામેન્ટમાં સભ્ય રહેવા સાથે બ્રિટન-ભારત સંબંધોમાં પ્રગતિ અને ગત દાયકા દરમિયાન તેમાં થયેલી વૃદ્ધિનો સાક્ષી બની રહ્યો છું.
ભારત આજે વિશ્વનાં સૌથી ગતિશીલ અર્થતંત્રોમાં એક છે અને પ્રાઈમ મિનિસ્ટર મોદીએ હિંમતપૂર્ણ સુધારા, ડિજિટલ ઈનોવેશન અને ભવિષ્યમાં નજર રાખતા દેશના નિર્માણ પર દેખરેખ રાખી છે. યુનાઈટેડ કિંગ્ડમમાં ભારતીય ડાયસ્પોરા માટે આ પરિવર્તન આપણામાં મહાન ગૌરવની લાગણી પ્રદર્શિત કરે છે.
ગત દાયકા દરમિયાન, મેં જે કાંઈ કર્યું છે તે જાહેર સેવાના જીવનને સમર્પિત રહ્યું છે અને બ્રિટિશ-ભારતીય સંબંધો સુસાધ્ય બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો મને આનંદ મળ્યો છે. નવેમ્બર 2013 અને ફરી નવેમ્બર 2015માં આપણા યુનાઈટેડ કિંગ્ડમના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર લોર્ડ કેમરનના ભારત પ્રવાસોમાં સામેલ થયો હતો. વડા પ્રધાનની આ મુલાકાતો ભારત સાથે સંબંધો સ્થાપિત કરવાની કન્ઝર્વેટિવ પાર્ટીની લાંબા ગાળાની યોજનાના હિસ્સારૂપ હતી. મને કહેતા ગર્વ થાય છે કે આ મુલાકાતોએ વર્તમાન સંબંધો માટે ઉદ્દીપક તરીકે કામ કર્યું હતું.
આર્થિક દૃષ્ટિએ ગત દાયકાએ અસાધારણ પ્રગતિ નિહાળી છે. 2013માં લોર્ડ કેમરન અને મેં પાયાઓ સ્થાપ્યા હતા જેના પરિણામે, બ્રિટને અન્ય કોઈ દેશમાં મોકલ્યું ન હોય તેવું સૌથી મોટું વેપાર પ્રતિનિધિમંડળ મોકલવું શક્ય બન્યું. ઉચ્ચ શિક્ષણ અને ફાઈનાન્સ પર ભારતના ફોકસને બ્રિટનના નિષ્ણાત કૌશલ્ય સાથે સાંકળવાને અર્થ એ થયો કે પહેલી જ વખત બંનેને સાથે રાખવાનું શક્ય બન્યું. મોદીની શ્રેષ્ઠતાના પરિણામે, યુકે આજે ભારતમાં સૌથી મોટા ઈન્વેસ્ટરોમાં એક છે અને હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સ્થાપિત થવાથી આમાં માત્ર વૃદ્ધિ જ જોવાં મળશે. વધુ પ્રમાણમાં તક, પ્રવેશમાં ઓછાં અવરોધો અને નોકરીઓના જથ્થામાં વધારો, આ બધું જ આપણા દ્વિપક્ષીય સંબંધો માટે ઈતિહાસમાં અસાધારણ સીમાચિહ્ન છે. સંબંધો મહાન રાજનીતિ સાથે સતત વિકસવાનું ચાલુ રાખે છે. આપણા દેશો માત્ર ઐતિહાસિક પાર્ટનર્સ તરીકે જ સાથે મળીને કામ નહિ, પરંતુ તેજી સાથે વિસ્તરી રહેલા આપણા વિશ્વમાં ગાઢ સાથીઓ તરીકે કામ કરે તેના પર મોદીએ ભાર રાખ્યો છે.
મોદીની મહાન કલ્પનાશીલતા સાથે વેપાર ઉપરાંતનો સહકાર પણ વિસ્તર્યો છે. ઉદ્યોગસાહસિકતાની ભાવના સાથે પોતાની રાજદ્વારી કુનેહ સાંકળવાની પ્રાઈમ મિનિસ્ટર મોદીની વિલક્ષણતા ઈતિહાસમાં નોંધપાત્ર બદલાવ તરફ દોરી ગયેલ છે.
બ્રિટનમાં રહેલા આપણા સહુ માટે કઠોર પરિશ્રમના આપણા સહભાગી મૂલ્યો, એકીકરણ, પારિવારિક જીવન અને સ્થિતિસ્થાપકતા, બધું જ આ મૂલ્યો સાથે મોદી જેવા નેતાઓ અને ભારતીય નાગરિકો ધરાવે છે તેના થકી સબંધો સારી રીતે કાર્ય કરે છે. આપણે ભવિષ્ય તરફ નજર કરીએ છીએ ત્યારે બ્રિટન અને ભારત વચ્ચેના સંબંધોનું સંમિશ્રણ તેમજ સમાન મૂલ્યો અને સહભાગી ઈતિહાસ ધરાવતા વ્યક્તિઓની પાર્ટનરશિપ જોવા મળે છે. આગામી યુગ ગ્લોબલ ડાયનેમિકસનો છે. પ્રાઈમ મિનિસ્ટર મોદીની ડાયમન્ડ જ્યુબિલી બર્થડે પર આપણે તેમની માનસિકતા, શક્તિશાળી વિઝન અને સફળતાની ઊજવણી કરીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter