હોમ ટિપ્સ

Sunday 02nd May 2021 12:30 EDT
 

રોજિંદા જીવનમાં નાની-મોટી બાબતોમાં ઉપયોગી હોમ ટિપ્સ...

• પાપડ વણતી વખતે તેલની જગ્યાએ ઘી લગાવો. એનાથી પાપડ કાળા નહિ પડે.
• નર્સરીમાં છોડ ખરીદીને ઘરે લાવવાના હો તો છોડ સવારે કે સાંજે ખરીદો, કારણ કે બપોરે ખરીદેલા છોડ વધારે પ્રમાણમાં સુકાઈ જાય છે.
• કપડાંના કબાટમાંથી ભેજની વાસ દૂર કરવા એક ડિશમાં થોડું મીઠું રાખો.
• લવિંગ, અજમો, જીરું, મેથીના દાણા વગેરેનો ઉપયોગ શાક કે દાળ બનાવતી વખતે જરૂર કરો. આ મસાલાઓ અનેક રોગોથી દૂર રાખે છે.
• પૂડલા કે ઢોસા બનાવતાં પહેલા તવા પર ડુંગળી ઘસો. પૂડલા તવા પર નહિં ચોંટે. • રૂમમાંથી આવતી કલરની વાસ દૂર કરવા રૂમમાં આખી રાત એક ડિશમાં મીઠું રાખો.
• મચ્છર બહુ હેરાન કરતા હોય તો સંતરાની સૂકી છાલ સળગાવો. એનાથી મચ્છર ભાગી જશે. • નવા બૂટ પહેરતાં પહેલાં એમાં ટેલ્કમ પાઉડર નાખવાથી એ ડંખતા નથી અને રાહત રહે છે.
• ડ્રાય સોલ્ટમાં દબાવીને રાખવાથી લીંબુ લાંબો સમય સચવાઈ રહે છે.
• ઘી ગરમ કરીને ગાળી લીધા પછીએ તપેલીમાં પાણી નાખી ગરમ કરીને એ પાણીથી ભાખરીનો લોટ બાંધવાથી મોણની જરૂર નથી પડતી અને ભાખરી સરસ બને છે.
• સ્ક્રૂ નાખતી વખતે ડિસમિસ લપસતું હોય તો એના મોં પર ચોક ઘસો. ડિસમિસ નહીં સરકે.
• રૂમમાંથી ધુમાડાથી દુર્ગંધ દૂર કરવા માટે રૂમમાં વિનેગરનું બાઉલ રાખો.
• હાથીદાંતની બનાવેલી કોઈ પણ ચીજ જો પીળી પડવા લાગે તો એને કાચના કોઈ મોટા વાસણમાં રાખીને તડકામાં તપાવો પીળાશ દૂર થઈ જશે.
• કોબીનું સૂકું શાક બનાવતી વખતે એમાં થોડુંક છીણેલું ગાજર મેળવી દેવાથી શાક વધારે સ્વાદિષ્ટ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter