શું બીબીસીનો અર્થ હવે ‘બોગસ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન’ જ થાય છે?

OFCOM ને ખુલ્લો પત્રઃ

કપિલ દૂદકીઆ Tuesday 06th February 2024 11:52 EST
 
 

 OFCOM ને ખુલ્લો પત્રઃ

ચીફ એક્ઝિક્યુટિવ, ઓફકોમ, સધર્ક બ્રિજ રોડ, લંડન SE11 9HA.

ઈમેઈલઃ [email protected], [email protected]

ડીઅર ડેમ મેલેની ડોવેસ,

હું આપને આ પત્ર બ્રિટિશ નાગરિક અને ભારતીય મૂળના હિન્દુ તરીકે લખી રહ્યો છું. ગત બે દાયકા દરમિયાન એ સતતપણે સ્પષ્ટ થઈ રહ્યું છે કે BBC સ્વતંત્ર રાષ્ટ્રીય બ્રોડકાસ્ટર હોવાની પ્રાથમિક ફરજ નિભાવવામાં નિષ્ફળ નીવડ્યું છે. હાલમાં એક પણ દિવસ એવો જતો નથી જ્યારે BBCનો કર્મચારીએ આપણા સમાજના કોઈ ગ્રૂપ તરફ તેમના પૂર્વગ્રહનું ઈરાદાપૂર્વક પ્રદર્શન કર્યું હોય તેવી વધુ એક ત્રાસજનક સ્ટોરી સાંભળવા ન મળતી હોય. તમને આ પત્રમાં બધાં ચેપ્ટર્સ કે વિગતો વિસ્તૃતપણે આપી શકાય તેવું શક્ય નથી. આમ છતાં, જો વધુ વિગતવાર કે વિસ્તૃત રિપોર્ટ મેળવવાની ઈચ્છા રાખતાં હશો તો ઓફકોમ બોર્ડ સમક્ષ તેની રજૂઆત કરવામાં મને ઘણી ખુશી થશે.

હું આપને બ્રિટિશ જનતાની સંભાળની આપની ફરજ વિશે યાદ અપાવવા ઈચ્છું છું. તમારા પોતાના જ ચાર્ટરના આર્ટિકલ 1.13 હેઠળ જણાવાયું છે કે,‘ઓફકોમ પોતાની જ પહેલ થકી ઈન્વેસ્ટિગેશન્સ લોન્ચ કરી શકે તેમજ ફરિયાદોની તપાસ પણ કરી શકે છે.’ પહેલી બાબત હાથ લેવા બાબતે કોઈ પણ ધારણા કરી શકે છે કે તમારી ઓફિસ મીડિયાનું મોનિટરિંગ કરે છે અને કોઈ પણ મીડિયા પ્રોવાઈડર દ્વારા કાળજી લેવાની ફરજમાં ઉલ્લંઘન થતું જોવા મળે ત્યારે તમે હસ્તક્ષેપ કરો છો. આનો અર્થ એ છે કે, આ ચાર્ટર તમને ચોક્કસપણે આ જવાબદારી સોંપે છે જેથી તમે, થોડી અથવા કોઈ પણ ફરિયાદ ન હોય ત્યારે પણ રાષ્ટ્રીય હિતના મુદ્દા પર કાર્યવાહી કરી શકો.

મારે તમને એ બાબતની પણ યાદ અપાવવી છે કે કાળજી રાખવાની ફરજ BBC પર રાખવામાં આવી છે. BBCનું ધ્યેય કે મિશન આ ચાર્ટરમાં નિશ્ચિત કરાયું છે અને તે જણાવે છે કે,‘જાહેર હિતમાં કાર્યવાહી કરવી, નિષ્પક્ષ, ઉચ્ચ ગુણવત્તા અને વિશિષ્ટ આઉટપુટ અને માહિતી આપતી, શિક્ષિત કરતી અને મનોરંજન કરતી સર્વિસીસની જોગવાઈ મારફત તમામ ઓડિયન્સીસની સેવા કરવી’.

મારું કહેવાનું એમ છે કે, BBC વિવિધ જૂથો તરફ પૂર્વગ્રહ દર્શાવીને તેની ફરજમાં નિષ્ફળ રહેલ છે. જ્યુઈશ કોમ્યુનિટીએ બીબીસીએ કેવી રીતે તેમની વિરુદ્ધ પૂર્વગ્રહ દર્શાવ્યો છે તેના પૂરતાં પૂરાવા આપ સમક્ષ રજૂ કરેલા જ છે. આ જ પ્રમાણે BBC હવે રાજકીયપણે ડાબેરી વલણો ધરાવનારાઓ તથા ‘વોક’ તરીકે ઓળખાવાતા અને /અથવા ‘ઉચિત રાજકીય નેરેટિવ્ઝ’નું સમર્થન કરનારાઓનો ગઢ બની ગયેલ છે તેના નિર્વિવાદ પૂરાવાઓ હાજર છે. હું આની સાથે ઉમેરવા માગું છું કે સ્પષ્ટપણે ભારતવિરોધી અને હિન્દુવિરોધી વાકચાતુર્યે BBCની અંદર ભારે પગપેસારો કરી લીધો છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તળિયાના સ્તરના ઘણા લોકો BBCને ‘બોગસ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન’ તરીકે ગણવા લાગ્યા છે.

વર્તમાન ઉદાહરણ ભારતના અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનના તેના તાજેતરના કવરેજને સંબંધિત છે. ગત 500 વર્ષની રાહ જોયાં પછી આવેલો આ ઈવેન્ટ હતો. તે ઈતિહાસમાં, મોટા ભાગે એવો તીવ્ર ચઢાણવાળો ઈતિહાસ જે દરેક હિન્દુ માટે ઘણો પીડાકારી રહ્યો છે. BBCદ્વારા જે નેરેટિવ-નિરુપણ અપાયું તેમાં હિન્દુઓને વાસ્તવમાં હિન્દુ મંદિર બાંધવા માટે મુસ્લિમ મસ્જિદનો નાશ કરનારા તરીકે ચીતરવામાં આવ્યા છે. આ નિંદનીય જૂઠાણું જ છે. ઈતિહાસની આ સંપૂર્ણ ગેરરજૂઆત અને ઈસ્લામિક કટ્ટરવાદીઓને સંતુષ્ટ કરવા માટે હકીકતોની વિકૃત રજૂઆત છે.

હકીકતો તો સીધીસાદી અને સરળ છેઃ

અ. મુસ્લિમ બાદશાહ બાબરે આ સ્થળે મસ્જિદ (બાબરી મસ્જિદ) બાંધવા માટે હિન્દુ મંદિરનો નાશ કર્યો હતો. હિન્દુઓને કચડી નાખવા માટે નૃવંશીય સંહારનું કાર્ય કરવામાં આવ્યું હતું.

બ. એક હકીકત છે કે મુસ્લિમ આર્કિયોલોજિસ્ટ કેકે મુહમ્મદે તેમના સંશોધનના તારણોમાં સમર્થન આપ્યું છે કે જ્યાં મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે સ્થળે હિન્દુ મંદિરનું અસ્તિત્વ હતું તેમ દર્શાવતા જબરજસ્ત પુરાવાઓ હતા.

ક. એ પણ હકીકત છે કે દેશની સર્વોચ્ચ અદાલતે નિર્ણય આપ્યો હતો કે ઈતિહાસમાં આ સ્થળે જે અપવિત્રીકરણ કરાયું હતું તેને હવે સુધારવું જ જોઈએ અને કોર્ટે નવા શ્રી રામ મંદિરના નિર્માણની પરવાનગી આપી હતી.

ઈતિહાસમાં જે અનુચિત કરાયું હતું તેને સુધારવામાં આવ્યું હોવાથી સમગ્ર વિશ્વે આનંદ અનુભવ્યો હતો. જોકે, જે લોકોએ બીબીસીના કવરેજનું અનુસરણ કર્યું હશે તેમણે તો અવળું જ વિચાર્યું હશે. મેં અગાઉ જણાવ્યું જ છે તેમ ઘણા લોકો જે બાબતને ભારતવિરોધી અને હિન્દુવિરોધી વર્ણવે છે તે રીતે કામગીરી કરવાના બીબીસીના ઘણા ઉદાહરણો છે. શું બીબીસી સંસ્થાગત રીતે રેસિસ્ટ છે? શું તે ચોક્કસ કોમ્યુનિટીઓને નબળી પાડવા માટે જ પોતાના રિસોર્સીસનો ઉપયોગ કરે છે? શું બીબીસી હિન્દુઓ (જ્યૂઝ, શીખ, જૈન વગેરેનો ઉમેરો પણ થઈ શકે)ના માનવ અધિકારોનું અવમૂલ્યન કરે છે? લોકો એવા નિર્ણય પર આવી રહ્યા છે કે આનો ઉત્તર નિશ્ચિત ‘હા’ છે.

હું માનું છું કે OFCOM બ્રિટિશ જનતાએ તેને ફાળવેલી જવાબદારીનું વહન કરે તેનો સમય આવી ગયો છે. હવે ઓફકોમ સક્રિય થાય અને કરદાતાઓના ખર્ચે કરાતાં પૂર્વગ્રહયુક્ત બ્રોડકાસ્ટિંગથી બ્રિટિશ જનતાનું રક્ષણ કરે તે સમય આવી ગયો છે.

હું આપને બીબીસીની કામગીરીમાં આવી તપાસ કરવામાં આવે તેવું આહ્વાન કરી રહ્યો છું. શું આ ખરેખર બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન છે? કે પછી, લોકો અનુભવી રહ્યા છે તેમ ‘બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન’ છે?

મારો મત એવો છે કે તે ‘ નિષ્પક્ષ, ઉચ્ચ ગુણવત્તા અને વિશિષ્ટ આઉટપુટ અને માહિતી આપતી, શિક્ષિત કરતી અને મનોરંજન કરતી સર્વિસીસની જોગવાઈ મારફત તમામ ઓડિયન્સીસની સેવા કરવાની જાહેર હિતમાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ છે.

હું આશા રાખું છું કે હવે OFCOM બ્રિટિશ પ્રજાને નિરાશ નહિ કરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter